શ્રીલંકા ગૃહયુધ્ધ તરફ ?
ભારત ના પાડોશી દેશો માં , રાજકીય તેમ જ આર્થિક રીતે અશાંતિ પ્રવર્તે છે. પાકિસ્તાન માં હમણાં જ સત્તાપલ્ટા બાદ અસ્તિત્વ માં આવેલી નવી સરકાર જ્યારે શ્રીલંકા અને નેપાળ ભયાનક આર્થિક મંદી અને તળિયે પહોચેલા વિદેશી હૂંડિયામણ ના કારણે વિવિધ તકલીફો ભોગવી રહ્યા છે.જો કે શ્રીલંકા માં પરિસ્થિતિ ભયાવહ છે અને દેશ ગૃહયુધ્ધ તરફ ધસી રહ્યા ના અણસાર છે. આ અગાઉ શ્રીલંકા માં ૧ લી એપ્રિલે ક ટ ક ટી લાધા બાદ ૬ઠ્ઠી એપ્રિલ એ કટોકટી હ ટ વી લેવાઈ હતી. જો કે શ્રીલંકા ની ખરાબ આર્થિક સ્થિતિ ના કારણે દેશ ની જનતા એ શુક્રવારે નેશનલ એસેમ્બલી માં કરેલા હિંસક પ્રદર્શન બાદ રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે એ ફરીથી ઈમર્જન્સી લાદવા ની જાહેરાત કરી હતી. ત્યાર બાદ સોમવારે વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે એ વિપક્ષ ના દબાણ માં આવી ને રાજીનામુ આપવું પડ્યું હતું. જો કે તેમના રાજીનામા થી નારાજ સમર્થકો એ રાજધાની કોલંબો માં હિંસક ઘટનાઓ ને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ ગુસ્સે ભરાયેલા વિરોધીઓ એ પણ હિંસા ઉપર ઉતરતા ફાટી નિકળે લી વ્યાપક હિંસા માં એક સાંસદ સહિત ૮ લોકો ના મોત થયા છે, જ્યારે સેંકડો ઘાયલ થયા હતા. સોમવારે હિંસા ઉપર ઉતરેલા હજારો પ્રદર્શનકારીઓ રાજીનામુ આપી ચૂકેલા વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે ના સત્તાવાર નિવાસસ્થન ટેમ્પલ ટ્રી’ નો દરવાજો તોડી ને અંદર ઘુસી ગયા હતા.

ત્યાં ઉભેલી એક ટ્રક ને આગ ને હવાલે કર્યા બાદ નિવાસ સ્થાન ની અંદર પણ ફાયરીંગ કરવા માં આવ્યું હતું. જો કે સદ્ભાગ્યે સલામતી રક્ષકો એ આંદોલનકારીઓ પહોંચે તે પહેલા જ વડાપ્રધાન અને તેમના પરિવાર ને કે હેલિકોપ્ટર દ્વારા નેવલ સ્ટેશન ના સલામત સ્થળે ખસેડી દીધા હતા. જો કે ગુસ્સે ભરાયેલા આંદોલનકારીઓ ને રાજપક્ષે પરિવાર ના મળતા તેમના પૈતૃક ઘર માં મોટાપાયે તોડફોડ કર્યા બદા ઘર ને આગ ને હવાલે કરી દીધું હતું. જ્યારે શ્રીલંકા ના સાંસદ જનકબ||દારા ટેનાકૂન ના દાંબુલા સ્થિત ઘર ને આગ | લગાડાયા ઉપરાંત પૂર્વ મંત્રી સેહિતા બબોગ નાવઈને ના આવાસ ઉપર પણ હુમલો કરાયો હતો. હિંસા ઉપર ઉતરેલા આંદોલનકારીઓ સરકાર સાથે જોડાયેલા તમામ મંત્રીઓ, સાંસદો ને નિશાના ઉપર લીધા હતા. આ લખાય છે ત્યાં સુધી માં ૧૨ કેબિનેટ મંત્રીઓ ના ઘર ને સળગાવી દેવા માં આવ્યા હતા.પરિસ્થિતિ વિકટ બનતા જ્યારે રાજપક્ષે ના મંત્રીઓ અને સાંસદો એ કોલંબો છોડવા નો પ્રયત્ન કરતા આંદોલનકારીઓ એ તેમના વાહનો ને નિશાન બનાવ્યા હતા. પૂર્વમંત્રી જ્હોન્સન ફનન્ડિો પોતાની લક્ઝરી કાર માં કોલંબો થી ભાગી છૂટવા નો પ્રયત્ન કરતા હિંસક ટોળા એ ઝડપી લેતા તેમને કાર સહિત નાળા માં ફેંકી દીધા હતા. જ્યારે શાસક પક્ષ ના અન્ય એક સાંસદ અમરકિર્તી અથુકોí પણ જ્યારે ટોળા એ તેમના ઘર ઉપર હુમલો કરી દીધો ત્યારે સૌ પ્રથમ અમરકિર્દી એ વિરોધી ટોળા ઉપર ગોળીબારો કર્યા હતા. જો કે આમ છતા ટોળુ ના વિખેરાતા અને આગળ વધતા આખરે ભીડ થી બચવા તેઓ ઈમારત માં છુપાઈ ગયા હતા.

જો કે આખરે ઈમારત માં થી તેમનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. ૧૯૯૬ માં શ્રીલંકા ને પ્રથમ વાર ક્રિકેટ વર્લ્ડકપ જીત ડિનાર કપ્ત|ાન અર્જુન રણતુંગા એ શ્રીલંકા માં ફ લાવે લી હિંસા માટે શ્રી લક પોદુજા ના પ રામના (એસએલપીપી) પાર્ટી ને જવાબદાર ઠેરવી હતી. તેમણે જ હિંસક ટોળાઓ ને એકત્રિત કર્યા નો આરોપ લગાવ્યો હતો. ચીન ના આર્થિક દેવા ની જાળમાં ફસાયેલા શ્રીલંકા એ આ અગાઉ જ નાદારી જાહેર કરી હતી. આ જ રીતે ચીન ના દેવા માં ફસાયેલા નેપાળ માં પણ વિદેશી હૂંડિયામણ નું સંકટ ઘેરુ બનતા પેટ્રોલ, વિજળી સહિત જીવનજરૂરી વસ્ત ઓ ની ભારે અછત ઉભી થઈ છે. ચીન નાના દેશો ને ગંજાવર લોન આપી ને દેવા ની જાળ માં (ડેન્ટ ટ્રેપ) માં ફસાવી ને પછી તે દેશ માં પોતાના લશ્કરી થાણા, વસાહતો અને પોતાના જ કાયદા નું શાસન લાગુ કરી ગુલામ બનાવે છે. જો કે શ્રીલંકા ની પરિસ્થિતિ અતિ સ્ફોટક બની ગઈ છે અને દેશ ગૃહયુધ્ધ તરફ ઢસડાઈ રહ્યો છે. સમગ્ર દેશ માં આગ, હિંસા અને ભારે અરાજકતા નુ સામ્રાજ્ય પ્રવર્તે છે.