સત્તા કાયમી નથી ઃ રાજ ઠાકરે

મહારાષ્ટ્ર માં મસ્જિદો ઉપર લગાવાયેલા લાઉડસ્પિકરો સામે મનસે ના રાજ ઠાકરે એ ઉઠાવેલા વિરોધ ના પગલે દેશભર માં આ મામલો ફેલાયો હતો. જો કે મહારાષ્ટ્ર માં સત્તાધારી શિવસેના દ્વારા મનસે કાર્યકરકો સામે કામગિરી હાથ ધરાતા મનસે નેતા રાજ ઠાકરે પોતાના મોટાભાઈ અને મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે ને ખુલ્લો પત્ર લખતા જણાવ્યું હતું કે ક્યારેય સત્તા કોઈ ની કાયમી રહેતી નથી. મહારાષ્ટ્ર માં અઝાન વિરુધ્ધ હનમાન ચાલીસા ના પાઠ નો વિવાદ શિવસેના અને મનસે વચ્ચે હિન્દુત્વવાદી પાર્ટી ગણાવા નો વિવાદ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના નેતા આ મુદ્દો ઉઠાવ્યા બાદ સ્વ.બાળાસાહેબ ઠાકરે નો આજ મુદ્દે જૂનો વિડીયો સોશ્યિલ મિડીયા માં પોસ્ટ કરી ને રાજ્ય ની હિન્દુ જનતા ને એ સંદેશો આપવા પ્રયત્ન કર્યો હતો કે સાચા હિન્દુત્વવાદી અને બાળાસાહેબ ઠાકરે ના સિધ્ધાંતો અને આદર્શો ને જ તેઓ આગળ વહન કરી રહ્યા છે. આમ બાળા સાહેબ ઠાકરે ની હિન્દુવાદી વિરાસત ના સાચા વારસદાર માત્ર પોતે જ છે. તેમના સુપુત્ર ઉધ્ધવ ઠાકરે અને શિવસેના એ સત્તા ની લાલચ માં કોંગ્રેસ અને એનસીપી નો પાલવ પકડી બાળાસાહેબ ના નીતિનિયમો ને, હિન્દુ વિચારધારા ને ક્યાંય પાછળ છોડી ને દંભી સેક્યુલારીઝમ ની ટોપી ધારણ કરી લીધી છે.

શિવસેના ના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે પોતાની સત્તા લાલસા અને મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ની ખુરશી ને એટલો પ્રેમ કરે છે કે ન માત્ર ભાજપા ને દગો કર્યો, પરંતુ પોતના પિતાશ્રી ના જે આદર્શ અને સિધ્ધાંતો ઉપર શિવસેના બનાવી હતી તે આદર્શો અને સિધ્ધાંતો ની પણ હોળી કરી ને સેક્યુલર ટોપી પહેરી હિન્દુવિરોદી અને લઘુમતિ તુષ્ટિકરણ માં લાગી ગયા છે. જો કે મહારાષ્ટ ની અને દેશની જનતા બારીકાઈ થી આ બધુ જોઈ રહી છે. અત્યારે તો જનતા બેબસ છે. પણ આવનારા બીએમસી ના અને ત્યાર બાદ મહારાષ્ટ્ર ના ઈલેક્શન માં જનતા પોતા ના પ્રતિભાવ આપ્યા વગર રહેવા ની નથી. અત્યારે મનસે એ હિન્દુત્વ નો ઝંડો ઉપાડ્યો છે તે શિવસેના થી સહન નથી થતું અને સત્તા ની લાલચે તે આમ કરી શકતા નથી. આથી મહારાષ્ટ્ર પોલિસ નો ઉપયોગ કરી ને, મુંબઈ, પુના, થાણા થી સંખ્યાબંધ મનસે કાર્યકરો ની ધરપકડ કરી છે જ્યારે બીજા હજારો કાર્યકરો ને મારી, ધમકાવી તડીપાર કરી દીધા છે. આ બધી ઘટના થી વ્યગ્ર બનેલા મનસે ના રાજ ઠાકરે એ ઉધ્ધવ ઠાકરે ને ઓપન લેટર લખ્યો છે. પત્ર માં રાજ ઠાકરે એ મનસે ના કાર્યકરો સામે થઈ રહેલી કાર્યવાહીઓ ને અન્યાયી ગણાવી હતી. તેણે કહ્યું હતું કે સત્તા કાયમી રહેતી નથી.

અમારી સહનશીલતા ની કસોટી ના કરો. અમે તેનો જવાબ કઈ રીતે આપવો તે સારી રીતે જાણીએ છીએ. સરકાર ની આ અન્યાયી કાર્યવાહી ને મહારાષ્ટ્ર ની સાથે સમગ્ર હિન્દુ સમાજ જોઈ રહ્યો છે. અત્યાર સુધી માં મનસે ના ૨૮ હજાર કાર્યકરો ને લાઉડસ્પિકરકો અગે નોટીસ આપવા માં આવી છે. તેમની શોધ એ રીતે કરવા માં આવી રહી છે કે જાણે તેઓ કોઈ આતંકવાદી ના હોય ! શક્તિ તો આવે છે ને જાય છે. તાકાત ની તાંબા ની પ્લેટ કોઈ લાવ્યું નથી… | ઉધ્ધવ ઠાકરે તમે પણ નહીં. તમે અમારા હજારો કાર્યકરો ને ત્રાસ આપ્યો અને સેંકડો ને જેલ માં પણ પુરી દીધા. શા માટે ? શું ધ્વનિ પ્રદુષણ ને રોકવા અને મસ્જિદો માં થી લાઉડ સ્પિકરો દુર કરવા ની માંગણી કરવા માટે? છેલ્લા એક સપ્તાહ થી મહારાષ્ટ્ર માં મનસે ના કાર્યકરો ને દબાવવા માટે સરકાર જે રીતે પોલિસ બળ નો મહારાષ્ટ્ર સરકાર જે રીતે ઉપયોગ કરી રહી છે શું રાજ્ય સરકારે ક્યારેય મસ્જિદો માં છૂપાયેલા હથિયારો પકડ્યા કે આતંકવાદીઓ ને શોધવા માટે આવું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે? પોલિસ અમારા સહયોગી સંદિપ દેશપાંડે અને અન્ય કાર્યકરો ને એવી રીતે શોધી રહી છે કે જાણે તેઓ પાકિસ્તાન ના કોઈ ખૂંખાર આતંકવાદી ના હોય? તમામ મરાઠી લોકો તથા દેશભર ના હિન્દુઓ આ સઘળુ ઉઘાડી આંખે જોઈ રહ્યા છે. તેઓ જાણે છે કોણે પોલિસ ને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના સૈનિકો સામે આ ક્રૂર દમનકારી પગલા લેવા નો આદેશ આપ્યો છે.રાજ ઠાકરે ની ઔરંગાબાદ ની રેલી માં ઉમટેલી જંગી માનવ મેદની એશિવસેના, કોંગ્રેસ અને એનસીપી ની ઉંઘ ઉડાડી દીધી હતી. શરદ પવાર રાજ ઠાકરે ની કાર્યપધ્ધતિ અંગે સવાલ ઉઠાવતા કહે છે કે રાજ મોટા ઉપાડે કોઈ પ્રશ્નો ઉપાડે છે તો ખરા, પરંતુ બાદ માં તેનો કોઈ નિવેડો લાવ્યા વગર વિવાદ ને અધવચ્ચે જ પડતો મૂકે છે તેમ આ મામલો પણ અધૂરો જ છોડશે. જ્યારે શિવના ના ઉધ્ધવ ઠાકરે અને તેમના બહુ બોલકા સલાહકાર, માર્ગદર્શક સંજય રાઉત ને રાજ ઠાકરે તેમની પાસેથી, હિન્દુત્વવાદી પાર્ટી કે જેઓ છોડી ચૂક્યા છે, પરંતુ રાજ ઠાકરે તે મુદ્દો કે ઝંડો ઉપાડે તે બિલકુલ મંજુર ના હોવા થી તેને ભાજપા ની “ડી” ટીમ ગણાવે છે.

Leave a Reply

Your email address will not be published.