સામાચારો સંક્ષિાત માં
-મહારાષ્ટ્રમાં એમેઝોન વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. એમેઝોન ઉપર ગર્ભપાતની દવા પ્રિસ્ક્રીપ્શન વગર વેચવાનો આરોપ લગાવાયો છે. તદુપરાંત ફરિયાદીને દવાની ડિલીવરી સાથે તેનું બિલ પણ અપાયું નથી. આમ ડ્રગ કન્ટ્રોલની ધારા અંતર્ગત કેસ દાખલ કરાયો છે.
– દેશમાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસ્પિ ત પ્રદેશો માટે એડવાઈઝરી જાહેર કરી છે. એક અનુમાન મુજબ તાપમાન નો પારો ૧૦ ડિગ્રી સુધી વધવાની સંભાવના છે. નિષ્ણાંતોની સલાહ મુજબ બપોરે ૧૨ થી ૩ ઘરની બહાર નિકળવા, જરુરી હોય તો છત્રી, ટોપી, ટુવાલથી માથું ઢાંકીને રાખવા તેમ જ તરસ ના લાગી હોય તો પણ પાણી પીતા રહેવાની સલાહ અપાઈ છે.
– ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરેલી જાહેરાત અનુસાર ચાલુ વર્ષે રાજ્યમાં ધો.૧ થી ધો.૮ ના વિદ્યાર્થીઓને કોરોના ના કારણે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. આ માટે વિદ્યાર્થીના ગુણ કે ગ્રેડ ને ધ્યાનમાં લીધા વગર પરિણામ જોયા વગર જ આગળના ધોરણમાં માસ પ્રમોશનથી પહોંચી જશે.
– જૂનાગઢ ભારતી આશ્રમના મહામંડલેશ્વર પૂ. હરિહરાનંદ ભારતી બાપુ એ છેલ્લા બે દિવસથી લાપત્તા હોવા ઉપરાંત તેમનો સંપર્ક કરવા ફોન કરાતા, ફોન પણ સ્વીચ ઓફ આવતો હોવાથી તેમના આશ્રમના સેવકો દ્વારા શોધખોળ કરાઈ રહી છે. બે દિવસ અગાઉ અમદાવાદ ચેકઅપ કરાવી પરત જતી વખતે કપૂરી ચોકડી ખાતે ઉતર્યા બાદથી બાપુ લાપતા થઈ ગયા છે.
– ભારતમાં સોમવારે દેશભરમાં મુસ્લિમ સમુદાય પવિત્ર રમઝાન મહિના બાદ ઈદનો તહેવાર મનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ યુરોપના પ્રવાસેથી ટ્વિટ કરીને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈદ મુબારક પાઠવતા આ પાવન પર્વ પ્રેમની ભાવનાનો સંચાર કરે તેવી મનોકામના પાઠવી હતી.
– ભારતમાં ઉનાળો શરુ થતા જ વરસી રહેલી કાળઝાળ ગરમીના કારણે સૌથી વધુ હેરાન શાળાએ જતા બાળકો થાય છે. આથી હરિયાણા સરકારે આવકારદાયક પગલુ લેતા રાજ્યની શાળાઓના સમયમાં કામચલાઉ ફેરફાર કરી દીધો છે. જે મુજબ હરિયાણામાં તમામ શાળાઓનો સમય હવે સવારે ૭ વાગ્યાથી બપ|ોરના ૧૨ સુધીનો કરી દેવાયો છે.
– ચીનમાં છેલ્લા એક માસ કરતા અધિક સમયથી શાંઘાઈમાં લોકડાઉન બાદ હવે પાટનગરી બેઈજિંગમાં કોરોનાનો કહેર વકર્યો છે. જયાં શાંઘાઈમાં રાહત થતા પરંતુ રાજધાની બેઈજીંગ માં હવે કડક પ્રતિબંધો – જેવા કે રેસ્ટપેરેન્ટ માં ડાઈન-ઈન બંધ તેમ જ સાર્વજનીક સ્થળમાં પ્રવેશવા માટે કોરોના ના ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ આવશ્યક બનાવાયો છે.
– છેલ્લા બે વર્ષથી કોરોના રોગચાળાના કારણે ખરાબ રીતે અસરગ્રસ્ત ઉડ્ડયન ક્ષેત્ર ફરી ધમધમવા લાગ્યું છે. અધિકૃત એરલાઈન્સ ગાઈડના જણાવ્યા પ્રમાણે – તેમના જારી કરાયેલા ડેટા પ્રમાણે ભારતની પાટનગરી નવી | દિલ્હીનું ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દુબાઈને પાછળ છોડીને વિશ્વનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની ગયું છે.
– પોલેન્ડમાં નાટોના ૨૦ દેશોના ૧૮,૦૦૦ સૈનિકો યુધ્ધાભ્યાસ કરી રહ્યા છે. તેઓ અત્યાધુનિક શસ્ત્રો સાથે અભ્યાસ કરી રહ્યા છે. પોલેન્ડ એ આ અંગે પોતાના નાગરિકોને ચેતવણી આપી હતી કે આ કવાયતમાં ભાગ લઈ રહેલા લશ્કરી વાહનોના આવાગમન અંગે એક શબ્દ પણ ઉચ્ચારવો નહીં તેમ જ તેના કોઈએ ફોટા લેવા નહીં.
– કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર ખરિફ સિઝન માટે સરકાર પાસે યુરિયા, ડીએપી. એનપીકે અને અન્ય ખાતરોનો સ્ટોક તેની માંગ કરતા પણ વધારે છે. સરકાર આ વર્ષે ખેડૂદોને ૨.૫ લાખ કરોડ રૂા.ની ખાતર ઉપર સબસિડી આપશે જે અત્યાર સુધીનો રેકર્ડ હશે.
– ભારતમાં તાપમાનમાં મહત્તમ વધારો થતા જ ગૃહવપરાશમાં વપરાતા એસીની માંગમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. ભારતમાં એરૂની મોટી કંપનીઓ જેવી કે વોલ્ટાસ, એલજી, હાયર, હિટાચી, પેનાસોનિકના એપ્રિલ માસ ના સેલમાં રેકર્ડ સ્તરે વધારો નોંધાયો છે. આ વર્ષે વેચાણમાં અસહ્ય ગરમીના કારણે વેચાણમાં ૧૦૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. એકલા પેનાસોનિક એ એપ્રિલ માસ માં ૧ લાખ યુનિટતેનું વેચાણ કર્યું છે. જ્યારે હિટાચીએ ગત વર્ષના એપ્રિલ માસની સરખામણીએ બમણાથી અધિક એસીનું વેચાણ કર્યું છે.
– વડાપ્રધાન મોદીએ જર્મનીના ચાન્સેલર એલાફ સ્કોલ્મને ગુજરાત મૂળની એક હસ્તકલા સેહાલી ભેટમાં આપી હતી. ઈરાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલા પારસી સમુદાયની આ હસ્તકલા છે જે ખાતમ નામની માયેટ્રીમાંથી પર્શિયન સાથે સામ્યતા ધરાવે છે.
– ૧ લી મે ના ગુજરાત દિને અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલની વ્હાર રિલાયન્સ ઈન્ડસ્ટ_ઝ લિમિટેડ દ્વારા ધ ગીર ગેલેરી ખુલ્લી મુકાઈ છે. ધ ગીર એશિયાઈ સિંહોના વિશ્વના એક માત્ર રહેઠાણ સાસણ ગીર ની પ્રતિકૃતિ છે.
– ભારતમાં ડીઆરડીઓ દ્વારા પોખરણ ફાયરીંગ રેન્જમાંથી એડવાન્સ ટોડ આર્ટિલરી ગન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું હતું. આ પરીક્ષણ ૨૬ મી એપ્રિલથી ૨ જી મે દરમ્યિાન યોજાયું હતું. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પરીક્ષણની સાથે ઈમેજિંગ ઈન્ફારેડ સ્કિલ સિસ્ટમ સહિત મિસાઈલનું સંપૂર્ણ સિસ્ટમ પ્રદર્શન સફળ રહ્યું હતુ.
– ભારતીય ચૂંટણી પંચે ખાણ લીઝ મામલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને નોટિસ પાઠવી છે. ખાણની લીઝ તેમના પક્ષમાં આપવાથી પ્રથમ દૃષ્ટિએ લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ ની કલમ ૯ એ નું ઉલ્લંઘન થયું છે. ચૂંટણી પંચે હેમંત સોરેન ને પોતાનો જવાબ રજુ કરવા ૧૦ મી મે સુધીનો સમય આપ્યો છે.
– પંજાબમાં પટિયાલા હિંસા કેસના આરોપી શિવસેના ના નેતા હરીશ સિંગલા અને શંકર ભારદ્વાજ ને પટિયાલા કોર્ટે ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. જ્યારે અન્ય આરોપી ગમ્મી પંડિતને ૨ દિવસના પોલિસ રિમાન્ડ મંજુર કર્યા હતા. શુક્રવારે આપ” સરકારના શાસનમાં ખાલિસ્તાન વિરhધી કૂચ કાઢવાનો અને સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનો તેમની ઉપર આરોપ લગાવાયો છે. હરિશ સિંગલા એ ખાલિસ્તાની સંગઠન શિખ ફોર જસ્ટિસના ૨૯મી એપ્રિલના રોજ પ્રસ્તવિત ખાલિસ્તાન સ્થાપના દિવસના વિરોધમાં