હવે દિલ્હી માં દારુ ની હોમ ડિલીવરી

દિલ્હી માં વિક્રમી સંખ્યા માં દારુ ની દુકાનો ખોલવા ની મંજુરી આપી ને કરોડો રૂા. મેળવ્યા બાદ પણ જાણે દિલ્હી ની જનતા ને જીવનજરુરી પ્રાથમિકતા ની વસ્તુ દારુ હોય તેમ હવે દારુ ની હોમ ડિલીવરી ની પણ સગવડ શરુ કરવા માં આવનારી છે.દિલ્હી ના અસંખ્ય વિસ્તારો માં નળ માં પાણી નથી આવતું. આવા વિસ્તકરો માં ટેન્કર દ્વારા પાણી પહોંચાડાય છે અને લોકો પાણી માટે પડાપડી કરે છે. સાત વર્ષ ના શાસન માં આપ” ની સરકાર ઘરે પાણી તો નથી પહોંચાડી શકતી, પરંતુ હવે દારુ ઘરે બેઠા મેળવી શકાશે. નવી સરકારી નીતિ માં ૨૦૨૨-૨૩ ની આબકારી નીતિ ને સૂચિત કરતા પહેલા દરેક વોર્ડ માં ઓછા માં ઓછી બે દારુ ની દુકાન ખોલવા ની જરુરિયાત ને દૂર કરવા માં આવી શકે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨૨૩ માટે જૂન માં સૂચિત થનારી આબકારી નીતિ અંગે મંત્રીઓ ના જૂથ દ્વારા સમાન ભલામણ કરવા માં આવી હતી. તદુપરાંત જીએમએમએ દારુની હોમ ડિલીવરી કરવા ની પણ ભલામણ કરી હતી. જો કે દરેક જણ આવી દારુ ની ડિલીવરી કરી શકશે નહીં. સરકાર દારુની હોમ ડિલીવરી કરનારી કંપનીઓ ને લિસ્ટ કરશે માત્ર લિસ્ટેડ કંપનીઓ જ ડિલીવરી વિસ્તાર માં સ્થપનિક દુકાન માં થી દારુની ડિલીવરી લેશે. અત્રે નોંધનીય છે કે હોમ ડિલીવરી ની સુવિધા દિલ્હી ની નવી એક્સાઈઝ પોલિસી માં હોવા ઉપરાંત જૂની એક્સાઈઝ પોલિસી માં પણ છે જ. પરંતુ આજ દિન સુધી તેને અમલ માં લાવી શકાઈ નથી. કારણ કે હોમ ડિલવરી અંગે કોઈ સિસ્ટમ બનાવી શકાઈ જ નથી. હાલ માં દિલ્હી માં હોમ ડિલીવરી માટે એલ-૧૩ કેટેગરી ના લાયસન્સ ની જરુર પડે છે. જો કે હોમ ડિલીવરી ની નવી સિસ્ટમ માટે કેબિનેટ ની મંજુરી બાદ જ નિર્ણય લેવા માં આવશે. અન્ય એક બાબત માં જીઓએમ એ દારુ ની કિંમતો ઉપર આપવા માં આવતી છૂટ ઉપર ના કોઈ પણ પ્રકાર ના પ્રતિબંધ ને નકારી કાઢ્યો હતો. જીઓએમએ ના જણાવ્યા પ્રમાણે તંદુરસ્ત સ્પર્ધા માટે દારુ ઉપર મુક્તિ ચાલુ રાખવા ની વ્યવસ્થા જરુરી છે. જો કે એક સાથે સેંકડો નવી દારુ ની દુકાનો ખુલતા વિવિધ વિક્રેતાઓ દ્વારા અપાતી અવનવી સ્કીમો અને ભાવ માં ભારે છૂટછાટ ના પરિણામે આવી દુકાનો ઉપર ઉમટતી ભીડ અને લાગતી લાંબી કતારો ની દેખરેખ વધારવા માં આવશે.

Leave a Reply

Your email address will not be published.