અદાણી બન્યા સિમેન્ટ કિંગ

ભારત ના સર્વાધિક શ્રીમંત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એ ઓફશર સ્પેશ્યિલ પરપઝ વ્હિકલ મારફતે ભારત ની બે દિગ્ગજ સિમેન્ટ કંપનીઓ એસીસી લિમિટેડ અને અંબુજા સિમેન્ટ લિમિટેડ માં સ્વિન્ઝર્લેન્ડ સ્થિત હોલસિમ લિમિટેડ નો સંપૂર્ણ હિસ્સો ૧૦.૫૦ અબજ ડોલર એટલે કે ૮૧ હજાર કરોડ રૂ. માં હસ્તગત કરી લીધી હતી. આને ભારત ની અત્યાર સુધી ની સૌથી મોટી એમ એન્ડ એ ડીલ માનવા માં આવે છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ૧૯૮૮ માં કોમોડીટી ટ્રેડીંગ કંપની તરીકે કારhબાર શરુ કરનાર અદાણી હવે બની ગયુ છે અદાણી ગૃપ. જેમણે પોર્ટ માં કારોબાર ના વિસ્તરણ બાદ રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ ચાલુ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષો માં અને ખાસ તો ૨૦૧૯ માં કેન્દ્ર માં ભાજપા ની સરકાર આવ્યા બાદ કંપની નો કલ્પનાતીત વિકાસ કર્યો. વડાપ્રધાન મોદી ના ખાસ અને પ્રિતીપત્રિ ગણાતા ગૌતમ અદાણી એ ગ્રીન એનર્જી, મિડીયા, કન્સ્ટ્રક્શન, માઈનિંગ, ઓઈલગેસ-સીએનજી, એરપોર્ટ ઓપરેશન્સ અને ફૂડ પ્રોસેસીંગ માં પણ વ્યાપ વધાર્યો છે. હજુ ગત વર્ષે અદાણી સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ નામ થી સિમેન્ટ સેક્ટર માં પ્રવેશી હવે એ સીસી અને અંબુજા સિમેન્ટ જેવી |સિા મે – કંપનીઓ ને ટેકઓવર કરી ને તે સિમેન્ટ સેક્ટર માં મોટા કદ ની કંપની બની ગઈ છે અદાણી જુથે સ્વિત્કર્લેન્ડ ની જે હોલસિમ કંપની સાથે ૮૧ હજાર કરોડ રૂા.ની આ બે સિમેન્ટ કંપનીઓ માટે ડીલ કરી છે તે કંપની સ્વિસ બિલ્ડીંગ મટિરિયલ કંપની છે.

હોલસિમ કંપની એ ૧૭ વર્ષ અગાઉ ભારત માં કારhબાર ની શરુઆત કરી હતી. હોલસિમ ગૃ પ ની અંબુજા સિમેન્ટ અને એસીસી સિમેન્ટ માં મોટી હિસ્સેદારી છે. અંબુજા સિમેન્ટ ૭૮૧૧૮ કરોડ ની વેલ્યુ ધરાવતી ગંજાવર કંપની માં હોલ્ડર ઈન ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા હોલસિમ ની ૬૩.૧ ટકા હિસ્સેદારી છે. તદુપરાંત હોલસિમ નો અલગ થી ૪.૪૮ ટકા હિસ્સો છે. હવે નિયમનકારી મંજુરી બાદ આ ડીલ પુરી થશે. અંબુજા સિમેન્ટ માટે ઓપન ઓફર પ્રાઈસ શેરદીઠ ૩૮૪ રૂા. જ્યારે એસીસી માટે શેરદીઠ ૨૩૦૦ રૂા. છે. હોલસિમ ની અંબુજા સિમેન્ટ માં અને એસીસી માં હિસ્સો તથા ઓપન ઓફર કન્સીડરેશન વેલ્યુ ૧૦૫ અબજ ડોલર એટલે કે ૮૧ હજાર કરોડ રૂ.નો છે. હવે આ બન્ને સિમેન્ટ કંપનીઓ અંગે ની વિગતો માં વર્તમાન સમય માં તેમની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સંયુક્ત પણે ૭૦ મિલિયન ટન ની છે. ભારત ની બન્ને મજબૂત બ્રાન્ડસ હોવા ઉપરસંત મજબૂત સપ્લાય ચેઈન ઈન્ફાસ્ટ્રક્ટર છે. જેમાં ર૩ સિમેન્ટ પ્લાન્ટ, ૧૪ ગ્રેડીંગ સ્ટેશન્સ, ૮૦ રેડી મિક્સ કોંક્રીટ પ્લાન્ટ્સ તથા સમગ્ર ભારત માં ૫૦ હજાર થી અધિક ચેનલ પાર્ટનર્સ છે. જો કે આદિત્ય બિરલા ગૃ ૫ ની અલ્ટા ટ્રેક સિમેન્ડ દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની છે જેની વાર્ષિક ઉત્પદિન ક્ષમતા ૧૧૯ મિલિયન મેટ્રીક ટન ની છે. આ હસ્તાતરણ ની માહિતી આપતા અદાણી ગૃપ ના ચેરમેન ગૌતમ અદાણી એ સોશ્યિલ મિડીયા ઉપર જણાવ્યું હતું કે ભારત ની કહાની માં અમારો અતૂટ, અડગ વિશ્વાસ છે. ભારત માં હોલસિમ ની સિમેન્ટ કંપનીઓ ને અમારા જૂથ માં મેળવી ને અમારી ગ્રીન એનર્જી અને લોજિસ્ટિક સાથે જોડી ને તેને વિશ્વ ની સૌથી મોટી ગ્રિરેસ્ટ સિમેન્ટ કંપની બનાવીશું.

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે આગામી દાયદાઓ સુધી ભારત સિમેન્ટ નું વિશ્વ નું સૌથી વધુ માંગ ધરાવતા અ તાત્ર તરીકે જ ળ વાઈ રહેવા ની સંભાવનઓિ છે.આ ઉપર સંત ભારત વિશ્વ નું બીજા ક્રમનું મોટુ સિમેન્ટ બજાર હોવા છતા સરેરાશ વૈશ્વિક ધોરણે માથાદીઠ સિમેન્ટ નો વપરાશ અડધા થી પણ ઓછો છે. આ પ્રસંગે હોલસિમ લિમિટેડ-સ્વિન્ઝર્લેન્ડ ના સીઈઓ જેન જેનિશ એ જણાવ્યું હતું કે અમને ખુશી છે કે અદાણી ગૃપ આગામી સમય માં વિકાસ ના માર્ગે આગળ વધવા માં ભારત ના અમારા બિઝનેશ ને હસ્તગત કરી રહ્યું છે.ભારત ની ટોચ ની પાંચ સિમેન્ટ કંપનીઓ અનુક્રમે (૧) અાક સિમેન્ટ-૨૧૩,૮૮૨ કરોડ માર્કેટ કેપ (૨) શ્રી સિમેન્ટ -૯૪,૭૮૪ માર્કેટ કેપ (૩) અંબુજા સિમેન્ટ-૭૪૯૭૮ કરોડ (૪) એ લસી સિમેન્ટ – ૪૩૪૦૨ કરોડ અને (૫) દાલમિયા ભારત ની ૩૫,૨૧૨ કરોડ માર્કેટ કેપ છે. આ પૈકીની હવે ૩ નંબર અને ૪ નંબરની કંપની સાથે અદાણી સિમેન્ટ સેક્ટરમાં પણ એક મોટા ખેલાડી તરીકે ઉભર્યા છે.

Leave a Reply

Your email address will not be published.