અભિમન્યુ – શર્લી ની નિકમા

ડિરેક્ટર શબ્બીર ખાન ની ફિલ્મ નિકમ્મા ૧૭ જૂને રિલીઝ થઈ રહી છે. જેમાં શિલ્પા શેટ્ટી, અભિમન્યુ દાસાની, શર્લી શેતિયા મુખ્ય ભૂમિકા I માં છે. આ શિલ્પા શેટ્ટીની ૧૪ વર્ષ પછી ફરી | સિલ્વર સ્ક્રીન ઉપર કમબેક કરતી ફિલ્મ છે. જ્યારે ફિલ્મ નો હિરો અભિમન્યુ દાસાની તે T ફિલ્મ મૈને પ્યાર કિયા ફેમ ભાગ્યશ્રી નો સુપુત્ર આ ફિલ્મ જૂન ૨૦૧૯ માં એનાઉન્સ કરાઈ હતી અને જુલાઈ ૨૦૧૯ થી શુટિંગ શરુ થયું હતું. પરંતુ ત્યાર બાદ માર્ચ ૨૦૨૦ થી કોરોના ના હિસાબે શુટિંગ અટકી ગયું હતું. આ ફિલ્મ ૨૦૧૩ ની તેલુગુ ફિલ્મ મિડલ ક્લાસ | અમ્બાયી ની હિન્દી રિમેક છે. શિલ્પા શેટ્ટી પણ ૧૪ વર્ષ ના વનવાસ બાદ કમબેક કરતી હોવાથી તેના માટે પણ ખાસ મહત્વ ની ફિલ્મ છે જે તેના ચાહકો, પ્રશંસકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.

જ્યારે આ ફિલ્મ ના ટ્રેલર લોંચ ઈવેન્ટ માં શિલ્પા શેટ્ટી રાબેતા મુજબ ખૂબ જ ગોર્જિયસ લાગતી હતી. જ્યારે પોતાના પુત્ર ની ફિલ્મ ના ટ્રેલર લોંચ ઈવેન્ટ માં અભિમન્યુ દાસાની ના પિતા હિમાલય દાસાની અને માતા ભાગ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે સ્ટેજ ઉપર ભાગ્યશ્રી પોતાના પુત્ર ની ફિલ્મ ની વાત કરતા ખૂબ જ ઈમોશ્નલ થઈ ગઈ હતી. તેણે ઓડિયન્સ ને |પૂછ્યું હતું કે તમને આ નિકમ્મો કેવો લાગ્યો ? તેણે કોવિડ ના કારણે બે વર્ષ સુધી ખેંચાઈ ગયેલી આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે.આશા રાખું છું તમને બધા ને એની મહેનત એના કામ માં જરુર દેખાશે. આ ફિલ્મ ના અન્ય કલાકારો માં સમીર સોની, સુનીલ ગ્રોવર, દિપરાજ રાણા અને શાન કક્કર છે. આ અગાઉ શિલ્પા શેટ્ટી ની ફિલ્મ અપને ૨૦૦૭ માં થિયેટર માં રિલીઝ થઈ હતી. ગત વર્ષે હંગામા-૨ કોરોના પ્રતિબધો ના કારણે થિયેટર્સ બંધ હોવાથી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર રજુઆત પામી હતી.

Leave a Reply

Your email address will not be published.