અલવિદા કોંગ્રેસ – સુનિલ જાખડ

પંજાબ પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખડે જ્યારે કોંગ્રેસ પાર્ટી રાજસ્થાન ના ઉદેપુર ખાતે ચિંતન શિબિર કરી રહી છે ત્યારે જ કોંગ્રેસ ની નીતિ-રીતિ ઉપર આકરા પ્રહારો પોતાના ફેસબુક લાઈવ માં કરી અંતે પોતાની કોંગ્રેસ છોડવા ની જાહેરાત કરી હતી.પૂર્વ પંજાબ પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડ આ અગાઉ પણ તેમને પ્રદેશ પ્રમુખ ના પદ ઉપર થી હટાવી ને નવજોત સિધ્ધ ને બનાવતા, તેમ જ કેપ્ટન ને હટાવી ને જે રીતે ચન્ની ને મુખ્યમંત્રી બનાવાયા તે સામે પોતાની નારાજગી દર્શાવી ચુક્યા હતા. પોતાના ફેસબુક લાઈવ માં કોંગ્રેસ નેતાગિરી ઉપર આકરા પ્રહારો કરતા કોંગ્રેસ ની નેતાગિરી ગુંડાઓ થી ઘેરાયેલી ગણાવી હતી. તેમણે કેપ્ટન અમરિંદરસિંગ ના રાજીનામા બાદ અંબિકા સોની એ આપેલા નિવેદન ઉપર પણ સીધો હુમલો કર્યો હતો. અંબિકા સોની એ એવું કહી ને પંજાબ નું અપમાન કર્યું હતું કે રાજ્ય માં હિન્દુ નેતા ને (સુનિલ જાખડ ને) સીએમ બનવિવા માં આવશે તો પંજાબ તો પંજાબ માં આગ લાગી જશે. આ ઉપરાંત તેમણે પંજાબ ના પૂર્વ પ્રભારી હરિશ રાઉત ઉપર પણ પાર્ટી માં વિવાદ વખતે તેમની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા હતા.

DGTLmart

કોંગ્રેસ ની શિસ્ત સમિતિ દ્વારા મને નોટીસ આપવી ખૂબ જ દુઃખદ હતું. પરંતુ શિસ્ત સમિતિ ના રિપોર્ટ ઉપર મને પાર્ટી ના તમામ પદો હા ઉપર થી દૂર કરવા નો કોંગ્રેસ અધ્યક્ષા | શ્રીમતિ સોનિયા ગાંધી નો પત્ર એક મજાક થી વિશેષ ન હતો. જ્યાં હું પાર્ટી માં કોઈ પદ ઉપર હતો જ નહીં, ત્યાં હટાવવા ની વાત મજાક નહીં તો શું છે. ચિંતન શિબિર ના બદલે ચિંતા શિબિર ની આવશ્યકતા હતી. દેશ ના મોટાભાગ ના રાજ્યો માં કોંગ્રેસ ની હાલત નાજુક છે. ઉત્તરપ્રદેશ ની ચૂંટણી માં – વિધાનસભા ની ચૂંટણી માં લગભગ ૩૯૦ બેઠકો ઉપર કોંગ્રેસ ના ઉમેદવારો માત્ર બે હજાર થી ઓછા મતો મળ્યા છે. આટલા મતો તો પંચાયત ની ચૂંટણી માં મળે છે. કોંગ્રેસ માં અંબિકા સોની જેવા નેતાઓ નું વર્તુળ કામ કરી રહ્યું છે. સોનિયા ગાંધી આવા વર્તુળપાથી બહાર આવે અને આ સાથે તેમણે કોંગ્રેસ ને શુભકામનાઓ પાઠવવા ની સાથે અલવિદા પણ કરી દીધું હતું. હવે કોંગ્રેસ એ નક્કી કરવા નું છે કે તેઓ ને ચિંતન શિબિર ની જરુર હતી કે ચિંતા શિબિર ની?

તા.ક. સુનિલ જાખડ ભાજપા માં

Leave a Reply

Your email address will not be published.