આરાધ્યા પોઝ આપવા માં મગ્ના
બોલિવુડ ના મહાનાયક અમિતાભ બચ્ચન ની પૌત્રી અને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા ની સુપુત્રી આરાધ્યા બચ્ચન પણ મુંબઈ એરપોર્ટ ઉપર ફોટોગ્રાફર્સ ને જોઈ ને ખુશી ખુશી પોઝ આપતી જોવા મળી હતી. જાણે કે મોર ના ઇંડા ચિતરવા ના ઐશ્વર્યા ની સુપુત્રી આરાધ્યા હવે થોડી મોટી થઈ ગઈ છે અને પિતા અભિષેક બચ્ચન ના ખભા જેટલી હાઈટ થઈ ગઈ છે. નાનપણ થી જ હંમેશા જાહેર ઈવેન્ટ માં કે એરપોર્ટ ઉપર હંમેશા મોમ નો હાથ પકડી ને ચાલતી આરાધ્યા હમણા તેના માતાપિતા સાથે મુંબઈ ના એરપોર્ટ ઉપર દેખાઈ હતી. જો કે આ વખતે બ્લેક આઉટફીટ માં સજ્જ એશ અને પિંક ડ્રેસ માં ખૂબ ક્યુટ લાગતી આરાધ્યા નો હાથ હોતો પકડ્યો પરંતુ ખભે હાથ રાખ્યો હતો.

ફોટોગ્રાફરો ની વિનંતી ઉપર ત્રણેય જણા – અભિષેક બચ્ચન, ઐશ્વર્યા અને આરાધ્યા એ તસ્વીરો ખેંચાવી ફોટોગ્રાફર્સ ને ખુશ કરી દીધા હતા. જો કે આરાધ્યા ને ફોટ|ોગ્રાફર્સ ને પોઝ આપવા નો અંદાજ જોઈ ને મમ્મા એશ પણ ખુશ થઈ ગઈ હતી. આખો પરિવાર મોટાભાગે કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે બહાર જઈ રહ્યો હતો. ઐશ્વર્યા ૨૦૦૨ થી નિયમિત કાન ફિલ્મ ફેસ્ટિવલ માં જાય છે. જો કે આ સેલિબ્રિટી કપલ એશ અને અભિષેક ફોટોગ્રાફર ને પોઝ આપ્યા પછી એરપોર્ટ ના ગેટ તરફ વળી ગયા પરંતુલિટલ અને ન્યુ સેલિબ્રિટી આરાધ્યા ફોટોગ્રાફર ને પોઝ આપવા માં જ મસ્ત હતી. આખરે એશ એ થોડી કડકાઈ થી બૂમ પાડતા આરાધ્યા મોમ-ડેડ પાછળ ગઈ પરંતુ પાછા વળી ને પણ ફોટોગ્રાફર્સ ને સ્માઈલ આપતી રહી. જો કે આ વર્ષે એશ ઉપરાંત કાન માં દિપીકા પાદુકોણ, હિના ખાન, અદિતી રાવ હૈદરી અને પૂજા હેગડે પણ રેડ કાર્પેટ ઉપર જોવા મળશે.