એન્ડ્રયુ સાયમન્ડસ નું નિધન

સમગ્ર વિશ્વ ના ક્રિકેટ ચાહકો માટે શનિવારે રાત્રે ખૂબ આંચકાજનક સમાચાર આવ્યા કે ઓસ્ટ્રેલિયા ના પૂર્વ ક્રિકેટર, ૪૭ વર્ષીય એન્ડ્રયુ સાયમન્ડસ નું ઓસિ. માં એક કાર અકસ્માત માં દુઃખદ નિધન થયું હતું.ઓસ્ટ્રેલિયા ના ક્વિન્સલેન્ડ માં શનિવારે રાત્રે લગભગ ૧૦.૩૦ વાગે કાઉન્સ વિલ થી ૫) | કિ.મી. દૂર હર્વે રેન્જ ખાતે થયેલા કાર અક્સમાત માં સાયમન્ડસ ને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત સમયે સાયમન્ડસ કાર માં એકલો જ હતો અને પૂર ઝડપે દોડતી કાર ખુદ સાયમન્ડસ જ ડ્રાઈવ કરતો હતો. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પેરામેડિક ની ટીમે સાયમન્ડસ ને બચાવવા ના ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ ગંભીર ઈજાઓ ના કારણે તેનું દુઃખદ નિધન થયું હતું. સાયમન્ડસ એ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માં ઓસ્ટલિયા માટે કુલ ર૬ ટેસ્ટ, ૧૯૮ વન-ડે ઈન્ટરનેશનલ્સ અને ૧૪ ટી-૨૦ રમી હતી. જેમાં તેણે ટેસ્ટ માં ૪૦.૬૧ ની એવરેજ થી ૧૪૬૨ રન, વન-ડે માં ૩૯.૪૪ ની એવરેજ થી ૫૦૮૮ રન અને ટી-૨૦ માં પણ ૪૮.૧૪ ની એવરેજ થી ૩૩૭ રન બનાવ્યા હતા. જ્યારે એક બોલર તરીકે સાયમન્ડસ એ ટેસ્ટ માં ૨૪ વિકેટો, વનડે માં ૧૩૩ વિકેટો અને ટી-૨૦માં ૮ વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત આઈપીએલ પણ રમી ચૂકેલા સાયમન્ડસ એ કુલ ૩૯ આઈપીએલ મેચો માં ૩૬.૦૭ ની એવરેજ અને ૧૨૯.૮૭ ના સ્ટ્રાઈકીંગ રેટ થી ૯૭૪ રન બનાવ્યા હતા અને ૨૦ વિકેટો પણ ઝડપી હતી. સાયમન્ડસ આઈપીએલ માં ડેક્કન ચાર્જસ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફ થી રમ્યો હતો. સાયમન્ડસ ૧૯૯૮ થી ૨૦૦૯ દરમ્યિાન ઓસ્ટ્રેલિયન ટીમ માં સામેલ હતા.સાયમન્ડસ અને ભારતીય સ્પિનર ભજી બન્ને નો મંકીગેટ વિવાદ પણ ક્રિકેટ જગત માં ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. આ ઉપરાંત સાયમન્ડસ એ ભારતીય ટીવી જગત ના સુવિખ્યાત રિયાલિટી શો બિગ બોસ નો પણ ભાગ રહ્યા હતા. આ શુટિંગ દરમ્યિાન તેની સની લિયોની સાથે ખૂબ સારી દોસ્તી થઈ ગઈ હતી. તે બિગ બોસ ની પાંચમી સિઝન માં ગેસ્ટ તરીકે જોડાયો હતો.જો કે આ વર્ષ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગત માટે ખૂબ આઘાતજનક અને દુઃખદ રહ્યું છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રોડ માર્શ અને બાદમાં થાયલેન્ડમાં ફાર્મહાઉસ માં એટેક થી શેન વોર્ન ના નિધન બાદ કાર અકસ્માત માં સાયમન્ડસ નું પણ દુઃખદ નિધન થયું હતું.

Leave a Reply

Your email address will not be published.