કાર્તિ ચિદમ્બરમ ને ત્યાં દરોડા

કેન્દ્રિય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ યુ.પી.એ. શાસનકાળ ના પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ ના પુત્ર અને લોકસભા ના સાંસદ કાર્તિ ચિદમ્બરમ ના દિલ્હી-ચેન્નાઈ સહિત ઘણા ઠેકાણાઓ ઉપર દરોડા પાડ્યા હતા. કાર્તિ વિરુધ્ધ ૨૫૦ ચીની કારીગરો ને વિઝા અપાવવા માટે ૫૦ લાખ રૂ.ની લાંચ લેવા નો નવો કેસ નોંધ્યો હતો.મંગળવારે સીબીઆઈ એ કાર્તિ ચિદમ્બરમ ના ચેન્નાઈ અને દિલ્હી ના નિવાસસ્થાનો ઉપરાંત ચેન્નાઈ માં ૩, મુંબઈ માં ૩ અને કર્ણાટક, પંજાબ અને ઓડિસા માં એક-એક જગ્યા એ દરોડા પાડવા માં આવ્યા હતા. સીબીઆઈ ના વરિષ્ઠ અધિકારીઓ ની એક ટીમ દિલ્હી ના લોધી એસ્ટેટ સ્થિત કાર્તિ ચિદમ્બરમ, તેમના પિતા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા ના સાંસદ પી.ચિદમ્બરમ્ ના સત્તાવાર નિવાસસ્થાને પણ પહોંચી હતી. જો કે આ દરોડા અંગે કાર્તિ ચિદમ્બરમ એ ટિવટ કર્યું હતું કે હવે તો હું ગણતરી કરવા નું પણભૂલી ગયો છું કે આવું કેટલીવાર થયું છે. આ કેસ માં સીબીઆઈ એ આરોપ લગાવ્યો છે કે કાર્તિ ચિદમ્બરમ્ એ યુ.પી.એ. શાસનકાળ માં પાવર પ્રોજેક્ટ માટે ૨૫૦ ચીની કારીગરો ને વિઝા અપાવવા માટે ૫૦ લાખ રૂા.ની લાંચ લીધી હતી. કાર્તિ ચિદમ્બરમ વિરુધ્ધ આ તપાસ આઈએનએક્સ મિડીયા કેસ ની તપસ દરમ્યિાન કેટલીક સંબંધીત લીડ મળ્યા બાદ શરુ કરવા માં અા વી હ તી . કોંગ્રેસના આ સાંસદ પણ અા ઈ -એનએક્સ મિડીયા માં વિદેશી રોકાણ માટે કથિત રીતે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ નું ક્લિયરન્સ મેળવવા માટે ફોજદારી આરનેપો નો સામનો કરી રહ્યા છે. સીબીઆઈ અધિકારીઓ એ જણાવ્યું હતું કે ટ્રાન્ઝક્શન ની તપાસ દરમ્યિાન સીબીઆઈ ને ૫૦ લાખ રૂપિયા ની શંકાસ્પદ હેરાફેરી ની જાણ થઈ હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આઈએનએક્સ મિડીયા કેસ માં આ અગાઉ કાર્તિ ચિદમ્બરમ તેમ જ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ ની પણ ધરપકડ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.