કુતુબ મિનાર પરિસર માં મુર્તિ
હાલ માં કાશી વિશ્વનથિ મંદિર પરિસર માં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ મંદિર ઉપર ઉભી કરાઈ હોવા ના અનેક પ્રમાણો બાદ કોર્ટ દ્વારા સર્વે કરાયા ના સમાચાર તાજા છે ત્યાં કુતુબ મિનાર પરિસર માં આવેલા એક મસ્જિદ ના સ્તંભ ઉપર ૧૨૦૦ વર્ષ જૂની નૃસિંહ અવતાર માં ભગવાન અને ભક્ત પ્રહલાદ ની પ્રતિમા ની ઓળખ થઈ છે.તાજા મળતા અહેવાલ મુજબ કુત_બમિનાર પરિસર માં આવેલી કુ વાવતા-ઉલઈસ્લામ મસ્જિદ ના એક સ્તંભ ઉપર એક મૂર્તિ અંકિત થયેલી છે. ઘણા વર્ષો સુધી તેની ઓળખ કરવા ના ગંભીરતાપૂર્વક પ્રયાસો થયા હતા. આખરે હવે પુરાતત્વવિદ ધરમવીર શર્મા એ આ મુર્તિ ને ભગવાન ના નૃસિંહ અવતાર અને ભક્ત પ્રહલાદ ની મુર્તિ તરીકે ઓળખી કાઢી છે. આ મુર્તિ આઠમા-નવમી સદી માં પ્રતિહાર રાજાઓ ના શાસન ની છે. તે સમયે પ્રતિહાર રાજાઓ અને રાજા અમરપાલ પ્રથમ નો સમય હતો. રાજા મિહિર ભોજ પ્રતિહાર રાજાઓ માં સૌથી જાજરમાન રાજા રહ્યા હતા. આ પ્રતિમા ની વર્ષો સુધી ઓળખ કરવા ના પ્રયાસો કર્યા બાદ તેનાચિત્રો વિશેષ અભ્યાસ માટે દેશ ના પ્રાચિન અને ગણમાન્ય પુરાતત્વવિદો ને મોકલવા માં આવ્યા હતા. આખરે ઉંડાણપૂર્વકના અભ્યાસ અને સંશોધનો બાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા – એએસઆઈ ના પૂર્વ રિજ્યોનલ ડિરેક્ટર ધરમવીર શર્મા એ આ મુર્તિ ની ઓળખ મેળવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ભગવાન નરસિંહ ની આ સૌથી દુર્લભ પ્રતિમા છે. હવે એએસઆઈ ના પૂર્વ રિજ્યોનલ | ડિરેકટર તરીકે ધરમવીર શર્મા ના દાવા અને તેમના દાવા ના પુરવા તરીકે ના તર્ક સંગત તથ્યો સૌ ને અચંભિત કરનારાવ ળ ૧ બાકી સૌથી નોંધપાત્ર અને વિશેષ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે ઈસ્લામ માં મુક્તિ કે ભૂતપરસ્તી વર્જિત છે અને ધાર્મિક પૂજા ના સ્થળે મુર્તિ વર્જિત ગણાતી હોય તો પછી મસ્જિદ પરિસર ઉપર હિન્દુ દેવી-દેવતાઓ ની મુર્તિ સંભવી જ કઈ રીતે શકે? જ્ઞાનવાપી મસ્જિદ, કુતુબ મિનાર, મથુરા ની શાહી ઈદગાહ મસ્જિદ મુસ્લિમ આક્રાંતાઓ ના આતંક અને પાશવી અત્યાચાર ના સ્મારકો કહી શકાય, પરંતુ ઈસ્લામ ના કાનુન પ્રમાણે પણ મસ્જિદ ના ગણી શકાય, બંદગી પણ વર્જિત થઈ જાય.