કેજરીવાલ નું ‘એકલો જાને રે

એક તરફ તૃણમુલ કોંગ્રેસ, ટીઆરએસ અને એનસીપી ૨૦૨૪ની લોકસ ભિા ની ચૂંટણી ની અત્યાર થી તૈયારીઓ કરતા વિપક્ષી એકતા ની કવાયતો કરે છે ત્યાં “આપ” ના અરવિંદ કેજરીવાલે ૨૦૨૪ માં વિપક્ષો ના રચાનારા સંભવિત ગઠબંધન માં જોડાવા નો ઈન્કાર કરી વિપક્ષી એકતા ને મોટો ઝટકો આપ્યો છે.ભારતીય રાજકારણ ના એક માત્ર મિ. ક્લિન અરવિંદ કેજરવાલ એ કહ્યું હતું કે તેઓ બહુપક્ષીય મહાગઠબંધન સાથે જોડાણ નહીં કરે, તેમનું જોડાણ ફક્ત ૧૩૦ કરોડ ભારતીયો સાથે હશે. તેઓ બહુપક્ષીય ગઠબંધન ને સમજી શકતા નથી, તેમને કોઈ પણ જોડાણ માં રસ નથી. મને રાજનીતિ કઈ રીતે કરવી તે ખબર નથી. તેઓ ૧૦ કે તેથી વધુ પક્ષો ના તેમના જોડાણ કે કોઈ ને હરાવવા માટે કરાતા જોડાણ માં તેઓ માનતા નથી. તેઓ કોઈ ને હરાવવા માંગતા નથી પરંતુ ખાલી એટલું જ જોવા ઈચ્છે છે કે દેશ જીતે. કેટલાક રાજ્યો ની તેમ જ દેશ ની નાણાંકીય અસ્થિરતા ઉપર બોલતા તેમણે જણાવ્યું હતું કે આ બધા અર્થશાસ્ત્રીઓ લખી રહ્યા છે કે સબસિડી કલ્ચર દેશ ને બરબાદ કરી દેશે પરંતુ તેમણે ક્યારેય એવું લખ્યું નથી કે ભ્રષ્ટાચાર ની સંસ્કૃતિ દેશ ને બરબાદ કરીદ્દમી,દેશે, હું મારા રાજ્ય ના લોકો ને વસ્તુઓ મફત માં આપી શકું છું કારણ કે અમે અમારા શાસન માં ભ્રષ્ટાચાર ખત્મ કર્યો છે. આવા બચેલા પૈસા લોકો ને પરત કરવા માં આવે છે. પોતા ના દિલ્હી ના અડધો ડઝન વિધાયકો જેલ ની હવા ખાઈ ચુક્યા હોવા છતા રાષ્ટ્રીય પાર્ટી ભાજપા નું નામ લીધા વગર કહ્યું હતું કે હાલ માં દેશ ની એક મોટી રાજકીય પાર્ટી ગુંડઓિ તેમ જ રમખાણો અને બળાત્કારીઓ માટે સ્વાગત સરઘસ કાઢવા ની યોજના ધરાવે છે. આવી ગુંડાગીરી સાથે દેશ આગળ વધી શકે નહીં. જો તમારે ગુંડાગિરી અને રમખાણો જોઈતા હોય તો તેમની સાથે જઈ શકો છો. પરંતુ જો તમને પ્રગતિ, શાળાઓ અને હોસ્પિટલો જોઈતા હોય તો તમે મારી સાથે આવી શકો છો. ચાલો ૧૩૦ કરોડ ના લોકો નું ગઠબંધન કરીએ. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટી નું ફોકસ ૨૦૨૪ની લોકસભા ની ચૂંટણી નહીં પરંતુ દેશ માટે કામ કરવા ઉપર છે. તેમના જેવા લોકો એ દેશ ની સેવા કરવા માટે પોતાની કારકિર્દી છોડી દીધી હતી. જો કે આ દરમિયાન કેજરીવાલે દિલ્હી ના રમખાણો ના આરોપી આપ વિધાયક (પૂર્વ) તાહિર હુસેન કે દિલ્હી માં દારુ ના ઠેકા અંગે કાંઈ બોલ્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published.