કેનેડા ની ચૂંટણીઓ

કેનેડા માં અત્યારે ફેડરલ લેવલ એ કન્ઝર્વેટીવ પાર્ટી ની લિડરશીપ રેસ ની ચૂંટણી અગાઉ ના પ્રચાર અને પ્રોવિન્શિયલ લેવલે બીજી જૂને યોજાનાર વિધાનસભા ની ચૂંટણીઓ નો જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. આપણા જ ઘણા ગુજરાતી મિત્રો, આગેવાનો આ બન્ને ચૂંટણીઓ માં વિવિધ નેતાઓ ને, વિવિધ પક્ષ ના ઉમેદવારો ને પોતાના અંગત સંબંધો ના કારણે પોતના વર્તુળો માં તેમની તરફેણ માં મ તાદા – ક ૨ ) વ વા પ્રયત્નશીલ છેઅત્યારે કન્ઝર્વેટીવ પાર્ટી ની લિડરશીપ રેસ માં છ ઉમેદવારો મેદાન માં છે જેનું મતદાન સપ્ટેમ્બર,૧૦ ના રોજ યોજાનાર છે. જ્યારે ઓન્ટારિયો પ્રાંત ની ચૂંટણી ૨ જી જૂને યોજાનારી છે. આની ૧૨૪ બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો ના ઉમેદવારો ઉપરાંત ૪૧ અપક્ષ ઉમેદવારો સાથે લગભગ ૯૦૦ ઉમેદવારો ચૂંટણી જંગ માં ઉતરેલા છે. જો કે આ વખતે પણ જી.ટી. એ. માં થી કે અન્ય જગ્યાએ થી પણ એકપણ ગુજરાતી ઉમેદવાર ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો – લિબરલ, પ્રોગ્રેસિવ કન્ઝર્વેટીવ્સ અને એનડીપી માં થી જણાતો નથી. એક તરફ જી.ટી.એ. અને ઓન્ટારિયો માં આપણી વિશાળ ગુજરાતી કોમ્યુનિટી આટલા બધા મંદિરો, સામાજીક અને સાંસ્કૃતિક સંગઠનો ના આખા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો ના સમાચારો જાણીએ છીએ. જ્યાં અન્ય સમુદાયો જેવા કે પંજાબ,સાઉથ ઈન્ડિયન્સ,મુસ્લિમ ભાઈ બહેનના ઘણા ઉમેદવારો ચૂંટણી જંગ માં છે. માત્ર એક પણ ગુજરાતી જ નથી.

આપણે પણ ઘણા સમય થી જોઈએ છીએ કે મ્યુનિસ્ટિ પિલસિટી કાઉન્સિલર કે એમપીપી કે એમપી કક્ષા એ પણ ઘણા પંજાબીઓ અન્ય સાઉથ એશિયનો આવા પદ ઉપર જોવા મળે છે પરંતુ ગુજરાતી નહીં. તો શું આ બાબત વિચારણા માંગી લે તેવી નથી?અન્ય બાબત માં આપણે પક્ષાપક્ષી થી દૂર રહી ને પણ આ આવનારી બન્ને ચૂંટણી ના ઉમેદવારો જ્યારે આપણા જ કોઈ ગુજરાતી મિત્ર કે ઓળખીતા દ્વારા આપણા મત માટે જ્યારે આપણો સંપર્ક કરે ત્યારે એક જાગૃત મતદાર તરીકે આપણે જે તે ઉમેદવાર નું નામ, ભૂતકાળ ના બનાવો જેવા કે આપણા માદરે વતન ગુજરાત અને ભારત વિષે, કૃષિ કાનુનો વખતે જે તે ઉમેદવાર નું શું મંતવ્ય હતું? શું તેઓ ભારત સરકાર ના કાયદા ના સમર્થન માં હતા કે વિરોધ માં?

દેશ વિરhધી પ્રદર્શનો ના તેઓ સમર્થન (મૂક) હતા કે વિરોધ માં કોઈ નિવેદન આપ્યું હતું? તેમ જ બ્રામ્પટન માં જ્યારે વડાપ્રધાન ના રસીકરણ ના જથ્થા માટે આભાર વ્યક્ત કરતી કે કૃષિ સમર્થન ની રેલી ઉપર થયેલા હુમલા અને એક ગુજરાતી ભાઈ ઉપર ના શારિરીક હુમલા અંગે તેમનું શું મંતવ્ય છે તે અંગે સોશ્યિલ મિડીયા માં ગુજરતી સમુદાય ના સમર્થન માં કોઈ પોસ્ટ કરવા ની હિંમત દાખવી છે ખરા તે અવશ્ય ચકાસવું જોઈએ.આજે કોઈ પણ ગુજરાતી કોઈ પદ ઉપર નહોવા બાબતે મોટાભાગ ના નું મંતવ્ય ગુજરાતીઓ ની એકતા નથી તે જ રહેવા નું, પરંતુ આવી એકતા અથવા તો ગુજરાતી સમુદાય ની જાગૃતિ દર્શાવવા નો આ જ ઉત્તમ સમય છે.

જો આ અંગે આપણે ખુદ જ થોડી ઘણી પણ જાગૃતિ અને એકતા ના દર્શન આ વખતે કરાવીશું તો આપણો સમાજ એટલા મોટા પ્રમાણ માં છે કે જે તે ઉમેદવારો થકી આપણો અવાજ, આપણી એકતા ના દર્શન જે તે રાજકીય પાર્ટીઓ ને થશે તો જ આવતી ચૂંટણી માં તેઓ ગુજરાતી સમુદાય અંગે પણ વિશેષ કાળજી લેતા થશે. આજે નહીં તો બે-ચાર વર્ષો કે આગમી ચૂંટણી માં ગુજરાતીઓ નો અવાજ સાંભળવા તેમ જ ગુજરાતી સમુદાય ને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવા તેઓ જરુર ગંભીરતા થી વિચારશે. આમ લોકતંત્ર માં પોતાના મતાધિકાર નો યોગ્યતા થી અને અવશ્ય મતદાન કરી ને સમાજ ની જાગૃતતા નો પરિચય કરાવવા નો સમય આવી ગયો છે. જો કે વાસ્તવ માં થોડુ મોડુ થઈ ગયું છે, પરંતુ જાગ્યા ત્યાર થી સવાર સમજી અવશ્ય મતદાન કરો તેમ જ તમારા પ્રશ્નો થકી યોગ્ય ઉમેદવાર ની પસંદગી કરો. તે તમારો નૈતિક અને બંધારણીય અધિકાર છે. પૂરતા પ્રમાણ માં મતદાન અને ઉમેદવાર ની ચકાસણી ના તમારા પ્રશ્નો જ આવનારા સમય માં ગુજરતીઓ ને પણ સિટી, પ્રોવિન્શિયલ અને ફેડરલ કક્ષા એ પ્રતિનિધિત્વ મેળવવા નો દરવાજો બનશે. મતદાન અવશ્ય કરો. યોગ્ય ઉમેદવાર ની જાતે જ પસ iદગી કરો.

Leave a Reply

Your email address will not be published.