કેલિફોર્નિયા ના ચર્ચ માં ગોળીબારો

અમેરિકાના સધર્ન કેલિફોર્નિયામાં એક ચર્ચ ની અંદર રવિવારે બપોરે અમેરિકન સમય પ્રમાણે ૧-૨૬ મિનિટે અંધાધૂંધ ફાયરીંગ થયું હતું. લગુના વુડસ શહેર માં જીનીવા પ્રેક્ષ્મીટેરિયન ચર્ચ માં થયેલા હુમલા માં એક વ્યક્તિ નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ૫ ઘાયલ થયા હતા. આ હુમલાખોર ને) પોલિસે કસ્ટડીમાં લીધો હતો. રવિવારે ચર્ચ માં જ્યારે પ્રાર્થના સભા માટે મોટી સંખ્યા માં લોકો એકઠા થયા હતા ત્યારે ત્રાટકેલા આ હુમલાખોરે અચાનક અંધાધૂંધ ફાયરીંગ ચાલુ કરી દીધું હતું. જો કે આ દરમ્યિાન પ્રાર્થના સભા માટે હાજર લોકો એ જ હિમ્મત દર્શાવી ને હુમલાખોર ને ઝડપી લીધો હતો અને ત્યાર બાદ તેને પોલિસ ને હવાલે કરી દેવાયો હતો. પોલિસે પણ હુમલાખોર ને ઝડપી લેનાર લોકો ની પ્રશંસા કરતા તેમને રિયલ હિરો ગણાવ્યા હતા. જ્યારે કાઉન્ટી શેરીફ એ આ અંગે સોશ્યિલ મિડીયા માં પોસ્ટ દ્વારા લોકો ને શાંતિ જાળવવા ની અપીલ કરી હતી. આ અગાઉ શનિવારે ન્યુયોર્ક ના બફેલો વિસ્તાર માં એક ટોપ સુપર માર્કેટ માં પણ આ જ રીતે અજાણ્યા હુમલાખોરે કરેલા શૂટ આઉટ માં ૧૦ લોકો ના મોત થયા હતા જ્યારે ૩ લોકો ઘાયલ થયા હતા. જેમને ગોળી મારવા માં આવી તે ૧૩ લોકો પૈકી ૧૧ અશ્વેતો હતા. જે વિસ્તાર માં આ ઘટના બની તે પણ અશ્વેતો નો વર્ચસ્વ ધરાવતો વિસ્તાર હતો. આથી પોલિસ વંશીય હુમલા ના દૃષ્ટિકોણ થી પણ આ મામલે તપાસ કરી રહી છે. હુમલાખોર ની ધરપકડ કરી લેવાઈ હતી. કોવિડની પ્રથમ લહેર દરમિયાન અમેરિકા માં ગોળીબારો ના કેસો માં ૩૫ ટકા નો વધારો નોંધાયો હતો. આને ઐતિહાસિક વધારો ગણવા માં આવી રહ્યો છે. અમેરિકા ના છેલ્લા ૨૫ વર્ષો ના ઈતિહાસ માં ૨૦૨૦ માં સૌથી વધુ હત્યાઓ થઈ છે. વિશ્વના અન્ય કોઈ દેશ માં આવો ઐતિહાસિક ઉછાળો આવ્યો હોય તો ટ્રાવેલ એડવાઈઝરી વ્હાર આવવા થી માંડી ને અનેકવિધ વૈશ્વિક સંગઠનો ના મંચ ઉપર થી જે તે દેશ ને વખોડવા ની એક પણ તક ના ચૂકતા, સ્વયંભૂ જગત જમાદાર બનેલા અમેરિકા પોતા ના ખુદ ના દેશ ની સ્થિતિ વિષે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર સ્વિકારવા ની નૈતિકતા દાખવશે ખરુ?

Leave a Reply

Your email address will not be published.