કોંગ્રેસ ની ચિંતન શિબિર

છેલ્લા આઠ વર્ષો થી મોટાભાગ ની ચૂંટણીઓ હારતી આવતી કોંગ્રેસ નું આખરે રાજસ્થાન ના ઉદેપુર ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિર નું આયોજન થઈ ગયું. પ્રથમ દિવસે ઉદ્ઘાટન ના પ્રસંગે જ રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી એ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી એ નેતાઓ અને કાર્યકરો માટે ઘણું કર્યું છે. હવે તેમનો દેવુ ચુકવવા નો સમય આવી ગયો છે.સોનિયા ગાંધી એ એમ પણ કહ્યું હતું કે દેશ અત્યારે ખૂબ મુશ્કેલ સમય માં થી પસાર થી રહ્યો છે. દેશ ની જનતા ને કોંગ્રેસ પાસે ઘણી આશાઓ છે, પરંતુ લોકો ની અપેક્ષા ઉપર ખરા ઉતરવા માટે પાર્ટી માં પાયા ના સ્તર થી લઈ ને ટોચ ના સ્તર સુધી ઘણા સુધારાઓ ની જરુર છે. સોનિયા એ નેતાઓને આહ્વાહન કર્યું હતું કે તમે કંઈ પણ કહેવા અને ઘણા સૂચનો આપવા માટે સ્વતંત્ર છો. પંરતુ એક જ સંદેશ જવો જોઈએ કે અમે સૌ સંગઠન તરીકે એક છીએ. જો કે આ ચિંતન શિબિર ચાલુ હતી ત્યારે જ આ શિબિર માં ગેરહાજર રહેલા પંજાબ પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખડે કોંગ્રેસ માં થી ત્યાગપત્ર આપી ને કોંગ્રેસ માં થી કાયમી છેડો ફાડ્યો હતો. જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પણ કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યા ન હતા.

જ્યારે પાર્ટી ના કેટલાક નેતાઓ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ ને કેટલાક પ્રસ્તાવ મોકલાયા હતા. પાર્ટી ના અમુક સુત્રો ના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાંબા સમય થી પક્ષ ના કાર્યકરો ને મળતા જ નથી. તેમ જ તેમની સમસ્યાઓ ને પણ ધ્યાન માં લેવાતી નથી. તેમાં જણાવાયું છે કે પાર્ટી અધ્યક્ષ એ દર અ ઠ વાડી યો ઓછા માં ઓછું એક દિવસ કાર્યકર્તાઓ ને મળવું જોઈએ અને તેમની સાથે વાતચીત કરવી જોઈએ. આ ઉપરાંત પાર્ટી ના તળીયા ના કાર્યકર થી માંડી ને સાંસદ સુધી ના દરેક ના કામ નું વાર્ષિક ઓડિટ કરવા માં આવે આના થી નેતાઓ ના કામ માં પારદર્શિતા આવશે અને કોણ કેટલું કામ કરે છે કે નહીં તે પણ ખબર પડશે. પક્ષ ના એક જૂથ દ્વારા રાહુલ ગાંધી ને પુનઃ પક્ષ ના રાષ્ટ્રીય અધ્યક્ષપદ સંભાળી લેવા વિનંતી કરાઈ હતી. જો કે આ બાબતે છેલ્લા બે વર્ષો થી અનેક વિનંતી છતા રાહુલ ગાંધી જો આ વાત થી કે પછી રાષ્ટ્રીય અધ્યક્ષપદ સંભાળવા તૈયાર ના જ થતા હોય તો પછી હવે પ્રિયંકા વાડ્રા ને પક્ષ ના અધ્યક્ષ બનાવી દેવા જોઈએ. આમ | ચિંતન શિબિર માં જ નવા વિખવાદ ના બીજ રોપાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published.