તાજમહેલ કે તેજો મહાલય ?
આજે ભારત દેશ માં જાગૃત બનેલો હિન્દુ પોતાની સંસ્કૃતિ ધરોહર સમાન પોતાના ધાર્મિક સ્થાનો જે વિધર્મી આક્રાંતઓિ એ સૈકાઓ પહેલા પડાવી લીધા હતા તે પરત મેળવવા પણ વિદ્રમીઓ ની જેમ બળજબરીપૂર્વક નહીં, પરંતુ ન્યાય સંગત લડાઈ લડતો હોય તો તેના થી મોટી સહિષ્ણુતા ની બીજી મિસાલ શું હોઈ શકે ભારત જ્યારે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ભારત ની સર્વોચ્ચ અદાલતે સૈકાઓ જૂના વિવાદ બાદ જ્યારે રામ જન્મભૂમિ વિવાદ ઉપર ઐતિહાસિક ચુકાદો આપતા આ જમીન હિન્દુઓ ને પરત કરી છે ત્યારે વિદેશી વિધર્મીય આક્રાંતો દ્વારા દેશભરમાં આવાઆપણાહજારો મંદિરો અને સાંસ્કૃતિક વારસા સમાન જગ્યાઓ માટે પણ માંગ ઉઠવી કે વર્ષો થી ચાલતા કાનુની વિવાદો ને અયોધ્યા રામજન્મભૂમિ નો ચૂકાદો ટાંકી ન્યાય મેળવવા કેસ માં ઝડપ લાવવી સમજી શકાય તેવી બાબત છે. આવા જ વિવાદો કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મજીદ માટે, મથુરા કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વચ્ચે, તાજ મહેલ અને તેજો મહાલય અંગે, ઉજ્જૈન ના મસ્જિદ ના ભોયરા માં ગણેશજી ની મૂર્તિ અંગે, કુતુબ મિનાર ના વિષ્ણુ સ્તંભ વિષે એમ અનેકવિધ વિવાદો સપાટી ઉપર આવ્યા છે. આજે આ પૈકી વિશ્વ પ્રસિધ્ધ તાજ મહેલ અને તેજો મહાલયવિવાદ ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરીશું.
દેશ ની આઝાદી બાદ ના વિધર્મી શિક્ષણમંત્રી અને ભ્રષ્ટ ડાબેરી વિચારધારા ઈતિહાસકારો એ ભારત ના ગૌરવશાળી ઈતિહાસ થી ચાલુ કરી ને દેશ ની આઝાદી ના લડવૈયા સુધી ના ઈતિહાસ સાથે કેવી તોડમરોડ કરી ને ખોટો ઈતિહાસ ભણાવ્યો છે તે તો હવે ઉજાગર થઈ ગયું છે. આમ તો તાજ મહેલ નું નામ ખુદ જ મોટો પુરાવો છે. જેમાં ઈતિહાસકારો આજ | દિન સુધી શાહજહાં એ તેની ૧૩ મી બેગમ મુમતાઝ ઉલ ઝસર ના નામ ઉપર થી પાડ્યું હોવા નું કહી રહ્યા હતા તે સત્ય થી વેગળુ છે. જો આમ જ હોત તો તાજ મહેલ નહીં પરંતુ તાઝ મહેલ હોવું જોઈતું હતું. આ ઉપરાંત કોઈ પણ ઈસ્લામિક દેશો માં – આખા વિશ્વ માં ક્યાંક કોઈ મકબરા ને મહેલ કહેવાયું હોય તેવો આ એક માત્ર વિરલ કિસ્સો છે. મહેલ શબ્દ પ્રયોગ શાહી નિવાસ માટે થાય છે, મકબરા માટે નહીં, જ્યારે ભારતીય સ્થાપત્યકળા ના પૌરાણિક ગ્રંથ વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્ર માં શિવલિંગ ના પ્રકારો માં તેજ લિંગ નો ઉલ્લેખ જોવા મળે છે. આ એક પૌરાણિક | શિવમંદિર તેજો મહાલય હોવાના દાવા ની પુષ્ટિ કરે છે. હાલમાં પણ તાજ મહેલના શિખર ઉપર ત્રિશૂળ, કળશ અને શ્રીફળ તે માત્ર હિન્દુ ધર્મ ના પ્રતિકો છે. વિશ્વ ના કોઈ પણ મકબરા માં આવો ઉપયોગ થયો નથી.
આ સનાતન ધર્મ ના પ્રતિકો છે, ઈસ્લામ ના નહીં. આ ઉપરાંત તાજમહેલ ના ગુંબજ માં અંદર થી જોવા મળતી રુપરેખા તે એક વૈદિક ભૂમિતિ ની રૂપરેખા છે જે ઘણા હિન્દુ, પ્રાચિન નિર્માણો માં પણ જોવા મળે છે. ઈસ્લામિક શાસક શાહજહાં મકબરા ના બાંધકામ માં વૈદિક રૂપરેખા શા માટે ચિતરવે? આ ઉપરાંત સાત માળ ની આ ઈમારત માં નીચે ના ભાગો માં -માળ માં સંખ્યાબંધ સંગેમરમર ના આલીશાન ઓરડાઓ બનેલા છે. મકબરા માં રહેવા માટે ના રુમો ધરાવતો વિશ્વ નો આ સંભવતઃ એક માત્ર મકબરો હશે. જે પણ આ સ્થ પત્ય મકબરો નહીં હોવા નું પૂરવાર કરે છે. આવા વિશાળ અનેક કમરપઓ ઉપરાંત અંદર એક કૂવો પણ બનેલો છે. હવે વાસ્તવ માં મકબરા માં કોઈ કૂવો શા માટે બનાવે ? આ કુવો તેજો મહાલય માં બનેલા કમરા માં રહેવા આવનારા લોકો માટે હોય તે જ સંભવી શકે છે. આ ઉપરા‘ત તાજ ની દિવાલો ઉપર જે ફૂલો ના ચિત્રો બનેલા છે તેની પણ કલાત્મક રચના એવી કરાઈ છે કે ફૂલ માં ઓહમ છૂપાયેલો છે. હવે ઓહમ તો હિન્દુઓ નું ધાર્મિક પ્રતિક છે. શાહજહાં મકબરા માં ઓહમ શા માટે કોતરાવે ? કોઈ પણ મુસ્લિમ પોતાના નિર્માણ કાર્ય માં ઓહમ ક્યારેય ના કોતરવે. આ જ રીતે પ્રવેશદ્વાર ઉપર બનાવાયેલા કલાત્મક સુશોભિત કમાન માં પણ લાલ કમળ ના પ્રતિક બનાવાયા છે. હિન્દુઓ માં કમળ ના ફૂલ નું ધાર્મિક અનેરુ મહત્વ છે. જ્યારે કોઈ મુસ્લિમ સનાતન ધર્મ ના ધાર્મિક પ્રતિક સમાન કમળ ને ક્યારેય પોતાના નિર્માણ કાર્ય માં ના વાપરે. વળી તાજ મહેલ ના પાછળ ના ભાગ માં ગલિયારો બનાવી સામ સામે ઓરડાઓ બનાવાયા છે.
હવે આવા વૈદિક ગલિયારા કાં તો રાજા ના મહેલ માં તેમના દાસ-દાસીઓ માટે બનાવાતા અથવા મોટા મંદિરો માં ધર્મશાળા તરીકે બનાવાતા હતા. પરંતુ મકબરા ની પાછળ ગલિયારા બનાવવા નો શું મતલબ? તે સમય ના અમુક વિદ્વાન અને ઈમાનદાર એવા ઈતિહાસકારો એ જ્યારે તાજમહેલ ના ઓરડાઓ અને અન્ય બાબતો કે જેમાં હિન્દુ સંસ્કૃતિ ના દર્શન થતા હતા તે અંગે વેધક સવાલો કર્યા ત્યારે સંશય નું સમાધાન શોધવા ના બદલે તત્કાલિન કોંગ્રેસી વડાપ્રધાન સ્વ.ઇંદિરા ગાંધી એ આવા ઓરડાઓ આગળ જ દિવાલ ચણાવી ને બંધ કરી દીધા, કોંગ્રેસ હંમેશા થી લઘુમતિ તુષ્ટિકરણ અને મુસ્લિમો ના પ્રશ્નો વોટબેંક ની રાજનીતિ કરતી આવી છે. વળી સૌથી અચરજભરી વાત તો તાજમહેલ પરિસર માં બનેલું સંગીતાલય છે. વિશ્વભર માં ક્યાંય, કોઈ કબર પાસે, મકબરા નજીક સંગીત વગાડવા નું કોઈ ઔચિત્ય જ નથી બનતું. આવું માત્ર મહાલય માં જ સંભવી શકે છે. ભારત માં પુરાતત્વવિદ પ્રો.પી. એન.ઓક એ પોતાના પુસ્તક તાજ મહેલ-ધ ટુ સ્ટોરી માં આ બધા તત્વો અને પ્રમાણો આપેલા જ છે. તદુપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ન્યુયોર્ક ના પુરાતત્વવિદ પ્રો. માર્વિન મિલર એ તાજ ના યમુનાતટ ના દરવાજા ના લાકડા ની કાર્બન ડેટીંગ કરાવી ને ૧૯૮૫ માં એ સિધ્ધ કર્યું હતું કે આ દરવાજા સન ૧૩૫૯ ની આસપાસ ના સમય ના બનેલા છે.
અર્થાત કે શાહજહા ના સમય કરતા પણ ૩૦૦ વર્ષ પુરાણા છે. જ્યારે મુમતાઝ નું જે વર્ષે મૃત્યુ થયું તે ૧૯૩૧ની સાલ હતી. ઈતિહાસ માં નોંધાયા પ્રમાણે ૧૯૩૨ માં તેનું બાંધકામ શરુ થયું જે હજારો મજુરો ની મહેનત બાદ ૨૨ વર્ષે બની ને તૈયાર થયો હતો. જ્યારે ૧૬૩૧ માં જ એક અંગ્રેજ ભ્રમણકર્તા જ્યારે ભારતભ્રમણ બાદ પોતાની નોંધ માં સ્પષ્ટ લખે છે કે તાજમહેલ મોગલ બાદશાહ ના પહેલા નું આગ્રા નું એક મહત્વપૂર્ણ ભવન હતું. જ્યારે ૧૬૩૮ એટલે કે મુમતાઝ ના મર્યા ના ૭ વર્ષો બાદ આવેલા યુરોપિયન યાત્રી આલ્બર્ટ મીનકેલલ્લો એ પોતાના આગ્રા ભ્રમણ દર મ્યિાન આગ્રા અને શહેર ના સંપૂર્ણ જીવન વૃતાંત નું વર્ણન પોતાના પુસ્તક માં કર્યું છે, તેમાં ક્યાંય ૧૬૩૧ થી ૧૬૫૧ ના સમયગપળા માં જેનું જોરદાર નિર્માણ કાર્ય થયા નું કહેવાય છે તેવા તાજમહેલ ના નિર્માણકાર્ય ની કોઈ નોંધ નથી કરી. આજ ના અદ્યતન, વૈજ્ઞાનિક યુગ માં એક માત્ર આ ઈમારત ના કાર્બન ડેટીંગ ઉપર થી શું સત્ય છે તે જાણી શકાય છે. પરંતુ કેન્દ્ર સરકાર કે સુપ્રિમ કોર્ટ આવા પરીક્ષણ કરાવી યથાર્થતા જાહેર કેમ નહીં કરતા હોય?