થોમસ કપ જીતી વિશ્વવિજેતા બનતું ભારત
બેંગકોક ના ઈમ્પષ્ટ અરેના ખાતે રમાઈ રહેલી બેડમિન્ટન ના વર્લ્ડકપ થોમસ કપ ની ફાયનલ માં ભારતે ૧૪ વખત ની ચેમ્પિયન ટીમ ઈન્ડનેશિયા ને ૩-૦ થી હરાવી થોમસ કપ જીતી ને ઈતિહાસ રચ્યો હતો.
ભારત તેના ૭૩ વર્ષના ઈતિહાસ માં | પ્રથમ વખત થોમસ કપ ની ફાયનલ માં પહોંચ્યું : હતું. આવી પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ની ફાયનલ માં એક તરફ ૧૪ વખત ની ચેમ્પિયન ઈન્ડોનેશિયા ની ટીમ હતી જેનો સામનો ૭૩ વર્ષો માં પ્રથમવાર ફાયનલ માં પહોંચેલી ટીમ ઈન્ડિયા સામે હતો. સ્વાભાવિક રીતે હોટ ફેવરીટ ઈન્ડનેશિયા ની ટીમ અને ટીમ ઈન્ડિયા વચ્ચે બેસ્ટ ઓફ ફાઈવ ફોર્મેટ થી વિશ્વવિજેતા ટીમ ની પસંદગી અને યોગ્યતા નક્કી થવા ની હતી. પરંતુ ટીમ ઈન્ડિયા ના ભારતીય રમતવીરો એ પ્રથમવાર જ ફાયનલ માં પહોંચી ને ઈતિહાસ રચતા બેસ્ટ ઓફ ફાઈવ પૈકી ની પ્રથમ ત્રણ મેચો પ્રથમ સિંગલ્સ, પછી ડબલ્સ અને પછી બીજી સિંગલ્સ જીતી ૩-૦ થી સરસાઈ મેળવી વિશ્વકપ થોમસ કપજીતી લીધો હતો.

ત્રીજી સિંગલ્સ માં કિટાબી શ્રીકાંતે ઈન્ડોનેશિયા ના જોનાથમ ક્રિસ્ટી ઉપર પહેલે થી જ પ્રભૂત્વ મેળવી ૨૧-૧૫, ૨૩-૨૧ થી હરાવ્યો હતો. થોમસ કપ જીત્યા બાદ પરંપરગિત રીતે વિશ્વ વિજેતા ટીમ નું રાષ્ટ્રગાન ઈમ્પક્ટ અરેના માં ગુંજી – ઉક્યું તે ક્ષણ થોમસ કપ રમવા ગયેલા ઈન્ડિન ટીમ ના તમામ પ્લેયર્સ,સાથે ગયેલા તમામ અધિકારીઓ, અરેના માં ઉપસ્થિત ભારતીય ચાહકો અને પ્રશંસકો ઉપરાંત ટીવી ઉપર મેચ જોઈ રહેલા કરોડો ભારત માં અને ભારત બહાર પણ વસતા દેશવાસીઓ માટે આનંદ અને ગૌરવ ની યાદગાર પળો હતી. ભારતીય ટીમે બેડમિન્ટન ના વિશ્વકપ સમાન થોમસ કપ જીત્યો બાદ માં ભારત ના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસમગ્ર ટીમ ને અભિનંદન આપતા ટીમ ના સભ્યો ને ફોન કરી ને તેમના માટે દેશ ગૌરવ અનુભવે છે તેમ જણાવતા વડાપ્રધાન પણ ખેલાડીઓ સાથે આ આનંદ અને ગૌરવપૂર્ણ પળો ના સહભાગી બન્યા હતા. વડાપ્રધાન સાથે વાતચીત કરી ને ખેલાડીઓ પણ ગર્વ અને ગૌરવ મહેસુસ કરતા હતા.