દાઉદ ના ચાર ગુગઈઓ ઝડપાયા

૧૯૯૩ ના મુંબઈ બ્લાસ્ટ કેસ ના દેશ છોડી ને ભાગી છૂટેલા અને નાસતા ફરતા દાઉદ ગેંગ ના ચાર ખતરનાક આતંકવાદીઓ ની અમદાવાદ એટીએસ એ સરદારનગર વિસ્તાર માં થી ધરપકડ કરી હતી. આ ચારેય બનાવટી પાસપોર્ટ અને બનાવટી ઓળખ સાથે છૂપાતા હતા.એટીએસ ની આકરી પૂછપરછ માં આ ચારેય આરોપીઓ ની ઓળખ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ કેસ ના આરોપી અબુ બકર, મોહમ્મદ ય સરે, સા ઈ દ ક, ૨ શી અ – મોહમ્મદ શો એ બ તા ૨ી કો થઈ. આ આ ગાઉ એટીએસ ને એવી બાતમી મળી હતી કે ચાર શંકાસ્પદ લોકો સરદારનગર માં છે. જેમને ઝડપી લઈ તપાસ કરાતા અલગ અલગ ખોટા નામ ના બનાવટી પાસપોર્ટ મળી આવ્યા હતા. આથી તેમની સામે ગુન્હો નોંધી તપાસ આદરતા આ ઘટસ્ફોટ થયો હતો. આ ચાર પૈકી ત્રણ જણા મુંબઈ બ્લાસ્ટ બાદ ૧૯૯૫માં અને ચોથો ૨000 ની સાલ માં દેશ છોડી ને ફરાર થઈ ગયા હતા. ૧૯૯૩ ના મુંબઈ બોંબ બ્લાસ્ટ માં ૨૫૦ લોકો ના મોત થયા હતા અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. સીબીઆઈ દ્વારા આ કેસ ની તપાસ કરતા ૧૦૦ લોકો ને દોષી ઠેરવાયા હતા. એટીએસ ની કડકાઈ ભરી પૂછપરછ માં તેમણે જણાવ્યું હતું કે બ્લાસ્ટ અગાઉ પકડાયેલા આરોપીઓ મોહમ્મદ ડોસા ના ગૃપ માટે કામ કરતા હતા. મોહમ્મદ ડોસા ખ્યાતનામ દાણચોર હતો અને દાણચોરી ના ધંધા માં તેના દાઉદ સાથે નિકટ ના સંપર્કો હતો. ‘૯૩ ના બ્લાસ્ટ અગાઉ આ આરોપીઓ ગેરકાયદેસર પાકિસ્તાન જઈ ને દાઉદ અને આઈએસઆઈ સાથે મિટીગ કરી હતી. ત્યાર બાદ તેઓ મિડલ ઈસ્ટ ની મિટીંગ તથા હથિયાર ચલાવવા અને વિસ્ફોટકો ની ટ્રેનિંગ મેળવી ભારત પરત આવ્યા હતા. અહીં ૯૩ ના બ્લાસ્ટ નું ષડયંત્ર પાર પાડ્યું હતું. અબુ બકર બાદ માં બધા હથિયારો સગેવગે કરી મામલો થોડો શાંત પડ્યા બાદ ૧૯૯૫ માં ખોટા પાસપોર્ટ ના આધારે દેશ છોડી ને ફરાર થઈ ગયા હતા. ૧૯૯૫ માં ફરાર થયેલા આ આતંકીઓ ૨૩ વર્ષે ભારત પાછા ફરી ને અમદાવાદ ના સરદારનગર વિસ્તાર માં કયા આશયથી આવ્યા હતા તે પણ તપાસ નો વિષય છે. ગુજરાત એટીએસ પકડાયેલા આરોપીઓ ના દાઉદ સાથે ના સંપર્કો અને વિગતો શોધવા પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.