‘દાદીમા ના નુસખા

કેટલાકડોક્ટરોનું કહેવું છે કે ઝાડા-ઉલ્ટને ધીમે ધીમે રોકવા જોઈએ. આવા રોગીઓનો ઈલાજ ધ્યાનપૂર્વક કરાવવો જરૂરી છે.


કારણો – કોલેરા એક ચેપી રોગ છે. તેના જીવાણુઓ ભોજન અને પાણીમાં ભળી જાય છે. આ જીવાણુઓ શરીરમાં પ્રવેશ કરતાં જ બીજા કે ત્રીજા દિવસે રોગને ફેલાવે છે. જે લોકો ગામડાઓમાં તળાવ, કૂવા નાળા કે નદી કિનારે રહેતા હોય છે તેઓ દૂષિત પાણી પી ને આ રોગમાં ફસાય છે. કોલેરાના જીવાણુઓ દૂધ, ઉઘાડી મિઠાઈ, મૂત્ર, ઘૂંક, ઉલ્ટી, મળ દ્વારા પણ ફેલાય છે. આ રીતે દૂષિત તથા ગંદા વાતાવરણમાં રહેવાથી, પચે નહીં તેવી વસ્તુઓ ખાવાથી, વધુ પડતા પરિશ્રમ પછી તરત પાણી પીવાથી, વાસી ખાવાનું ખાવાથી, અશુદ્ધ પાણી પીવાને કારણે આ રોગ ફેલાય છે.


લક્ષણો – કોલેરામાં રોગીને ઝાડાઉલ્ટી થવા માંડે છે. ઝાડા સફેદ ઓસામણ જેવા થાય છે. તરસ વધુ લાગે છે. પેશાબ થતો નથી. રોગી ઘણી નબળાઈ અનુભવે છે. હાથ પગમાં દુખાવો એ જકડન થાય છે. શરીરમાં પાણીની અછત થઈ જાય છે. તેથી ઘણા રોગીઓ તો મૃત્યુ પામે છે.


નુસખા – દરેક ઘરોમાં સૂંઠ, કાળા મરી, અજમો અને ફૂદીનો સહેલાઈથી મળી જાય છે. તેથી આ બધાને કચરી ચૂરણ બનાવી રાખો. પછી ઓટાવેલા પાણી સાથે ૩-૩ ગ્રામ જેટલું ચૂરણ થોડા થોડા અંતરે આપો પાણીમાં ચાર-પાંચ પાદડા તુલસીના નાંખો. આ પાણીને ઉકાળીને ઠંડુ કરી રાખો. તેમાં જરાક મીઠું, થોડી ખાંડ અને લીંબુ નાંખી વારંવાર પિવડવો. રોગીના શરીરમાં પાણીની કમી થવા દેવી જોઈએ નહીં.

– લિમડાના આઠ-દસ પાનને વાટી પાણીમાં ઘોળી રોગીને પિવડવો. લિમડાથી કોલેરાના જીવાણુઓ નાશ પામે છે. – લવિંગનું પાણી આપવાથી ઉલ્ટી તરત જ બંધ થઈ જાય છે અને પેશાબ થવા લાગે છે.

– રોગીના શરીર પર રઈનો લેપ કરવાથી ઝાડા-ઉલ્ટીમાં લાભ થાય છે. આનાથી રોગીના શરીરની ધ્રુજારી પણ બંધ થાય ચાર ચમચી જેટલો કારેલાનો રસ લો, તેમાં થોડું સિંધવ મીઠું મેળવી રોગીને થોડા થોડા અંતરે વારંવાર પિવડાવો.

– રોગીના ઓરડામાં (જ્યાં તે સૂતો હોય) સ્વચ્છતા રાખો. લસણની ચાર-પાંચ કળીઓ રોગીના માથા તરફ અને પગ તરફ મૂકો. આનાથી કોલેરાના જીવાણુઓ નાશ પામશે.

– ચાર ચમચી જેટલો ડુંગળીનો રસ, એક લીંબૂનો રસ, થોડી મરી તથા ચપટી મીઠું – આ બધાંને તુલના પાનવાળા પાણીમાં મેળવી થોડી થોડીવારે રોગીને પિવડાવતા રહો.

– ગરમ પાણીમાં લીંબૂ, લીલી કોથમીર અથવા ફૂદીનાનો રસ મેળવી પિવડાવો. જ્યાં સુધી ઉલ્ટી બંધ ન થાય ત્યાંસુધી આ પાણી વારંવાર પિવડાવતા રહો.


-આશ્ચર્યકારક વાયબડિંગ વાયબડિંગના આશ્ચર્યકારક ઉપયોગ નીચે પ્રમાણે છેઃ

-આ કાળા મરીની માફક તમાકુ જેવા રંગનો હોય છે.

-આની અંદરનો બી ભૂરા રંગનો હોય છે.

-આ કૃમિનાશક છે. પાચક છે, ત્વચાવાળા રોગોને મટાડે છે, ત્વચાનો રંગ સુધારે છે. પિત્તને સાચી કાર્યસ્થિતિમાં લાવે છે.

-આનો ઉપયોગ કરવા માટે પાણીમાં ઉકાળવામાં આવે છે .

-શરીર અને આંતરડાની શુષ્કતા દૂર કરે છે.

-આના ઉપયોગથી શરીરમાંની વધારાની ગરમી દૂર થાય છે.

-માથાના દુખાવામાં બહુ | ઉપયોગી છે.

-ગુલાબ જળમાં લીંબુ નિચોવી પિવડાવવાથી પણ રોગીને ફાયદો થાય

Leave a Reply

Your email address will not be published.