પાકિસ્તાન માં શિખો ની ફરી હત્યા
એક તરફ પાકિસ્તાન ની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને સેના પંજાબ માં ફરી આતંકવાદ ભડકાવવા હરસંભવ પ્રયાસ કરી રહી છે. જ્યારે બીજી તરફ શિખ ધર્મગુરુ તેગ બહાદુરસિંગજી ના હત્યારા – રંગઝેબ ને માનનારા આ જ મુસ્લિમો એ ફરી એક વાર પેશાવર માં બે શિખો ની હત્યા કરી દીધી હતી. રવિવારે પાકિ – સ્તાન ના પેશાવર માં બે શિ ખ સમુદાય લોકો ની ગોળીઓ મારી ને નૃશંસ હત્યા કરી દેવાઈ હતી. આ અજાણ્યા મુસ્લિમ હુમલાખોરો દ્વારા માર્યા ગયેલા બને શિખો ની ઓળખાણ સલજીતસિંગ (૪૨) અને રણજીતસિંગ (૩૮) તરીકે અપાઈ હતી. તેમની પેશાવર ના સરબંધ વિસ્તાર માં મસાલા ની દુકાન છે. તેઓ જ્યારે તેમની દુકાન ઉપર વ્યવસાયિક કાર્ય કરી રહ્યા હતા ત્યારે બાઈક ઉપર સવાર થઈ ને આવેલા અજાણ્યા હુમલાખોરો એ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ને બન્ને ને મોત ને ઘાટ ઉતાર્યા હતા. પાકિસ્તાન માં લઘુમતિઓ માટે આમ પણ સુરક્ષા મોટીચિંતાનો વિષય છે.

આ અગાઉ પણ શિખ ધર્મના ધર્મગુરુ – ગુરુદ્વારા ના ગ્રંથી ની પુત્રી નું બળજબરીપૂર્વક અપહરણ અને ધર્મપરિવર્તન કરાવાયા નો કિરૂ સો નોંધાયો હતો. જ્યારે ગત સપ્ટેમ્બર માસ માં પેશાવર માં જ એક ખૂબ જાણિતા શિખ ડોક્ટરની પણ ગોળીઓ મારી ને હત્યા કરી દેવાઈ હતી. પેશાવર માં જ આશરે ૧૫ હજાર શિખો ની વસ્તી જ મુખ્યત્વે પોતાના વ્યાપાર થી જોડ| ય લ ા લોકો છે. િશ ખો ની મુખ્ય ધાર્મિક સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી એ પણ આ હત્યાકાંડ ની આકરી નિંદા કરી હતી. જ્યારે એસજીપીસી ના અધ્યક્ષ વકીલ એસ. હરજિન્દરસિંગ એ લઘુમતિઓ ની આ રીતે હત્યાઓ સમગ્ર વિશ્વ અને ખાસ કરી ને શિખો માટે ચિંતા નો વિષય ગણાવ્યા હતા. જ્યારે પાકિસ્તાન ના વડાપ્રધાન શાહબાઝ શરીફે હત્યારાઓ ની ટૂંક સમય મા ધરપકડ કરી ને કડક માં કડક સજા અપાશે તેમ જાહેર કર્યું હતું.