ભારતીય કિસાન યુનિયન માં ભાગલા

કિસાન આંદોલન વખતે બહુ ગાજેલા અને દેશભર ના કિસાનો ના એક માત્ર સર્વ સ્વિકૃત નેતા હોવાનો દંભ કરનારા રાકેશ ટિકેત ના ખુદ ના સંગઠન ભારતીય કિસાન યુનિયન ના બે ભાગલા પડી ગયા છે. તેમ જ યુનિયન ના રાષ્ટ્રીય ઉપધ્યક્ષ રાજેશ ચૌહાણ એ ભારતીય કિપન યુનિયન બિનરાજકીય નામ નું નવુ યુનિયન બનાવ્યું છે.દિગ્ગજ કિસાન નેતા મહેન્દ્રસિંહટિકેત નું ભારતીય કિસાન યુનિયન તેમની પુણ્યતિથિ નિમિત્તે જ બે ભાગ માં વહેંચાઈ ગયું. બીયુ ના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકેત અને પ્રવક્તા તથા તેમના ભાઈ રાકેશ ટિકૅત થી અલગ થઈ ને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશ સિંહ ચૌહાઅ ના અધ્યક્ષસ્થાને ભારતીય કિસાન યુનિયન (બિન રાજકીય) ની રચના કરવા માં આવી હતી. રાજેશ ચૌહાણ તથા તેમના ટેકેદારો એ આરોપ લગાવ્યો હતો કે નરેશ ટિકૅત અને રાકેશ ટિકેત રાજકારણ રમતા લોકો છે. વિધાનસભા ની ચૂંટણી સમયે પણ એક પક્ષ નો પ્રચાર કરવા માટે કહેવાયુ હતું.

DGTLmart

હવે ટિકેત બંધુઓ નો સાથ છોડી ને નવુ સંગઠન રચનારા ખેડૂતો અને મોટાભાગ ના લોકો નું કહેવું હતું કે આ બન્ને ભાઈઓ ના કારણે આ સંગઠન ખેડૂતો ના મુદ્દાઓ ને છોડી ને રાજકારણ તરફ વળી ગયું હતું. જેમાં મૂળ કિસાનો ના હિત ની વાત જ કોરાણે મુકાઈ ગઈ હતી. લખનૌ માં રાજેશ ચૌહાણ એ પ્રેસ કોન્ફરન્સ સંબhધતા જણાવ્યું હતું કે વર્કિંગ કમિટિ ના નિયમ મુજબ મૂળ ભારતીય કિસાન યુનિયન ની જગ્યા એ ભારતીય કિસાન યુનિયન-બિન રાજકીય ની રચના કરવા માં આવી છે. મારો (૩૩ વર્ષો નો સંગઠન નો ઈતિહાસ રહ્યો છે. ૧૩ મહિના ના કિસાન આંદોલન બાદ રાકેશ ટિંકેત માત્ર રાજકીય રીતે પ્રેરીત દેખાતા હતા. અમે સ્પષ્ટ જણાવ્યું હતું કે આપણે બિન રાજકીય લોકો છીએ અને આપણે કોઈ પણ રાજકીય સંગઠન નો સહયોગ કરીશું નહીં. જ્યારે રાકેશ ટિકેત છેલ્લા ૨ દિવસ થી લખની રહી ને ડેમેજ કન્ટ્રોલ કવાયત હાથ ધરતા રાજેશ સિંહ ને મનાવવા પ્રયત્નો કરી રહ્યા હતા. જે સફળ ના રહેતા આદત સે મજબૂર રાકેશ ટિકેત પોતાની નિષ્ફળતાઓ નો દોષ નો ટોપલો પણ સરકાર ઉપર ઢોળતા કહ્યું હતું કે સરકાર તેમના ઈરાદાઓ માં સફળ થઈ છે.

Leave a Reply

Your email address will not be published.