યુનો માં પણ ૬૦ મિલિયન ડોલર નું કૌભાંડ

વિખ્યાત અમેરિકન અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ ના અહેવાલ પ્રમાણે યુનો માં પણ સસ્તા ઘર બનાવવા ના મામલે ૬૦ મિલિયન ડોલર નું કૌભાંડ આચરાયું હતું. આવા સસ્તા ઘરો બનાવવા માટે પૈસા તો ફાળવાયા પરંતુ મકાનો ક્યારેય ના બન્યા. વિશ્વ ના ઘણા દેશો માં થયેલા આ કૌભાંડ માં ભારત પણ યાદી માં સામેલ છે.ભારત માં ૫૦,૦૦૦ સસ્તા ઘરો બનાવવા માટે ૨.૫ મિલિયન ડોલર ચુકવાયા હતા.’ સંયુક્ત રાષ્ટ્ર ની એક એજન્સી દ્વારા લોન અને અનુદાન સાથે સંકળાયેલા ૬૦ મિલિયન ડોલર ના કૌભાંડ માં ભારત માં પણ ૨૦૧૯ માં ૨.૫ મિલિયન નું રોકાણ સામેલ હતું. જો કે હજુ ૨૦૨૨ સુધી તેનો કોઈ અમલ થયો નથી. યુનાઈટેડ નેશન્સ પ્રોજેક્ટ સર્વિસીસ ઓફિસ (યુએનએપીએસ) એ આની રકમ એક બ્રિટીશ ઉદ્યોગપતિ ને સોંપી દીધી હતી અને હવે તેની ઉપર ૨૨ મિલિયન ડોલર નું દેવું છે. યુએન ના દસ્તવેજો પ્રમાણે સિંગાપોર સ્થિત ઉદ્યોગપતિ ડેવિડ કેન્દ્રીક ની માલિકી ની પેઢી ને ગોવા માં ઓછા માં ઓછા ૫0,000 સસ્તા મકાનો બાંધવા નો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ ફર્મ ના ડિરેક્ટરો માં દિલ્હી ના દંપતિ અમિત ગુપ્તા અને આરતી જૈધા નો સમાવેશ થાય છે.

DGTLmart

તેમની કંપની સસ્ટનેબલ હાઉસિંગ સોલ્યુસન્સ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ એ ૨૦૨૧-‘૨૨ માં ૨૭, ૨૮૯ ની ખોટ નોંધાવી હતી. આ પ્રોજેક્ટ ૨૦૧૮ માં શરુ કરાયેલા સસ્ટેનેબલ ઈન્ફાસ્ટ્રક્ટર ઈમ્પક્ટ ઈન્વેસ્ટમેન્ટ પહેલ નો ભાગ હતા. જેની હવે યુનાઈટેડ નેશન્સ દ્વારા તેના તમામ ભંડોળ ને ઉદ્યોગપતિ કેન્દ્રિક સાથે જોડાયેલી કંપનીઓ ને જ ફાળવવા માટે તપસિ શરુ કરાઈ છે. યુનાઈટેડ નેશન્સ પ્રોજેક્ટ સર્વિસીસ ઓફિસ ના વડા મટે ફેરોમો એ પણ આ મુદ્દે આ મહિના ની શરુઆત માં જ પોતાના હોદ્દા ઉપર થી રાજીનામુ આપી દીધું હતું. આ કૌભાંડ એ યુનાઈટેડ નેશન્સ જેવી સં. સ્થા ને શરમ માં મુકી દીધી છે.ગોવા સરકાર ના વરિષ્ઠ અધિકારી ના જણાવ્યા પ્રમાણે ગોવા માં સૂચિત હાઉરૂિ ગ એકમો ના બાંધકામ માટે એસએલએસ હોલ્ડિંગ્સ દ્વારા અધિકારીઓ ને રજુઆત કરવા માં આવી હતી. પ્રોજેક્ટ માટે જમીન ની કોઈ ઓળખ કરવા માં આવી ન હતી. વાસ્તવ માં ચર્ચા એ તબક્કે પહોંચી ન હતી જ્યાં પ્રોજેક્ટ માટે ફંડ શેરીંગ ની પેટર્ન ની ચર્ચા કરવા માં આવી હોય.

Leave a Reply

Your email address will not be published.