રસરંગ પૂર્તિ

રિક્ષામાં અર્ચના આઈ.બી. એમ.ની ઓફિસ પહોંચી. છ માળના
ઓફિસ કોમ્પલેકસમાં પહેલે માળ રિસેપ્શનિસ્ટ રૂમ હતો.
ગુડ મોર્નિંગ.” | ગુડ મોર્નિગ કેન આઈ હેલ્પ યુ, મેમ?”
“આઈ એમ હીયર ફોર ધ ઈન્ટવ્યું.’ | ‘વેલકમ. પ્લીઝ હેવ અ સીટ ઈન ધેટ વેઈટિંગ રૂમ.” સેક્રેટરીએ કહાં.
“થેંક્સ,” કહી અર્ચના વેઈટિંગ રૂમમાં ગઈ. બીજી ત્રણેક છોકરીઓ
ત્યાં બેઠી હતી. | “હેલો,’ બધા સામે સ્મિત વેરી
એક ખુરસી પર બેસી ગઈ. || એ સૌ સામે નજર ફેરવી બધાને માપી લીધા. એને લાગ્યું કે એ બધામાં પોતે જુદી તરી આવતી હતી. બે છોકરીઓ સ્કર્ટમાં હતી. બન્ને એંગ્લો ઈન્ડિયન લાગી. એક બહેન પંજાબી પોશાકમાં હતી. પોતે સાડીમાં હતી. એટલે જરા ક્ષોભ થયો. પણ મનોમન બબડી, “મને મારી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ.”
વધુ કંઈ વિચારે એ પહેલાં એક બીજી બહેન આવી જે મહારાષ્ટ્રીયન પોષાકમાં હતી. કોઈની સામે જોયા વિના ખુરસીમાં બેસી ગઈ. પ્રથમ નજરે એને એ અભિમાની લાગી – કદાચ વધુ ભણેલી હશે!
બરાબર દશ વાગે ઈન્ટવ્યું શરૂ થયા. દસ દસ મિનિટમાં બે છોકરીઓના ઈન્ટવ્યું પુરા થઈ ગયા. એનો ટર્ન આવતાં એ બોર્ડ રૂમમાં ગઈ. બે ભાઈઓ અને એક બહેન ઈન્ટર્વ્યૂ લેવા બેઠાં હતા.
“ગુડ મોર્નિગ ટુ ઑલ ઓફ યુ!”
ગુડ મોર્નિંગ મિસ ત્રિવેદી, હેવ અ સીટ.’
અર્ચનાએ ખુરસી પર બેસી સ્મિત કર્યું.
મિસિસ પઢિયારે બધાનો પરિચય આપ્યો.
‘મિ.દાંડેકર, મિ.મહેતા, હું મિસિસ પઢિયાર.’
વારાફરતી ત્રણે સામે નજર
કરી.
મિ. મહેતાને જોતાં ગુજરાતી હોવાનો આભાસ થયો. એમનો હસમુખો ચહેરો એને જરા સ્પર્શી ગયો.
એક પછી એક બધાએ સવાલો કર્યા. સૌના સવાલના બહુ જ વિનયપૂર્વક પ્રભાવશાળી જવાબો આપ્યા.
એમના પ્રતિભાવથી અને એને પગાર વિષે પૂછવું એ પરથી એને લાગ્યું કે ઈન્ટવ્યું એના ફેવરમાં થઈ રહ્યો હતો.
પ્લીઝ વેઈટ આઉટ સાઈડ.

Leave a Reply

Your email address will not be published.