રાહલ પક્ષ માટે અવસર કે આફત ?

પોતા ના પક્ષ ને સૌથી પુરાણા, સદી વટાવી ચુકેલા રાજકીય પક્ષ કોંગ્રેસ પાસે છેલ્લા ત્રણ વર્ષો થી પૂર્ણ સમય ના રાષ્ટ્રીય અધ્યક્ષ નથી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહામંત્રી રાહુલ ગાંધી અવારનવાર પોતાની કથની અને કરણી થી પક્ષ માટે જેવી પરિસ્થિતિ નું નિર્માણ કરી રહ્યા છે તેના થી કોંગ્રેસ પક્ષ માટે રાહુલ ગાંધી આફત છે કે અવસર એ અંગે ચિંતન જરુરી બન્યું છે.શનિવારે ઉદયપુર ખાતે યોજાયેલી કોંગ્રેસ ની ચિંતન શિબિર ને સંબોધન કરતા રાહુલ ગાંધી એ એવુ વિવાદીત નિવેદન કર્યું હતું કે પ્રાદેશિક પક્ષો ભાજપા અને આરએએસ સાથે લડી નથી શકતા. કારણ કે તેમની પાસે વિચારધારા નો અભાવ છે, માત્ર કોંગ્રેસ જ આ લડાઈ લડી શકે છે. હવે રાહુલ ના આ નિવેદન ઉપર પ્રાદેશિક પક્ષો ની પ્રતિક્રિયા આવવી તો સ્વાભાવિક હતી, પરંતુ તેમાં પણ એવા પ્રાદેશિક પક્ષો એ પણ પ્રતિક્રિયા આપી છે જે કોંગ્રેસ સાથે ગઠબંધન માં જોડાયેલા છે. કર્ણાટક ના પૂર્વ મુખ્યમંત્રી અને જનતાદળ (એસ) ના નેતા એચ.ડી.કતુમારસ્વામી એ કહ્યું હતું કે લાગે છે કે કોંગ્રેસ હવે પ્રાદેશિક પક્ષો થી ડર અનુભવી રહી છે. જો કે રાહુલ એ તે ના ભૂલવું જોઈએ કે તેમની પાર્ટી એ પ્રાદેશિક પક્ષો ના ટેકા થી જ કેન્દ્ર માં ૧૦ વર્ષો સુધી સત્તા ભોગવી હતી.

જ્યારે યુપીએ ગઠબંધન ના અન્ય સાથીપક્ષ આરજેડી ના પ્રવક્તા અને સાંસદ મનોજકુમાર ઝા એ કહ્યું હતું કે સમય આવી ગયો છે કે હવે કોંગ્રેસ એ પ્રાદેશિક પક્ષ ના સભ્યો ને ડ્રાઈવિંગ સીટ ઉપર બેસવા ની મંજુરી આપી ને પોતે પેસેન્જર સિટ ઉપર બેસવા ની આદત કેળવવી જોઈએ. એચ. ડી.કુમારસ્વામિ એ દક્ષિણ ભારતના રાજકારણ ની વાસ્તવિકતા રજૂ કરતા જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ, તેલંગના, ઓડિસા જેવા મોટભાગ ના રાજ્યો માં કોંગ્રેસ ની હાજરી પણ નથી. જ્યારે કર્ણાટક માં પણ કોંગ્રેસ તેના અંતિમ દિવસો માં છે. રાહુલ ગાંધી જેટલા જલ્દી આ વાસ્તવિકતા સમજે તે તેમના માટે સારુ રહેશે. જ્યારે કોંગ્રેસ ના જ પ્રખર સમર્થક મનાતા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) ના | નેતા સીતારામ યેચુરી એ હાલ માં જ કોચી માં પાર્ટી સંમેલન માં પોતાના સંબોધન માં કહ્યું હતું કે ભૂતકાળ ની સરખામણી એ આજે કોંગ્રેસ ઘણી નબળી પડી ગઈ છે. ભાજપા અને આર.એસ.એસ. ના ઘણા લોકો કોંગ્રેસ ને પહેલા જે એક મોટા ખતરા સમાન ગણતા હતા હવે તેવું નથી રહ્યું. કારણ કે કોંગ્રેસ નો કોઈ પણ મોટો નેતા ગમે ત્યારે પાર્ટી છોડી ને ભાજપા માં જોડાઈ શકે છે. ઘણા રાજયો માં કોંગ્રેસ ના હાથ માં થી સત્તા પણ સરકી ગઈ છે. હવે આ પ્રાદેશિક એવા પક્ષો ના પ્રવક્તાઓ આવ્યા છે જે કોંગ્રેસ ની સાથે ગઠબંધન માં હતા અને છે.

૨૦૨૪ની લોકરૂભા ની ચૂંટણી ને અનલક્ષીને જ્યાં ટી.એમ.સી., ટી.આર.એસ. જેવા અનેક પક્ષો પોતપોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ ને સંતોષવા અત્યાર થી જ કોંગ્રેસ મુક્ત વિપક્ષી મોરચા ની કવાયત માં લાગેલા છે ત્યારે કોંગ્રેસ ના મહામંત્રી રાહુલ ગાંધી નું પ્રાદેશિક પક્ષો અંગે નું નિવેદન કોંગ્રેસ પક્ષ ને અવશ્ય રીતે ફાયદાકારક તો નથી જ પરંતુ પ્રાદેશિક પક્ષો નું કોંગ્રેસ થી અંતર વધારનારુ અવશ્ય છે. આવા મોટા રાજકીય પક્ષ ને ત્રણ-ત્રણ વર્ષો સુધી પૂર્ણ સમય ના રાષ્ટ્રીય અધ્યક્ષ વગર કઈ રીતે ચલાવી શકાય? અને આમ કરવા થી પક્ષ ના અન્ય મોટા નેતાઓ અને કાર્યકરો ઉપર કેવી વિપરીત અસર પડે અને સંવાદ અને સંપર્ક થી દૂર કરી ચાલતી ગેરસમજણો દૂરના કરી શકાતા અસંતોષ નો ઉકળતો ચરુ પક્ષ ને કેટલું નુક્સાન કરી શકે તે પણ કોંગ્રેસ પાર્ટી અને જી-૨૩ સમુહ ના દિગ્ગજ, પીઢ ૨૩ અસંતુષ્ટ નેતાઓ આનું સૌથી મોટું ઉદાહરણ છે. ૨૦૧૯ની ચૂંટણી માં પક્ષ ના ઘોર પરાજય ની નૈતિક જવાબદારી સ્વિકારી રાહુલ ગાંધી એ રાજીનામુ આપ્યા બાદ પણ આજે મે-૨૦૨૨ સુધી પક્ષ ને પોતાનો પૂર્ણ સમય નો રાષ્ટ્રીય અધ્યક્ષ નથી મળતો અને નાદુરસ્ત તબિયત સાથે વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ નો ભાર વહન કરી રહ્યા છે.

જ્યારે રાહુલ અસલ ભારત ના પ્રતિક સમાન ગ્રામિણ ભારતીયો ની જીંદગી ની તકલીફો સમજવા ના બદલે રાહુલ ગાંધી સોશ્યિલ મિડીયા માં વધારે પ્રવૃત્ત રહેવા ઉપરાંત છાશવારે પોતાના વેકેશન અને અંગત વિદેશ પ્રવાસો માં વધારે રૂચી ધરાવે છે. જ્યારે યુ.પી.ની ચૂંટણી નો કાર્યભાર સંભાળનાર વ્હેન પ્રિયંકા વાડ્રા ના નેતૃત્વ માં પક્ષે ૪૦૩ બેઠકો માં થી વિધાનસભા ની ચૂંટણી લડી જે પૈકી ૩૯૦ બેઠકો ઉપર કોંગ્રેસ ના ઉમેદવારો ને માત્ર ૨૦૦૦ કે તેના થી પણ ઓછા મતો મળ્યા અને માત્ર ૨ જ બેઠક મળી ત્યાર બાદ ચૂંટણી માં મળેલી નિષ્ફળતા અને તેની જવાબદારી નક્કી કરવા ના બદલે જે પક્ષ માં રાહુલ બે વર્ષ થી મનાવવા છતા રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા તૈયાર ના હોય તો પ્રિયંકા ને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા ની માંગ થતી હોય તે પક્ષ પાસે થી કોઈ શું આશા રાખી શકે?

Leave a Reply

Your email address will not be published.