વિધાનસભા પર ખાલિસ્તાની ઝંડા
હિમાચલ પ્રદેશ ની રાજધાની ધર્મશાલા ના વિધાનસભા સંકુલ ના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર અને કમ્પાઉન્ડ વોલ ઉપર ખાલિસ્તાની ઝંડા લગાવવા ઉપરાંત દિવાલ ઉપર ખાલિસ્તાન પણ લખાયું હતું. આ ઘટના બાદ સમગ્ર રાજ્ય માં ખળભળાટ મચી ગયો હતો.હિ મા ચ લ પ્રદેશ પંજાબ નું પાડદેશી રાજ્ય છે. તેના વિધાનસભા બિલ્ડીંગ ની કમ્પાઉન્ડ વોલ અને મુખ્ય દરવાજા ઉપર મધ્યરાત્રિ એ અથવા વ્હેલી સવારે આ કૃત્ય આચરાયુ હોવાનું મનાય છે. જો કે આ ઘટના થી એ બાબત સ્પષ્ટ થાય છે કે ખાલિસ્તની પરિબળો એ પંજાબ બાદ હવે પાડોશી રાજ્ય હિમાચલ પ્રદેશ માં પણ પગપેસારો કરી દીધો છે. હિમાચલ પ્રદેશ ના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ ઘટના અંગે ટિવટ કર્યું હતું કે ધર્મશાલા વિધાનસભા સંકુલ ના ગેટ ઉપર રાત ના અંધારા માં ખાલિસ્તાની ઝંડા લ્હેરવિવા ની કાયરતાપૂર્ણ ઘટના ની હું નિંદા કરું છું. આ વિધાનસભા માં માત્ર શિયાળુ સત્ર છે, તેથી તે દરમ્યિાન અહીં વધારે સુરક્ષા ની જરુર છે. તેનો લાભ લઈ ને આ કાયરતાપૂર્ણ ઘટના ને અંજામ અપાયો છે. પરંતુ અમે તેને સાંખી લઈશું નહીં. આ ઘટના ની ઝડપ થી તપાસ કરવા માં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માં આવશે. હું એ લોકો ને કહેવા માંગુ છું કે જો તમારા માં હિંમત હોય તો રાત ના અંધારા માં નહીં, પરંતુ દિવસ ના પ્રકાશ માં આવો. તેમણે એક ન્યુઝ એજન્સી ને આપેલી મુલાકાત માં જણાવ્યું હતું કે આ ઘટના ની તપાસ ના આદેશો આપી દેવા માં આવ્યા છે. આ અંગે એફઆઈઆર નોંધી તપાસ ના ચક્રો ગતિમાન કરી દેવાયા છે. આ ઘટના રાત્રિ ના સમયે ઘટી હતી, પરંતુ સીસીટનવી માં ઘટનાક્રમ અંકિત થયા ની આશા છે. હું રાજ્ય ના તમામ લોકો ને શાંતિ જાળવવા ની અપીલ કરું છું. અમે અમારા પાડોશી રાજ્યો ની સાથે ની સરહદ ની પણ પુનઃ સમીક્ષા કરીશું. પાડોશી રાજ્ય માં આતંકવાદી મોડ્યુલ ની સતત વધી રહેલી ઘટનઓિ, સરહદ પાર થી ડ્રોન દ્વારા મોકલાવાતી શસ્ત્રો ની ડિલીવરી, જેવી બાબતો ને ધ્યાન માં રાખી ને હિમાચલ સરકારે પણ રાજ્ય માં તકેદારી અને સુરક્ષા વધારી દીધી હતી. પરંતુ આમ છતા વિધાનસભા સંકુલ ના ઝાંપે ખાલિસ્તાની ઝંડો ફરકાવાયા તેના થી રાજ્ય ના લોકો માં પણ ભય અને આતંક છવાયો છે. આવી ઘટના બનતા રાજ્ય ની સુરક્ષા વ્યવસ્થા ને લઈ ને પણ સવાલો ઉઠી રહ્યા છે.