સમાચારો સંક્ષિપ્ત માં.

-વડાપ્રધાન મોદી અત્યારે યુરોપના પ્રવાસે છે. હાલના રશિયા-યુક્રેન યુધ્ધના સમયમાં તેમની જર્મની, ડેન્માર્ક અને ફ્રાન્સની યાત્રા ઉપર વિશ્વની નજર છે. આવા સમયે જર્મની ખાતે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે આ યુધ્ધમાં કોઈની જીત નહીં થાય.આ યુધ્ધનો પણ ઉકેલ વાતચીતથી જ મળશે. વિશ્વની શાંતિ અને સ્થિરતા નાજુક સમયમાં છે. યુધ્ધના કારણે તેલના ભાવો આસમાને છે. દરેક વ્યક્તિ પિડાઈ રહ્યો છે. અમે શાંતિના પક્ષમાં છીએ. અમે યુક્રેન ને માનવીય સહાયતા પણ મોકલી છે. અમે ઈચ્છીએ છીએ કે આ દેશો વચ્ચે ચાલી રહેલા યુધ્ધનો જલ્દીથી અંત આવી જાય.

– ભારતમાં પેટ્રોલ અને ગેસમાં ભાવવધારતેના કારણે અનાજ, કઠોળ, દૂધ, ખાદ્યતેલ ના ભાવવધારા બાદ કોલસાની તંગીને કારણે વીજ સંકટ અને હવે વીજ દરોમાં પણ તોતિંગ ભાવ વધારો આવી રહ્યો છે. આ વધારો યુનિટ દીઠ ૫૦ પૈસાથી લઈને ૧ રૂા.ની આસપાસનો હશે. કોલસાની અછત ઉપરાંત ઉનાળાની ભારે ગરમીના કારણે વધેલી ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે મોટી ખાઈ સર્જાતા વીજ કંપનીઓને બહારથી ઉંચા ભાવે વિજળી ખરીદવી પડે છે. આથી વીજ કંપનીઓને જંગી ખોટના ખાડામા‘થી બહાર કાઢવા ભાવ વધારાની મંજુરી અપાઈ

– યુ.પી.માં અનેકવિધ જનકલ્યાણની યોજનાઓ લાગુ કરીને મુખ્યમંત્રી યોગીએ માત્ર યુપી માં જ નહીં પરંતુ દેશભરમાં અપાર લોકચાહના મેળવી છે. હવે સરકારના નવા આદેશથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવીછે જેની અંતર્ગત ૨૨ લાખ સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો ના લગભગ ૧ કરોડ પરિવારોને ખાનગી હોસ્પિટલોમાં પણ ૫ લાખ રૂા. સુધીની સારવાર મફતમાં કરાવી શકાશે. આવા પ્રકારની સુવિધા આપનાર યુ.પી. દેશનું સર્વપ્રથમ રાજ્ય બન્યુ છે.

– મે-૨૦૧૪ માં કેન્દ્રનું શાસન સંભાળનારી મોદી સરકાર શાસનના ૮ વર્ષો પુરા કરશે. આની ઉજવણી ૩૦ મી મે થી ૧૫ જૂન ના એક પખવાડીયા સુધી સમગ્ર શમાં કરાશે. આ દરમ્યિાન ભાજપાના કાર્યકરો દેશના દરેક બુથો ઉપર પ્રદેશ સ્તર સુધી સેવા, સુશાસન અને ગરીબો ના કલ્યાણ કાર્યક્રમ દ્વારા દેશના આર્થિક રીતે પછાત લોકોનો સંપર્ક સ્થાપશે. આ ઉજવણી માટે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા એ બધા રાજ્યોને ત્રણ સભ્યોની સમિતિ બનાવવા આદેશ આપ્યો છે.

– ગત ગુરુવારે આખરે ઉ.કોરિયામાં કોરોનાના ઓમિકોન વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ સમયે જ ઉ.કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉન એ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી હતી. ત્યારબાદ સાવચેતીના પગલા સ્વરુપે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરી દેવાયુ હતું. સરમુખત્યારી શાસક કિમ જોંગ ઉન એ ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ તેમને સંક્રમણ ને રોકવા માટે તમામ જરૂરી પગલાઓ લેવાની સૂચના આપી હતી.

– ઝારખંડની ખાણકામ સચિવ પૂજા સિંઘલ ને મનરેગા યોજનામાં કૌભાંડ આચરી કરોડો રૂા. ના ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરાઈ હતી. આ અગાઉ તેના ઘરે પડાયેલી રેડ માં જંગી રોકડ નાણું પકડાવા ઉપરાંત ૧૫૦ કરોડના સ્થાવર, જંગમ મિલ્કતના પણ દસ્તાવેજો મળી આવ્યા હતા. ઈડીએ કોર્ટમાં ૧૨ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટ એ ૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જો કે તેને જેલમાં લાવતા જ ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. જો કે જેલના તબીબોએ ચકાસણી બાદ તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું.

– ચીનના શોંગકિમ એરપોર્ટ ઉપર એક મોટો અકસ્માત થયો હતો. તિબેટ એરલાઈન્સનું એક વિમાન ટેક-ઓફ દરમ્યિાન રન-વે ઉપરથી લપી ગયુ હતું. વિમાનમાં ૧૧૩ મુસાફરો તેમ જ ૯ મુ મેમ્બરો સવાર હતા. રન વેથી લપસી ગયેલા પ્લેનમાં ટેક-ઓફ સાથે જ આગ લાગી ગઈ હતી. જો કે સદ્ભાગ્યે કોઈ જાનહાની થઈ નથી પરંતુ વિમાનમાં સવાર ૨૫ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. તમામ મુસાફરોને પ્લેનમાંથી સહી સલામત બહાર કઢાયા હતા.

– એપલે આખરે ર૦૦૧ માં શરુ કરેલા આઈપોડ ટચ ને સત્તાવાર રીતે બંધ કરી દીધું છે. એપલે બે દાયકા થી અધિક સમય પહેલા અર્થાત કે ૨૦૦૧ માં સૌ પ્રથમ આઈપોડ લોન્ચ કર્યું હતું. આખરે કંપનીએ ધીમે ધીમે આઈપોડ ના વ્યાપારમાંથી હાથ પાછા ખેંચી લીધા છે.

– ઉત્તરાખંડની ચારધામ યાત્રાનું હિન્દુઓમાં ખાસ મહત્વ છે. વળી કોરોના ના કારણે બે વર્ષ બંધ રહ્યા પછી ત્રીજા વર્ષે યાત્રા શરુ થી હોવાથી ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ભારે ધસારો છે. અત્યાર સુધીમાં ૧૦ લાખ યાત્રિકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. જો કે ચાલુ વર્ષે આ યાત્રા દરમ્યિાન ફક્ત ૧૧ મી મે ના દિવસે જ ર લાખ ૬૧ હજાર યાત્રિકોએ ચારધામની યાત્રાએ હતા. જો કે આ વખતે ચારધામ યાત્રા દરમ્યિાન અત્યાર સુધીમાં ૨૩ યાત્રિકોના મોતથયા છે. આ બાબતે વડાપ્રધાન કાર્યાલયે ઉત્તરખંડ ના આરોગ્ય વિભાગ પાસેથી યાત્રિકોના મૃ ત્યુ અંગે રિપોર્ટ માંગ્યો છે.

– અત્યાર ભારતના સમુદ્રકાંઠે ત્રાટકેલા વાવાઝોડા અસાની ના કારણે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ ના સુનાપલ્લી ના કાંઠા ઉપર એક રહસ્યમયી સોનાનો રથ તણાઈને આવ્યો હતો. સ્થાનિક ગ્રામિણોએ દરિયામાં કૂદી ને રથને દોરડા વડે બાંધીને કિનારે લઈ આવ્યા છે. જો કે આ રથની બનાવટ અને તેની શિલ્પકળા ઉપરથી તે મ્યાનમાર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા કે મલેશિયાના સમુદ્રકાંઠેથી અસાની વાવાઝોડામાં તણાઈને આવ્યાનું મનાય છે.

– સમગ્ર આફ્રિકા ખંડ ઈસ્લામિક સ્ટેટના ખૂંખાર આતંકવાદીઓ માટે ગઢ બની ગયો છે. હાલમાં જ નાઈજીરીયામાં આઈએસઆઈએસ ના આતંકવાદીઓએ તેમના આકાઓની હત્યાઓનો બદલો લેવા ના નામે ૨૦ નિર્દોષ ખ્રિસ્તીઓના ગળા કાપીને તેમને મોત ને ઘાટ ઉતાર્યા હતા. આઈસીસ ના આ ખતરનાક આતંકીઓએ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો પણ સો. મિડીયામાં મુક્યો હતો.

– ધ વર્લ્ડ મુસ્લિમ કોમ્યુનિટી કાઉન્સિલ (ટીડબલ્યુએમસીસી) ની કોન્ફરન્સમાં ઘણા મુસ્લિમ દેશોના નેતાઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં ઈજિપ્તના મંત્રી ડૉ. મોહમ્મદ મોખાર ગોમા એ કહ્યું હતું કે મુસ્લિમો તમે જ્યાં પણ રહેતા હોય, તે દેશ પ્રત્યે ઈમાનદાર રહેજો. અલગ દેશનું સ્વપ્ન નહીં જોતા. મુસ્લિમો માત્ર તર્કસંગત પધ્ધતિઓ દ્વારા જ એક થઈ શકે છે. મુસ્લિમો જે પણ દેશમાં રહે ત્યાંના કાયદા-કાનનનું સન્માન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.