સોહેલ-સીમા ના ડિવોર્સ
બોલિવુડ ના વિતેલા જમાના ના મશહુર સ્ટોરી અને સ્ક્રીનપ્લે રાઈટર સલમાન ખાન ના સુપુત્ર અને દબંગ સ્ટાર સલમાન ખાન અને અરબાઝ ખાન ના નાના ભાઈ સોહેલ ખાન અને તેની પત્ની સીમા સચદેવ એ લગ્ન ના ૨૪ વર્ષો બાદ ડિવોર્સ લઈ લીધા છે.બોલિવુડ ની અનેક સુપર હીટ ફિલ્મો ના લેખક સલીમ-જાવેદ ફેઈમ સલીમ ખાને હંમેશા તેમની ફિલ્મો માં હિન્દુ ધર્મ ની ઠેકડી ઉડાડતા સાધુ-સંતો ને ભ્રષ્ટાચારી, નશાખોર અને બળાત્કારી, શિથીલ ચારિત્ર્યવાળા બતાવવા ઉપરાંત દિવાર માં અમિતાભ બચ્ચન ને ભગવાન ની સામે જે રીતે ડાયલોગબાજી કરતો બતાવ્યો હતો કે પછી તેની ઉપર ના દરેક જાનલેવા હુમલા માં હાસ્યાસ્પદ રીતે બિલ્લા નં.૭૮૬ જે મુસ્લિમો માં પવિત્ર નંબર ગણાય છે તેનું મહિમા મંડન કર્યું હતું, ફિલ્મ શોલે માં ધર્મેન્દ્ર હેમા માલિની ને ભોળવવા શિવજી ની મુર્તિ પાછળ થી બનાવટી મેગફોન માં બોલતો બતાવ્યો હતો. આવા બધા જ દેશ્યો શું તેઓ હિન્દુ ધર્મ ની જગ્યા એ મુસ્લિમ ધર્મ સાથે જોડી ને દર્શાવવા ની હિંમત કરી શક્યા હોત ? અને આવા તો લગભગ તમામ ફિલ્મો ના દાખલા છે. મુકદ્દર કા સિકંદર માં કાદર ખાન નો ફકીર નો ફરિતા નું પાત્ર અને અન્ય ઘણા બધા. પરંતુ સનાતન ધર્મ અતિ સહિષ્ણુ છે અને તેથી જ ન માત્ર સલીમ-જાવેદ ની ફિલ્મો પીકે જેવી ફિલ્મો કે પછી તાંડવ અને આશ્રમ જેવી વેબ સિરીઝો બનતી રહે છે.
પરંતુ હિન્દુ ધર્મ ની મહાનતા માં અન્ય પણ એક વાત મહત્વ ની મનાય છે અને તે છે ભગવાન ને ત્યાં દેર છે, અંધેર નહીં, તેમ જ ઉપરવાળા ની લાઠી માં અવાજ નથી હોતો.આજે અનેક સુપર હિટ ફિલ્મો ના કથાલેખક સલીમ ખાન ખુદ ની જીંદગી ની કથા વિષે થોડું જાણીશું. ૨૪ નવેમ્બર ૧૯૩૫ ના રોજ મધ્યપ્રદેશ ના ઈન્દોર માં જન્મેલા સલીમ ખાન બોલિવુડ માં આવ્યા હતા તો હિરો બનવા પરંતુ વર્ષો ની રઝળપાટ બાદ પણ કિસ્મત એ સાથ ના આપતા આ દરમ્યિાન જ પોતાના જ ધર્મ ના અન્ય યુવક જાવેદ અખ્તર સાથે દોસ્તી થતા સલીમ-જાવેદ ના નામે સ્ક્રીન રાઈટર તરીકે કામ શરુ કર્યું અને તેમનું કામ ઠીકઠીક ચાલી નિકળ્યું. આ દરમ્યિાન ૧૯૬૪ માં તેમણે સુશિલા ચરક નામક હિન્દુ યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા. તેમના પરિવાર માં ત્રણ પુત્રો- સલમાન, અરબાઝ અને સોહેલ તથા પુત્રી અલ્વીરા નું આગમન થયું. ૧૭ વર્ષ ના સુખી દામ્પત્યજીવન અને ચાર ચાર સંતાનો ના કલરવ થી ગાજતા સંપન્ન પરિવાર ના આ મુસ્લિમ સલીમ ખાને પોતાના ધર્મ ના અધિકાર – ચાર પત્નીઓ નો ઉપયોગ કરતા ૧૯૮૧ માં ફિલ્મો માં સુવિખ્યાત, સુપરહિટ ડાન્સર હેલન સાથે બીજા લગ્ન કર્યા.
અને સુશિલા ચરક જેનું લગ્ન પછી નામ સલમા કર્યું હતું તેને સૌતન ની અને ચારેય સંતાનો માટે સાવકી માતા લઈ આવ્યા. આજે પણ સલીમ ખાન સલમાં અને હેલન સાથે એક જ છત્ર નીચે જીંદગી વ્યતિત કરી રહ્યા છે.જીંદગી ની કરુણ વાસ્તવિકતા એ છે કે બન્ને લગ્ન કરનાર સલીમ ખાન ના ત્રણેય પુત્રો ના લગ્નજીવન ભગ્ન અવસ્થા માં છે. સૌથી મોટા પુત્ર સલમાન ખાન આજે લગભગ પ૭ વર્ષ ની ઉંમરે પણ કાયદેસર કુંવારો જ છે. તેના જીવન માં સોમી અલી, સંગીતા બિજલાણી, ઐશ્વર્યા રાય, કટરીના કૈફ, લુલિયા વંતુર જેવી અનેક યુવતિઓ આવી અને ગઈ પરંતુ ઘોડી એ ચડવા ના અરમાન ૫૭ વર્ષીય ઓરતા અધૂરા જ છે. ફિલ્મો માં અપાર સફળતા, બેસુમાર સંપત્તિ પરંતુ પત્ની અને સંતાનો થી વંચિત જ છે. ત્યાર બાદ બીજા ૫૪ વર્ષીય પુત્ર અરબાઝ ખા પણ હિન્દુ યુવતિ મલાઈકા અરોરા સાથે ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. જેમને એક પુત્ર અહન નો જન્મ ૨૦૦૨ માં થયો હતો. પરંતુ ૧૯ વર્ષ ના દામ્પત્ય જીવન બાદ ૨૦૧૭ માં મલાઈકા પોતાના ૧૫ વર્ષ ના પુત્ર અહન સાથે ખાન પરિવાર થી છૂટી પડી ડિવોર્સ લઈ લીધા અને બોલિવુડ ગપસપ પ્રમાણે આ વર્ષના અંત સુધી માં પોતાના થી ૧૨ વર્ષ નાના અર્જુન કપૂર સાથે ત્રણ-ચાર વર્ષ રિલેશનશીપ માં રહ્યા બાદ હવે તેઓ લગ્ન કરવા ના છે.
હવે આ લગ્ન માં આશીર્વાદ આપવા સલીમ ખાન જશે કે કેમ તે જાણવા મળ્યું નથી. જ્યારે સૌથી નાના પુત્ર સોહેલ ખાન કે જેની ઉંમર ૫૧ વર્ષ ની છે અને તેણે પણ પિતા અને ભાઈ અરબાઝ ની જેમ હિન્દુ યુવતિ સીમા સચદેવ સાથે ૧૯૯૮ માં પ્રેમલગ્ન કર્યા હતા. તેમને પરિવાર માં બે સંતાનો નિર્વાણ તથા યોહાન છે. જો કે સીમા પોતે એક સ્વતંત્ર સફળ ફેશન ડિઝાઈનર છે. આમ તો છેલ્લા ઘણા વર્ષો થી સીમા પોતાના બન્ને સંતાનો ને નિર્વાણ એ યોહાન સાથે સોહેલ ખાન થી અલગ જ રહેતી હતી. હવે આખરે ૨૪ વર્ષ ના દામ્પત્ય જીવન બાદ સીમા-સગોહેલ ના ડિવોર્સ થઈ ગયા છે. હવે ગેલેક્સી એપાર્ટમેન્ટ માં ૮૬ વર્ષીય સલીમ ખાન પોતાની બે પત્નીઓ અને એક કુંવારા અને બે છૂટાછેડાવાળા પુત્રો સાથે રહે છે. પુત્રી અલ્વીરા હિન્દુ યુવક સાથે લગ્ન કરેલ છે.