૧૦ લાખ મુસ્લિમો ડિટેક્શન માં ?

ચીન માં ઉઈગર મુસ્લિમો ને ડિટેન્શન સેન્ટર્સ માં ધકેલી દેવા ના અને ત્યાં તેમની ઉપર અમાનુષી અત્યાચાર ગુજારાત હોવા ના સમાચારો અવારનવાર જાહેર થતા હોય છે. પરંતુ ચીન ની પોલિસ ના એક લીક થયેલા દસ્તાવેજ માં પ્રથમવાર આવા ડિટેન્શન સેન્ટર માં ૧૦ 11 1111 લાખ મુસ્લિમો કેદ IIT કાપી હોવા નું જાણવા હું મળ્યું છે.ચીન ની પોલિસ નો એક ડેટાબેઝ લીક થયો છે. જેમાં કેદી નો નંબર, જન્મ તારીખ, આઈડી નંબર, સરનામુ, ગુના ની વિગતો તેમ જ સજા ની વિગતો નોંધવા માં આવી છે. આ ડેટાબેઝ ના આધારે કહેવાયું છે કે ઓછા માં ઓછા ૧૦લાખ ઉઈગર મુસ્લિમો ને આવી કેદ માં રખાયા છે. આ તમામ ઉઈગર મુસ્લિમો સામે આતંકવાદ નો ગુન્હો નોંધાયો છે. વાસ્તવ માં તો ઉઈગર મુસ્લિમો ના દરેક પરિવાર માં થી એકાદ-બે સભ્યો ને ભેદી રીતે ઉઠાવી ને ડિટેન્શન સેન્ટર માં ધકેલી દેવાય છે. જે ચીન ના શિનજિયાંગ પ્રાંત માં બનેલા છે ત્યાં તેમની પાસે થી ગુલામો અને કેદીઓ ની જેમ વિવિધ કામો કરાવાય છે. તેમની ઉપર અમાનુષી અત્યાચાર ગુજારાય છે. તેમજ મહિલાઓ સાથે દુષ્કર્મ આચરાતા હોવા ની પણ ફરિયાદો ઉઠી છે.

DGTLmart

આનું દૃષ્ટાંતરૂપ કિરૂ સો હમણાં તુર્કી માં નોંધાયો હતો. તુર્કી માં રહેતી ૩૫ વર્ષીય મહિલા અબ્રેશિદ નો ચીન માં રહેતા તેના પરિવાર સાથે અચાનક સંપર્ક તૂટી ગયો હતો. છેલ્લા પાંચ વર્ષથી આ મહિલા ચીન થી આવી ને તુર્કી માં રહેતી હતી. તેનો પરિવાર અચાનક ગાયબ થઈ ગયો. તેણે તુર્કી માં આવેલા ચીની દુતાવાસ નો આ બાબતે વારંવાર સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ તેને જાણ થઈ હતી કે તેના ભાઈ અને માતા પિતા ને આતંકવાદ ના ગુન્હા માં ૧૫ વર્ષની જેલની સજા થઈ છે. તેમને શિનજિયાંગ પ્રાંત ના ડિટેક્શન સેન્ટર માં રાખવા માં આવ્યા છે અને ત્યાં તેમની ઉપર અમાનુષી અત્યાચાર ગુજારાય છે. બ્રિટન ની ફિલ્ડ યુનિવર્સિટી ના અહેવાલ માં જણાવાયુ છે કે આ ડેટાબેઝ ના આધારે એ બાબત સ્પષ્ટ થાય છે કે ઉઈગરો સામે આતંકવાદી પ્રવૃત્તિ અંતર્ગત ખોટી કામગિરી થાય છે. દરેક ઘર માં થી ભેદી રીતે પરિવાર ના સભ્યો ને ઉઠાવી જઈ ને ડિટેન્શન સેન્ટરો માં કાળી મજુરી કરાવાય છે. આ હેત થી જ તેમને ત્યાં ધકેલી દેવાતા હોવા ની પણ પૂરી આશંકા છે નિશંકપણે આ માનવાધિકાર ભંગ નું સૌથી મોટુ ઉદાહરણ છે.

Leave a Reply

Your email address will not be published.