ઈટાલિ માં યુક્રેન ના શરણાર્થીઓ

આજે નાટો, યુરોપિયન યુનિયન અને પશ્ચિમ ના ઘણા દેશો યુક્રેન ના શરણાર્થીઓ ને શરણ આપી રહ્યા છે. આ પૈકી ઈટાલી એ યુક્રેન શરણાર્થીઓ માટે પોતાના દેશ માં માફિયા મુક્ત કરાયેલા સ્થળો હવે નવા આશ્રયસ્થાન બની રહ્યા છે. છેલ્લા પાંચ-સાત વર્ષો માં આવા દેશો માં સૌ પ્રથમ સિરિયા ના શરણાથીઓ ત્યાર બાદ અફઘાન શરણાથીઓ અને હવે યુક્રેન શરણાર્થીઓ આવી રહ્યા છે. હવે આ શરણાર્થીઓ ને ક્યાં વસાવવા તે પણ એક મોટી સમસ્યા છે. જો કે ઈટાલી એ ક્યારેક માફિયા અને ગુન્હાખોરી ના ઠેકાણા તરીકે કુખ્યાત થયેલા સ્થળો ને યુક્રેન ના શરણાર્થીઓ માટે ના આશ્રય સ્થાન બન
વ્યા છે. ઈટાલી માં છેલ્લા ૪૦ વર્ષો માં માફિયાઓ અને ગુન્હાખોરી સામે ની લડત માં ૩૬ હજાર થી વધુ સંપત્તિ જપ્ત કરી છે. જેમાં આલિશાન બંગલાઓ, એપાર્ટમેન્ટ, અંડરગ્રાઉન્ડ ગેરેજ, ખેતીલાયક જમીનો નો સમાવેશ થાય છે. આવી સંપત્તિઓ નું મેનેજમેન્ટ પણ પડકારજનક છે. આ પૈકી લગબગ અડધોઅડધ તો સમુદાયિક વપરાશ માટે એનજીઓ તેમ જ સ્થાનિક તંત્રો ને આપી દેવાયા હતા. હવે બાકી ની આવી મિલ્કતો ને ખાલી છોડવા ને નિષ્ણાંતો મોટી ચૂક ગણાવી રહ્યા છે. જ્યારે ૨૦૧૯ ના કાયદા પ્રમાણે જપ્ત સંપત્તિઓ ને સરકાર વેચી શકે છે. જો કે સરકાર ના આ નિર્ણય ને સામાન્ય નાગરિકો, કામદારો તેમ જ કાનૂની નિષ્ણાંતો વિરોધ કરી રહ્યા છે જેનું કારણ એ છે કે આવી સંપત્તિઓ ને બજાર માં પાછી લાવવા માં તેને સંગઠીત અપરધીઓ દ્વારા ફરી થી ખરીદવા નું જોખમ ઉભુ થઈ શકે છે. હવે જે વપરાશ માં નથી તેવી સંપત્તિઓની સારસંભાળ નો ખર્ચ સ્થાનિક સરકારો ઉપર નંખાયો છે. જે પણ નિષ્ણાંતો ના મતે આમ કરવું સ્થાનિક સરકારો ની ક્ષમતા બહાર ની વાત છે.રશિયા-યુક્રેન યુધ્ધ થી વિસ્થપપિત થયેલા આશરે ૬૦ હજાર યુક્રેની શરણાર્થીઓ એ ઈટાલી પાસે શરણ માંગ્યું છે. આથી ઈટાલી એ યુક્રેન શરણાર્થીઓ ને શરણ/આશ્રય આપી શકાય તે માટે સરકારે માફિયાઓ ની જપ્ત કરેલી સંપત્તિ નો હવે આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવાનું શરુ કર્યું છે. આમ ક્યારેક માફિયાઓ એ ગુન્હાખોરી માટે કુખ્યાત સ્થાનો હવે શરણાર્થીઓ ના આશ્રયસ્થાનો બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.