ઈમરાન ની હત્યા ?
પાકિસ્તાન માં ચાલી રહેલા રાજકીય અસ્થિરતા ના વાતાવરણ માં શનિવારે ઈસ્લામાબાદ અને સમગ્ર પાકિસ્તન માં ઈમરાન ખાન ની હત્યા ના ફેલાયેલા સમાચારે ભારે ઉત્તેજના પ્રસરાવી હતી. સ્વાભાવિક રીતે જ ઈસ્લામાબાદ પોલિસ હાઈ એલર્ટ માં આવતા ઈસ્લામાબાદ માં કલમ ૧૪૪ લગાડવા ઉપરાંત પૂર્વ વડાપ્રધાન ના બેનીગાલા ની સુરક્ષા માં વધારો કરાયો હતો.પાકિસ્તાન ની હાલ ની પરિસ્થિતિ અત્યંત નાજુક છે. દેશ પાસે માત્ર ૯ અબજ ડોલર નું ફોરેન રિઝર્વ છે જે પૈકી પણ ૭.૫ અબજ વિવિધ દેશો પાસે થી વાપરવા નહીં ની શરતે બેંકો માં મુકવા મેળવાયેલું ફંડ છે. અર્થાત કે ઉપયોગ માં લઈ શકાય તેવું માત્ર ૧.૫ અબજ ફોરેન રિઝર્વ જ બાકી બચ્યું છે. પાકિસ્તાન ને આર્થિક રીતે નાદારી માં થી હવે એક માત્ર આઈએમએફ જ બચાવી શકે તેમ છે, તેનો એક નો જ સહારો છે. એક તરફ આવી કંગાળ દેશ ની હાલત છે, ત્યાં બીજી તરફ પાકિસ્તાન ની ફેડરલ ઈન્વેસ્ટલગેશન એજન્સી (એફઆઈએ) પાકિસ્તાન ના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમના સુપુત્ર અને પંજાબ પ્રાંત ના મુખ્યમંત્રી હમઝા શાહબાઝ ની ૧૪ અબજ ના મની લોન્ડરીંગ કેસ માં ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. આ માટે એફઆઈ એ એ કોર્ટ ને બન્ને ની ધરપકડ કરવા દેવા વિનંતી પણ કરી દીધી છે. જ્યારે બીજી તરફ પાકિસ્તન ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન એ પોતાની હત્યા થવા ની આશંકા વ્યક્ત કરી હતી.
ઈમરને કહ્યું હતું કે પાકિસ્ત|ાન ની અંદર અને બહાર એમ કેટલાક લોકો છે જે મારી હત્યા કરવા માંગે છે. હું આવા તમામ લોકો ને ઓળખું છું, આ અંગે મેં એક વિડીયો રેકર્ડ કરી ને એક અત્યંત સુરક્ષિત જગ્યા એ મુકી રાખયો છે. જે જો મને મારી નાંખવા માં આવશે તો આ વિડીયો તમામ પબ્લિક પ્લેટફોર્મ ઉપર ચલાવાશે જેના થકી દેશ ની જનતા સમક્ષ મારા હત્યાર ઓ ને ખુલ્લા પડાશે. આ ઉપરાંત ઈમરાને જો દેશ માં તાત્કાલિક ચૂંટણી યોજવા માં નહીં આવે તો અત્યાર ની ચોર, ઉચકકી સરકાર ના શાસન કે જે દેશવિરોધી છે તેમના નેતૃત્વ માં પાકિસ્તાન ના ત્રણ ટૂકડા (૧) પાકિસ્તાન (૨) બલુચિસ્તાન અને (૩) સિંધ એમ ત્રણ ટુકડાઓ માં વહેંચાઈ જશે. ઈમરાન ખાને પણ ઘણી વખત પોતાના જીવ ને ખતરો હોવા નું કહી ચુક્યા છે. સત્તા થી દૂર કરાયા અગાઉ પણ તેમણે પોતના જીવ ને જોખમ હોવા ના મજબૂત પુરાવા હોવા નું જણાવ્યું હતું. ઈમરાન ઉ ૫ ૨. તા તેમની સરકાર માં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરી એ પણ દેશ ની સુરક્ષા એજન્સી એ ભૂતકાળ માં ઈમરાન ની હત્યા ના કાવતરા વિષે જણાવ્યું હોવાનું કહ્યું હતું. જ્યારે પી.ટી.આઈ. ના નેતા ફૈઝલ વાવડા એ પણ દેશ વેચવા નો ઈન્કાર કરવા બદલ પૂર્વ વડાપ્રધાન ની હત્યા નુ કાવતરુ ઘડાયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઈમરાન ખાન ના ભત્રીજા હસન નિયાઝી એ સ્પષ્ટ કર્યું હતું કે જો પૂર્વ વડાપ્રધાન ને કંઈ થશે તો તેને પાકિસ્તાન ઉપર હુમલો માનવા માં આવશે.
અમે તેનો એવો આક્રમક રીતે જવાબ આપીશું કે આષયંત્ર પાછળ જે લોકો છે તેમને પણ પોતાના કર્મો ઉપર પસ્તાવો થશે. જો કે ઈસ્લામાબાદ પોલિસ ના જણાવ્યા પ્રમાણે તેઓ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ને સંપૂર્ણ સુરક્ષા ઉપલબ્ધ કરાવશે અને તેમની ટીમ પાસે થી પણ સહકાર ની આશા રાખીએ છીએ. ઈમરાન ખાને પાકિસ્તાન ની હાલ ની પરિસ્થિતિ અંગે વાત કરતા એક ઈન્ટવ્યું માં જણાવ્યું હતું કે પાકિસ્તાન આપઘાત કરી લેવા તરફ આગળ ધપી રહ્યું છે. જો સૈન્ય વહેલી તકે દખલ નહીં કરે તો પાકિસ્તાન ના સિંધ, બલુચિસ્તાન અને પંજાબ એમ ત્રણ ટુકડાઓ થઈ જશે. હું લખી ને આપું છું કે જો જલ્દી કાર્યવાહી નહીં કરાય તો ખુદ સૈન્ય જ બરબાદ થઈ જશે. જો સૈન્ય નબળુ પડશે તો દેશ ના પરમાણુ ભંડાર ની સુરક્ષા નું શું થશે ? પાકિસ્તાન નો ખજાનો ખાલી થઈ ગયો છે. તે લોકો (ભારત અને અમેરિકી ગઠબધન) તેની જ રાહ જોઈ ને બેઠા છે કે પાકિસ્તાન ના ટૂકડા થઈ જાય. જ્યારે પાકિસ્તાન માં શાહબાઝ શરીફ ની સરકાર નો સોગદવિધિ સમારોહ ચાલતો હતો ત્યારે ભારત માં સૌ એવી ખુશિયા મનાવતા હતા લાગે છે શાહબાઝ શરીફ ના રહેતા શાહબાઝ સિંગ કેમ ન હોય !!!