કમલા હેરિસ ને અશ્વેતો નું વિક્રમી સમર્થના
અમેરિકા માં ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર પહોંચનારા પ્રથમ અશ્વેત મહિલા ભારતીય મૂળ ના કમલા હેરિસ વાસ્તવ માં અમેરિકી ઈતિહાસ ના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ છે. જો કે સત્તા સંભાળ્યા ના પ્રથમ વર્ષ માં જ તેમના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે ના વિખવાદો ના અહેવાલ આવ્યા. આ દરમ્યિાન તેમની લોકપ્રિયતા પણ ઘટવા પામી હતી.જો કે કમલા હેરિસ હાર માને તેવા નેતા નથી. તેણે પોતાની રીતે જ જોરદાર કમબેક કર્યું. હવે પોતાની યોજના માં આગળ વધતા કમલા હેરિસ અમેરિકા ના એવા પ્રદેશો ની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં અગાઉ કોઈ પણ ઉપરાષ્ટ્રપતિ ક્યારેય ગયા ન હોય. આવી મુલાકાતો દરમ્યિાન જે તે પ્રદેશો ની સમસ્યાઓ સુપેરે સમજી ને તેના નિરાકરણ રુપે યોજનાઓ ચલાવવા અને તંત્ર ને આવી યોજનાઓ નો લાભ સમાજ ના તમામ વર્ગો સુધી પહોંચાડવા નું જણાવે છે. તેમના આવા સમાજોપયોગી કાર્ય થી અમેરિકન નાગરિકો માં તેમની લોકપ્રિયતા વધવી સ્વાભાવિક છે. હવે અમેરિકા ના રાષ્ટ્રપતિ ની આગામી ચૂંટણી ૨૦૨૪ માં થનારી છે. જો કે ૨૦૨૪ સુધી માં હાલ ના રાષ્ટ્રપતિ જો બાયડન ૮૨ વર્ષ ના થઈ જશે. તેમની વધતી વય, કથળતા સ્વાથ્ય, અને ઘટતી લોકપ્રિયતા ડેમોક્રેટીક પાર્ટી માટે ચિંતા નો વિષય છે. જો બાયડન ના વિમાન ની સીડી ચડતા લપસી જવા નો વિડીયો, સ્ટેજ ઉપર સંબોધન બાદ ઘોસ્ટ સાથે શેકહેન્ડ કરતો વિડીયો, અફઘાનિસ્તાન માં થી જે રીતે અમેરિકન સૈન્ય ની વાપસી થઈ તેના પરિણામે વિશ્વભર માં થયેલી ફજેતી અને ક્વાડ સહિત ના આંતરરાષ્ટ્રીય મંચો ઉપર અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે વૈશ્વિક સૌથી તાકતવર લિડર ની ઈમેજ માં બાયડન અનફીટ અને બિનપ્રભાવશાળી લાગે છે.
આ બધી વાસ્તવિકતા જોતા ૨૦૨૪ થી બીજા ચાર વર્ષ અર્થાત કે બાયડન ‘૮૨ વર્ષ થી ‘૮૬ વર્ષ ના થાય ત્યાં સુધી રાષ્ટપતિપદ નો ભાર વહન કરી શકે તે તેમના હાલ ના સ્વાથ્ય ને જોતા શંકાસ્પદ જણાય છે. હવે જો બાયડન ૨૦૨૪ માં બીજી ટર્મ માટે રાષ્ટ્રપતિપદ ની ચૂંટણી નહીં લડે તો કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદ ના સૌથી પ્રબળ દાવેદાર મનાય છે. જેનું મુખ્ય કારણ અર્થાત મતદારો માં તેમની અપાર લોકપ્રિયતા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે હેરિસ નોમિનેશન માં પણ આ અશ્વેત વોટરો જ કિંગ મેકર સાબિત થયા હતા. ડેમોક્રેટીક પાર્ટી પણ ૨૦૨૪ ના રાપ પતિ પદની ચૂંટણી માટે સજાગ અને ચિંતિત હોય તે સ્વાભાવિક છે. પાર્ટી દ્વારા તેના સંભવિત પ્રાઈમરી મતદાતાઓ ને ૨૦૨૪ ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માં જો બાયડન ની જગ્યા એ પાર્ટી ના અન્ય નેતા નું નામ સૂચવવા જણાવાતા સર્વાધિક ૩૧ ટકા મતદારો ના સમર્થન સાથે કમલા હેરિસ પ્રથમ પસંદ રહ્યા હતા. તદુપરાંત પાછલા એક વર્ષ માં યોજાયેલા આવા ૨૭ સર્વે માં કમલા હેરિસ જ સૌથી આગળ રહ્યા હતા. હાલ માં કમલા તો અગાઉ ૨૦૦૮ માં ડેમોક્રેટીક પાર્ટી માં રાષ્ટ્રપતિપદ ની દાવેદારી માટે હિલેરી ક્લિન્ટન વિરુધ્ધ બરાક ઓબામા ને પણ મળ્યું ન હતું.વળી રાજકારણ માં તમારી ખુદ ની પાર્ટી કરતા તમારા મુખ્ય પ્રતિસ્પર્ધી ની પાર્ટી તમારા ઉપર શું પ્રતિભાવ રાખે છે તે વધારે મહત્વ નું છે. અશ્વેતો માં લોકપ્રિયતા બાદ ડેમોક્રેટ પાર્ટી ના રાષ્ટ્રપતિપદ ની દોડ ના સૌથી મજબૂત દાવેદાર કમલા હેરિસ અંગે તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી એવા રિપબ્લિકન પાર્ટી ના મતે પણ કમલા હેરિસ અશ્વેતો માં પ૩ ટકા ના સમર્થન સાથે સૌથી પ્રથમ પસંદ મનાય છે.