કાનપુર માં અશાંતિ

૨૬ મી મે ના દિવસે જ્ઞાનવાપી કેસ ઉપર ચાલતી ટીવી ડિબેટદરમિયાન ભાજપા ના પ્રવક્તા નૂપુર શર્મા એ પ્રોફેટ મોહમ્મદ ઉપર ટિપ્પણી કરતા અનેક મુસ્લિમ સંગઠનો એ તેને વાંધાજનક ગણાવી હતી.
૩ જી જૂને કાનપુર ના બેકનગંજ વિસ્તાર માં જુમ્મા ની નમાજ બાદ તોફાનો થયા હતા. આ દરમ્યિાન અસામાજીક તત્વો એ સમગ્ર વિસ્તાર ને લગભગ પાંચ કલાક બાન માં લીધો હતો. આ દરમ્યિાન ઘટનાસ્થળે પહોંચેલી પોલિસ અને સુરક્ષા કંપનીઓ ઉપર પણ ભારે પથ્થરમારો કર્યો હતો. પોલિસે ટિયરરેસ ના શેલ છોડવા છતા ટોળા એ પથ્થરમારો ચાલુ રાખ્યો હતો. ઘટના સ્થળ થી માત્ર ૫૦ કિ.મી. ના અંતરે રાષ્ટ્રપતિ કોવિંદ, વડાપ્રધાન મોદી, રાજ્યપાલ આનંદીવ્હેન પટેલ તેમ જ મુખ્યમંત્રી યોગીજી એક સમારોહ માં હાજરી હતા. આ દરમ્યિાન તોફાનીઓ એ એક પાન ની દુકાન માં ભાંગફોડ કરી ને તેનો સામાન રસ્તા ઉપર ફેંકી દીધો હતો. તોફાની તત્વો ઉપર કાબુ મેળવવા ૧૨ પોલિસ સ્ટેશન ના કર્મીઓ ને ઘટના સ્થળે મોકલાયા હતા. રાષ્ટપતિ નો કાર્યક્રમ પૂરો થયા બાદ યોગીજી સીધા ગોરખપુર પહોંચ્યા હતા. શુક્રવારે જ મોડી રાત્રે યોગી એ રાજ્ય માં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી તોફાની તત્વો ની ઓળખ કરી તેમની સામે ગેંગસ્ટર એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા આદેશો આપ્યો હતા.

તદુપરiત તોફાની તત્વો ની સંપત્તિ તેમ જ ઘરો ઉપર બુલડોઝર ચલાવવા ના પણ હુકમો કરાયા હતા. પોલિસે સીસીટીવી ની મદદ થી તોફાની તત્વો ની ઓળખ મેળવી ૩ એફઆઈઆર દાખલ કરતા ૧000 ના ટોળા સામે કેસ નોંધવા ઉપરસંત ૩૫ લોકો ની ધરપકડ કરી હતી. કાનપુર હિંસા નું કનેક્શન મણિપુર અને પ.બંગાળ સાથે છે. કટ્ટરપંથી પીએફઆઈ એ પ.બંગાળ અને મણિપુર માં બજારો બંધ રાખવા આહવાહન કર્યું હતું. પોલિસે ઝડપી તપાસ બાદ આ હિંસા ના માસ્ટર માઈન્ડ હયાત ઝફર ની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મોહમ્મદ સુફિયાન, અહેમદ ખાન, જાવેદ તેમ જ મોહમ્મદ રાહિન ની પણ ગેંગસ્ટર ધારા હેઠળ ધરપકડ કરી દેવાઈ હતી. આરોપી જાવેદ એશિયન વોઈસ યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે. ઘટનાક્રમ બાદ તે ભાગીને લખનૌ ના હજરતગંજ ખાતે પોતાની ઓફિસ ના સેફ હાઉસ માં છુપાયો હતો. જ્યાંથી તેની ધરપકડ કરી લેવાઈ હતી કાનપુર રમખાણો ના મુખ્ય આરોપી હયાત હાશ્મિ એ તેના સંબંધી જાવેદ અહેજામ ખાન એશિયન વોઈસ પોસ્ટ ન્યુઝ ચેનલ સાથે જોડાયો હતો. આ ચેનલ ના અન્ય ભાગીદારો માં વ્યવસાયે વકીલ સુલ્તાન સિદ્દીકી, ઈમરાન અને જાવેદ અહેમદ ભાગીદારો હતા. હયાત હાશ્મિ એ આ જ ચેનલ દ્વારા કાનપુર માં હિંસા ભડકાવવા દુષ્પચાર કર્યો હતો. હિંસા ભડક્યા બાદ તમામ લખન જઈ ને ચેનલ ની ઓફિસ માં છુપાયા હતા. પોલિસે ધરપકડ કરાયેલા ૩૬ આરોપીઓ ના નામો ની યાદી પણ જાહેર કરી હતી. જેમાં ૨૨ મી મે ના સ.પા.માં થી બરતરફ કરાયેલા પૂર્વ શહેર સચિવ નિઝામ કુરેશી તેમ જ જૌહર ફેન્સ એસોસિએશન ના વડા અને હિંસા ના મુખ્ય આરોપી મૌલાના મોહમ્મદ અલી ને પણ સળિયા પાછળ ધકેલી દેવાયા હતા.

Leave a Reply

Your email address will not be published.