કાશ્મિર ૧૯૯૦ અને ૨૦૨૨

ભારત દેશ ના અભિન્ન અંગ એવા કાશ્મિર માં થી હિન્દુઓ ને ભગાડવા ૧૯૯૦ માં હિન્દુઓ ઉપર જે અત્યાચારો થયા જેના પરિણામે સાડા પાંચ લાખ કાશ્મિરી હિન્દુઓ એ સૈકાઓ થી જ્યાં વસતા તે માદરે વતન છોડવું પડ્યું હતું. હાલ માં કાશ્મિર ઘાટી માં થી સરકાર ના પ્રયત્નો દ્વારા પુનઃ સ્થાપિત કરાયેલા હિન્દુઓ ને ભગાડવા ટાર્ગેટ કિલીંગ ની ઘટનાઓ રોજેરતેજ બની રહી છે જેના પગલે ફરી એકવાર હિન્દુઓ એ હિજરત કરવી પડી રહી છે.કાશ્મિર માં હાલ માં જે કાંઈ બની રહ્યું છે તે અંગે શું ૧૯૯૦ની ઘટના નું પુનરવર્તન જ છે? આમ થવા નું કારણ શું? અને આવી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? આ ત્રણ મૂળ પાયા ના પ્રશ્નો છે. હવે એક પછી એક પ્રશ્ન ના પરિપ્રેક્ષ્ય માં હાલ ની ઘટનઓ ને મુલવીએ તો ૧૯૯૦ અને ૨૦૨૨ માં આ ઘટના ને અંજામ આપનારા આતંકવાદી જૂથો – ભલે નામ બદનામ હોય પરંતુ પાછળ ના પાત્રો-સૂત્રો સમાન જ છે. હાલ માં પણ સુરક્ષા દળો અને પોલિસ ના સર્વે મુજબ કાશ્મિર માં અંદાજે ૧૬૦ આતંકવાદીઓ સક્રીય છે જે પૈકી ૭૦ આતંકીઓ સ્થાનિક છે જ્યારે ૯૦ વિદેશી આતંકીઓ છે. ત્યારે પણ આ આતંકીઓ ને તમામ સહાય, શસ્ત્રો અને માર્ગદર્શન સરહદ પાર થી મળતું હતું અને હાલ માં પણ તેમ જ છે. ત્યારે પણ સ્થાનિક મુસ્લિમ સમાજ મૌન હતો અને આજે પણ મૌન છે. હવે આવા આતંકીઓ કોઈ બીજા ગ્રહો ઉપર થી આવી ને આતંક મચાવી ને પાછા ચાલ્યા જતા હોય તેવું તો નથી. અર્થાત કે તેમને આશ્રય અને સંરક્ષણ પુરુ પાડનારા ત્યારે પણ સ્થાનિકો હતા અને આજે પણ છે. જો કે બદલાયેલી બે પ્રમુખ બાબતો મિડીયા અને સરકાર ને સંલગ્ન છે.

૧૯૯૦ ની કાશ્મિરી હિન્દુઓ ની હિજરત અને આત‘કી પ્રવૃત્તિ ઉપર મિડીયા મૌન હતું જ્યારે ) હાલ માં થઈ રહેલા ટા– ટ કિલીંગ ની ઘટના દેશ ના પ્રમુખ અખબ રો, ટીવી ચેનલ્સ(ન્યુઝ) માં દર્શાવાય છે અને તેની ઉપર ચર્ચાઓ પણ થાય છે. જ્યારે ૧૯૯૦ ની ઘટના માં આતંકીઓ ને સરકાર સુરક્ષા એજન્સી ઓ તરફ થી કોઈ ડર, કોઈ પડકાર ન હતો જાણે કે મુક સંમતિ હતી. જ્યારે અત્યારે આવી તમામ ઘટનાઓ બાદ સુરક્ષા એજન્સીઓ આતંકીઓ નું પગેલુ દબાવતા પાછળ પડી જાય છે અને ઘણા કિસ્સાઓ માં આરોપીઓ ને ૨૪ થી ૪૮ કલાક માં તેમની ઈચ્છા પૂરી કરતા તેમને ૭૨ હૂરો મકપાસે મોકલી દેવાય છે. આમ આ વખતે આ બાબતે દેશ ની સુરક્ષા એજન્સીઓ અને સરકાર તુર્ત જ એક્શન લઈ રહી છે. આમ હાલ નું ટાર્ગેટ કિલીંગ ૧૯૯૦ ની ઘટના ના જ ઉદેશ્ય થી જ, હિન્દુઓ ની હિજરત માટે જ થઈ રહ્યું છે પરંતુ સરકાર અને સુરક્ષા એજન્સી ની ભૂમિકા બદલાયેલી છે. હવે આપણે બીજા પ્રશ્ન આમ થવા નું કારણ શું તે સમજવા પ્રયત્ન કરીએ તો ૧૯૯૦ માં . વખતની ઘટનS ઓ પાછળ નો ઉદેશ્ય મુસ્લિમ બહમત ધરાવતા પ્રદેશ કાશ્મિર માં થી હિન્દુઓ ને ભગાડી ને સમસ્ત ખીણ પ્રદેશ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવા નો મુખ્ય ઉદેશ્ય હતો. જ્યારે અત્યારે જમ્મુ-કાશ્મિર માં થી મોદી સરકાર ના શાસન માં આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એ હટી જવા ઉપરાંત વિશેષ રાજ્ય નો દરજ્જો પણ સમાપ્ત કરી દેવાયા ઉપરાંત હવે જમ્મુ-કાશ્મિર કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તદુપરાંત હાલ માં જ રાજ્ય ના કરાયેલા સિમાંકન (વિવિધ વોર્ડસ અને મતક્ષેત્રો ના) બાદ હવે રાજ્ય ઉપર થી કાશિમર નો દબદબો સમાપ્ત થઈ હિન્દુ બહ_મત વાળા જમ્મુ પ્રદેશ નું પ્રભુત્વ વધશે.

હવે જમ્મુ-કાશ્મિર ઉપર માત્ર બે જ પરિવારો દ્વારા રાજ્ય ને પરિવાર ની જાગિર સમજી ને પોતાના અંગત સ્વાર્થ માટે સમગ્ર રાજ્ય ની જનતા ને ગુમરાહ કરી એશો આરામ ની જીંદગી જીવતા અબ્દુલ્લાઓ અને મુફિતઓ નો તો ગરાસ લૂંટાઈ ગયો છે. જ્યારે આતંકી અને અલગાવવાદી પ્રવૃત્તિ આચરતા આત‘કી જૂથો તેમને અગાઉ પાકિસ્તાન તરફ થી મળતી જંગી આર્થિક સહાય ઉપરાંત કોંગ્રેસી સરકારો દ્વારા પણ આર્થિક સહાય ઉપરાંત વી.આઈ.પી. ટ્રીટમેન્ટ અને દિલ્હી મુલાકાતો વખતે બિરયાની ની જયાફતો ના બદલે કાં તો જેલ અથવા ૭૨ હુરો ની સંગત કરાવવા નું સરકારનું વલણ છે. આમ સ્થાનિક બન્ને રાજકીય પરિવારો તેમ જ આતંકી જૂથો હિન્દુઓ ના પુનઃવસન થી પોતાના અસ્તિત્વ ઉપર આવી પડેલા જોખમ સામે હાલ માં પોતાની અસ્તિત્વ ની લડાઈ લડી રહ્યા છે. કાશિમર માં આ બાબતે સ્થાનિકો નું વલણ પણ સમજવા જેવું છે. જ્યારે જ્યારે આર્ટિકલ ૩૭૦ કે ૩૫-એ કે રાજ્ય ના સિમાંકન થી માંડી ને અન્ય કોઈ પણ વિષય ઉપર ટીવી ન્યુઝ ચેનલ્સ ઉપર ડિબેટ દરમ્યિાન હંમેશા દેશ માં મુસ્લિમ લઘુમતિ નું વિશિષ્ટ કાર્ડ રમતા સ્થાનિક નેતાઓ કે રાજકીય પક્ષો ના પ્રતિનિધિઓ હિન્દુઓ ના ટાર્ગેટ કિલીગ મામલે સાવ ચૂપ, મન કેમ છે ? ભાજપા ની નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકાર દ્વારા કરોડો-અબજો રૂા.ની રાજ્ય માં વિવિધ સરકારી યોજનાઓ અને કાશ્મિરીઓ ને દેશ ના મુખ્ય પ્રવાહ સાથે જોડવા ના લાખ પ્રયત્નો સામે એ પણ વાસ્તવિકતા છે કે આતંકવાદી બુરહાન વાણી ના મોત ને શહિદી ગણાવતા તેના જનાજા વખતે નમાજ પઢવા એકઠી થયેલી જંગી માનવ મેદની ના પાંચ ટકા લોકો પણ ટાર્ગેટ કિલીંગ ની ઘટના નો ભોગ બનેલાઓ ના પરિવાર કે સાંત્વન આપવા નું તો દૂર, સંવેદના ના બે શબ્દો પણ બોલવા પણ કેમ તૈયાર નથી? કાશ્મિર ની સ્થાનિક પ્રજા તો ધર્મ આધારીત માનસિકતા કે મુસ્લિમ આતંકીઓ દ્વારા હિન્દુઓ ના કરાતા ટાર્ગેટ કિલીંગ ના કારણે મૌન રહે તે સમજી શકાય પરંતુ ભારતવર્ષ ના દેશભર ના અને વિદેશો માં પણ વસતા હિન્દુધર્મીઓ તેમ જ હિન્દુત્વવાદી સંગઠનો નું મૌન ખૂબ જ અકળાવનારું છે.

૩૨ વર્ષ અગાઉ ની ૧૯૯૦ ના ઘટનાક્રમ બાદ પણ આપણે કોઈ બોધપાઠ લીધો નથી. શું માત્ર ધ કાશ્મિર ફાઈલ્સ જોઈ આવી થોડી ક્ષણો નો આક્રોશ ઠાલવી, રાષ્ટ્રગાન કે ભારત માતા કી જય બોલી પાછા આપણે નિષ્ક્રિયતા નો આંચળો ઓઢી સૂઈ જઈશું? જ્યારે ભારતીય સુરક્ષા એજન્સીઓ તેમની ઉપર પથ્થર વરસાવતા અને એકલ-દોકલ સુરક્ષાકર્મીઓ ની હત્યા કરતા આતંકીઓ ને પકડવા, સર્ચ ઓપરશનો વખતે પથ્થરમારો કરતા કાશ્મિરી યુવાનો ઉપર પેલેટ ગન્સ નો ઉપયોગ કરતા સુરક્ષાદળો સામે કાશ્મિરી નેતાઓ, દેશ ના અમુક લઘુમતિ તુષ્ટિકરણ માં રાચતા વિપક્ષો તેમ જ લૂટિયન્સ પત્રકારો અને વામપંથી દળો દ્વારા સરકાર અને સુરક્ષાદળો સામે કાગારોળ મચાવતી હતી જેનો ઉપયોગ પાક. સરકાર ભારત કે આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો ઉપર દુષ્પચાર કરવા ઉપરાંત વિવિધ દેશો માં પાકિસ્તાની સંગઠનો દ્વારા ત્યાં ની કાશ્મિરી જનતા ને મ્હોરુ બનાવી જે તે દેશો ની ભારતીય એમ્બે ઓિ સામે વિરોધ પ્રદર્શનો કરી ભારત ને બદનામ કરવા પૂરો પ્રયાસ કરાયો હતો. જો કે તે મામલો પેલેટ ગન્સ ના ઉપયોગ નો હતો જ્યારે અહીં હિન્દુઓ ના ટાર્ગેટ કિલીંગ અને હત્યાઓ થઈ રહી હોવા છતા ધ કાશ્મિર ફાઈલ્સ જોઈ રાષ્ટ્રગાન અને ભારત માતા કી જય બોલતી સોશ્યિલ મિડીયા ઉપર ફોટાઓ અપલોડ કરી રાષ્ટ્રવાદ અને હિન્દુત્વવાદી હોવા નું પુરવાર કરી હિન્દુઓ ના ટાર્ગેટ કિલીંગ ને પણ અન્ય સમાચાર જેટલી જ સાહજિકતા થી વાંચી દેશ ના અને વિદેશ ના હિન્દુઓ સદંતર મૌન છે.

Leave a Reply

Your email address will not be published.