કોંગ્રેસ ની હાલત પતલી

દેશ ના સૌથી જૂના રાષ્ટટ્રીય પક્ષ ની હાલત દયનીય બની છે. ભાજપા કે એનડીએ તો ઠીક, પરંતુ હવે તો યુપીએ ગઠબંધન ના નાના સાથી પક્ષો પણ કોંગ્રેસ ને ગણકારતા નથી. કોંગ્રેસ ની આવી નબળી હાલત અગાઉ ક્યારેય નહોતી. કોંગ્રેસ ઘણા વર્ષો બાદ રાજસ્થાન માં ઉદયપુર ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિર કરી હતી. જો કે તેનું ખાસ કોઈ પરિણામ આવ્યું ન હતું. ગાંધી પરિવાર નો મુખ્ય ઉદેશ્ય પણ પક્ષ ઉપર પરિવાર નું વર્ચસ્વ બન્યું રહે તેની સામે કોઈ વિરધી સૂર ના ઉઠે તે જોવાનું જ હતું. જેમાં તેઓ સફળ રહ્યા હતા. પરંતુ દેશ માં સૌથી જૂની અને રાષ્ટ્રીય પાર્ટી પાસે છેલ્લા ત્રણ-ત્રણ વર્ષો થી રાષ્ટ્રીય અધ્યક્ષ નો કાર્યભાર સંભાળે છે. પરંતુ પોતાની નાદુરસ્ત તબિયત ના પગલે જરા પણ સક્રિય નથી. રાહુલ ગાંધી મોટાભાગ નો સમય પોતાના વિદેશ પ્રવાસો માં જ વ્યસ્ત રહે છે. દેશ માં હોય ત્યારે પાર્ટટાઈમ રાજકારણ રમી લે છે.જ્યારે માતા-પુત્ર ની જોડી પ્રિયંકા ને મોટી જવાબદારી સોપવા ના કોઈ પણ કારણસર વિરોધી છે. આવા સંજોગો માં હાલ માં જ રાહુલ સોનિયા ને નેશનલ હેરલ્ડ કેસ માં મળેલા ઈડી ના સમન્સ નો કોંગ્રેસ અને શિવસેના સિવાય અન્ય કોઈ પક્ષો એ વિરોધ નહોતો કર્યો. સાવ નાનકડા રાજ્ય ઝારખંડ માં ઝારખંડ મુક્તિ મોરચા ની કોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર હોવા છતા જેએમએમ એ કોંગ્રેસ ને સાવ અવગણતા કોઈ વાતચીત કર્યા વગર રાજ્યસભા ની ચૂંટણી માં પોતના ઉમેદવાર જાહેર કરી દીધા. ગત એપ્રિલ માં આસામ માં કોંગ્રેસ સમર્થિત એઆઈયુડીએફ ના સભ્યો ના ક્રોસ વોટીંગ ના કારણે કોંગ્રેસ ના ઉમેદવાર નો પરાજય થયો હતો. ગત નવેમ્બર માં કોંગ્રેસ સાથે આરજેડી નું ગઠબંધન હોવા છતા આરજેડી એ કોંગ્રેસ ને પુછ્યા વગર પોતાના બે ઉમેદવારો ઉભા કરતા બન્ને ઉમેદવારો ના હારવા ઉપરાંત ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી. તામિલનડુમાં પણ ગઠબંધન સાથી પક્ષ ડીએમકે ના સ્ટાલિને વિધાનસભા ચૂંટણીમાં આ અગાઉ કોંગ્રેસના ૨૦૧૬ ના ૪૧ ના ક્વોટાને ઘટાડીને ૨૫ નો જ કરી દીધો હતો. યુ.પી.માં પણ ચૂંટણી અગાઉ બસપા સુપ્રિમો ને મુખ્યમંત્રીપદ ની ઓફર સાથે ગઠબંધન માટે કહેણ મોકલાયુ હતું જેનો પ્રત્યુત્તર આપવાની તસ્દી પણ માયાવતીએ લીધી હતી. તેમાં પણ ચિંતન શિબિરમાં રાહુલે ભાજપા ને હરાવવાની તાકાત માત્ર કોંગ્રેસમાં છે, પ્રાદેશિક પક્ષો પાસે ન તો વિચારધારા છે ન તો કેન્દ્રીય અભિગમ. આ નિવેદન બાદ તો સાથી પ્રાદેશિક પક્ષોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કોંગ્રે માં અસંતુષ્ટ જી-૨૩ સમુહ ઉપરાંત કપિલ સિબ્બલ, સુનિલ જાખડ, હાર્દિક પટેલ, આર. પી.એન. સિંહ, અશ્વિનીકુમાર જેવા અનેક | દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપામાં કે અન્ય જગ્યાએ ચાલ્યા ગયા છે.

Leave a Reply

Your email address will not be published.