કોઈ ની પીની સરકાર ની સતત બીજી જીત

રજી જૂનની ઓન્ટારિયોપ્રાંત ની ચૂંટણી પરિણામો આવી ગયા જેમાં ડગ ફોર્ડ અને પીસી પાર્ટી એ ૮૩, એનડીપી -૩૦, લિબરલ૮, ગ્રીન પાટ-૧ જ યા રે અ ફા ના ફાળે ૧ બેઠક હતી. અ | મ પી સારી પાર્ટી ની ડગ ફોર્ડ સરકાર સતત બીજી ટર્મ મેળવતા સત્તા જાળવી રાખશે. ઓન્ટારિયો પ્રાંત માં બહુમત માટે જરુરી ૬૩ સિટો ની સામે પીસી પાર્ટી ને ૮૩ સિટો મળી હતી. જો કે આ વખત ની ચૂંટણી માં સૌથી ધ્યાનકર્ષક અને ચિતા જ નાક બાબત એ રહીકે આ વખતે ચૂંટણી પ્રત્યે મતદારો ની ઉદાસીનતા ચોંકાવનારી રહી. ચૂંટણી માં માત્ર ૪૩ ટકા જ મતદાન થયું હતું જે અગાઉ ના ઓન્ટારિયો ના સૌથી ઓછી ટકાવારી ના ૨૦૨૧ ના ૪૮ ટકા મતદાન થી પણ ૫ ટકા ઓછુ મતદાન થયું હતું. જે પૈકી પીસી પાર્ટી ૪૦.૮૪ ટકા મતો અર્થાત કે ૧૯,૨૨,૬૨૮ મતો મેળવી ૮૩ બેઠકો મેળવી જ્યારે એનડીપીએ ૨૩.૭૨ ટકા મતો એટલે કે ૧૧,૧૧,૧૨૨ મતો મેળવી ૩ બેઠકો જ્યારે લિબરલ પાર્ટી એ ૨૩.૮૫ ટકા મતો મેળવી માત્ર ૮ બેઠકો જ્યારે ગ્રીન પાર્ટી એ પ.૯૬ ટકા મતો મેળવી એટલે કે ૨,૭૯,૭૧૨ મતો મેળવી ૧ બેઠક મેળવી હતી. અન્ય એક નોંધપાત્ર બાબત આ વખત ની ચૂંટણી માં એ બની હતી કે લાંબા સમય થી જ્યાં પી.સી. પાર્ટી નું પ્રભુત્વ હતું તેવા દક્ષિણ ઓન્ટારિયો ની હલડીમંડ- નોરફોલ્ક ની બેઠક ઉપર થી ઓન્ટારિયો માં લાંબા સમય બાદ એક અપક્ષ ઉમેદવાર – બોબી એન બ્રેડી નામક મહિલા ઉમેદવાર એ ચૂંટણી જીતી લીધી હતી.

આ સ્વાભાવિક રીતે જ ઓન્ટારિયો ના રાજકારણ ની એક અસામાન્ય ઘટના એટલા માટે પણ છે કે પીસી પાર્ટી ના રાજ્યભર માં સતત બીજી ટર્મ હોવા છતા એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટર ની જગ્યા એ પણ તેની તરફેણ માં વાવાઝોડુ ફૂંકાયું હોય તેમ ગત ચૂંટણી થી પણ ૭ બેઠકો વધારે જીતી ૮૩ બેઠકો મેળવી હોય તેવા સમયે પી.સી.પાટી ની પરંપરાગત બેઠક | ઉપર થી તેના મતદાર ને હરાવી, કોઈ પણ પક્ષ ના બેનર વગર અપક્ષ તરીકે અર્થાત વ્યક્તિગત, આપબળે ચૂંટણી જીતવી એ વાઘ ના મોઢા માં થી કોળિયો ખૂંચવી લેવા જેવી અસાધારણ ઘટના હતી અને આવી જ બીજી એક મેજર અપસેટ વાળી બેઠક આ વખતે બ્રામ્પટન ઈસ્ટ ની બેઠક ના પરિણામે નોંધાવી છે. બ્રામ્પટન ઈસ્ટ ની આ બેઠક પરંપરાગત રીતે એનડીપી ની બેઠક રહી હતી. અગાઉ આ બેઠક ઉપર થી જ સતત બે વખત એમપીપી બનેલા જગમિતસિંગ બાદ માં ઓન્ટારિયો એનડીપી ના ઉપનેતા અને બાદ માં એનડીપી ના ફેડરલ લેવલે નેતા બન્યા હતા. ત્યાર બાદ આ બેઠક પોતાના નાના ભાઈ ગુરરતન સિંગ ને ફાળવાતા તેઓ આ બેઠક ઉપર થી સિટીંગ એમ.પી. પી. બન્યા. જેને આ વખત ની ચૂંટણી માં પી.સી.પાર્ટી ના યુવા અને રાજકારણ માં નવોદીત હરદીપ ગ્રેવાલ એ જગમિતસીંગ ના ભાઈ ગુરરતન સિંગ ને હરાવી ને મેજર અપસેટ સર્યો હતો.આ વખત ના ઓન્ટારિયો પ્રાંત ની ચૂંટણી માં ગત ચૂંટણી ની સરખામણી એ એનડીપી એ ૯ બેઠકો ગુમાવી હતી જે પૈકી ૭ બેઠકો કન્ઝર્વેટીવ ને, ૧ બેઠક લિબરલ ને અને ૧ બેઠક અપક્ષ ના ફાળે ગઈ હતી.

જો કે ઓન્ટારિયો ની આ ચૂંટણી માં પી.સી.પાર્ટીની જ્વલંત સફળતા નો શ્રેય ડગ ફોર્ડની ચૂંટણી પ્રચાર ની સક્રિયતા થી વધારે એનડીપી લિડર એન્ડ્રીયા હેવર્થ અને લિબરલ લિડર સ્ટિવનડેલ ડૂકા એ ચૂંટણી પ્રચાર માં ફોર્ડ સરકાર ની નિષ્ફળતાઓ મતદારો સામે ઉજાગર કરવા માં દાખવેલી ઉદાસિનતા ને આભારી છે. આ વખતની ચૂંટણી માં ફોર્ડ શાસન ના ચાર વર્ષો દરમિયાન વિવિધ ક્ષેત્રે નોંધાવેલી નિષ્ફળતાઓ નો ચૂંટણી પ્રચાર માં પી.સી. પાર્ટી અને તેના લિડર ડગ ફોર્ડને ઘેરવા માં ઉપયોગ કરવા માં આ બન્ને વિપક્ષી નેતાઓ સરેઆમ નિષ્ફળ રહ્યા. જેમ કે ડગ ફોર્ડ ના શાસન કાળ માં ફેલાયેલી કોરોના મહામારી માં સાવચેતી ના અગમચેતી ના પગલા ઉઠાવવા ના અભાવે ૧૩ હજાર ઓન્ટારિયો ના નાગરિકો મોત ને ભેટ્યા. યરુઆત ના તબક્કે આ મહામારી માં રિટાયરમેન્ટ હોમ અને સિનિયર્સ હોમ માં ખાડે ગયેલી પેશન્ટ કેર સર્વિસ ના કારણે આખરે સૈન્ય ની મદદ લેવી પડી હતી. આ દરમ્યિાન જ અપૂરતી અસ્પષ્ટતાઓ અને સ્વાથ્ય સુવિધાઓ નો ભોગ ઓન્ટારિયો ની જનતા ને બનવું પડ્યું જેમાં ડગ ફોર્ડ ના સ્વાથ્ય સુવિધાઓ માં વિવિધ કાપ નો ભોગ ઓન્ટારિયો ની જનતા બની હતી. ડગ ફોર્ડ ના માત્ર વિવિધ કાપ ની શરુઆત ની કાર્યપ્રણાલી ના કારણે જ બ્રામ્પટન ની જનતા નું લાંબા ટાઈમ નું યુનિવર્સિટી નું સ્વપ્ન પેટ્રીક બ્રાઉન બ્રાગ્ટન ના મેયર બન્યા બાદ રોળાઈ ગયું હતું.

આવી કોઈ બાબત નો ઉલ્લેખ એનડીપી કે લિબરલ ના નેતાઓ દ્વારા યોગ્ય રીતે, યોગ્ય પ્રમાણ અને દિશા માં ના કરાતા ડગ ફોર્ડ ના હાઈવે ૪૧૩ ના ચૂંટણી પ્રચાર માં જ આવા મહત્વ ના મુદ્દા ભૂલાવવા માં શાસક પક્ષ ને સફળતા મળી. જો કે આ ચૂંટણી માં બ્રામ્પટન અને દક્ષિણ પશ્ચિમી ઓન્ટારિયો ની મતદાન પ્રત્યે ની ઉદાસીનતા પી.સી.પાર્ટી ની જીત નું મોટું કારણ બની. ઓન્ટારિયો ના વિક્રમી ૪૩ ટકા ના મતદાન ની ટકાવારી થી પણ બ્રામ્પટન ના પાંચેય બેઠકો ઉપર ની ટકાવારી અત્યંત ચોંકાવનારી ૩૩.૫૩ ટકા થી ૩૬.૩૫ ટકા ની રહેવા પામી હતી. આને અન્ય રીતે મુલવી એ તો એમ પણ કહી શકાય કે બ્રામ્પટન ના જાગૃ ત મતદારો તેમના સળગતા પ્રશ્નો નો ચૂંટણી પ્રચાર માં કોઈપણ પક્ષ દ્વારા યોગ્ય રીતે ચર્ચાતો કે તેનું નિરાકરણ દર્શાવતો અભિગમ તેમને એક પણ રાજકીય પક્ષો તરફ થી મળતો ના દેખાતા ૬૫.૫૭ મતદાતાઓ મતદાન કરવા થી અળગા જ રહ્યા હતા? જો કે ચૂંટણી માં જો જીતા વો હી સિકંદર ના ન્યાયે પી.સી. પાર્ટી ની ડગ ફોર્ડ સરકાર ને ૮૩ બેઠકો સાથે શાસન માટે બીજી ટર્મ મળી છે. જ્યારે ગત વખત થી ૯ બેઠકો ઓછી મળતા એનડીપી ના એન્ડ્રિયા હોવાથે પાર્ટી લિડરશીપ ઉપર થી રાજીનામુ આપ્યુ હતું. તેમ જ લિબરલ લિડર સ્ટિવન ડેલ ડૂકા ૨૦૧૮ ની જ ચૂંટણી નું પુનરાવર્તન કરતા ખુદ પોતાની જ બેઠક ઉપર થી પણ ચૂંટણી હારી જતા લિબરલ ઓન્ટારિયો ની લિડરશીપ પર થી રાજીનામુ આપી દીધું હતું. આમ ચૂંટણી ની ફળશ્રુતિ ફોર્ડ ઈન. એન્ડ્રિયા હોવર્થ અને સ્ટિવન ડેલ ડૂકા આઉટ.

Leave a Reply

Your email address will not be published.