ગુપ્તા બ્રધર્સ ની યુ.એ.ઈ. માં અટકાયત

દક્ષિણ આફ્રિકા ના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ભારતીય મૂળ ના ગુપ્તા બ્રધર્સ ની યુ.એ.ઈ. માંથી ધરપકડ કરી લેવાઈ હતી. Tગુપ્તાબંધુઓ ઉપર દ.આફ્રિકા ના પૂર્વ રાષ્ટપતિ જેકબ જુમા સાથે મળી ને ભ્રષ્ટાચાર કરવા નો આરોપ છે. આફ્રિકા ની સરકારે પણ છે સમાચાર ની પુષ્ટિ કરી હતી.મળ ભારત ના યુ.પી. ના સરહાનપુર , ના વતની એવા આ ત્રણ ભાઈઓ ગુપ્તા બ્રધર્સ – સૌથી મોટા ભાઈ અજય એ બી.કોમ. કરી ને સી. એ. કર્યું. બીજા ભાઈ અતુલે બીએસસી કર્યા બાદ કોમ્યુટર હાર્ડવેર અને એસેમ્બલિંગ નો કોર્ષ કર્યો હતો જ્યારે ત્રીજો ભાઈ રાજેશ એ બીએસસી કર્યું. અતુલ એ હયાત હોટલ દિલ્હી માં નોકરી કરી. બાદ માં આફ્રિકા જતા રહ્યા. થોડા દિવસ માં જ વિકાસ તરફ આગળ વધી રહેલા દ.આફ્રિકા ની પરિસ્થિતિ સમજી લીધી ને વ્યાપાર શરુ કર્યો. વ્યાપાર વિકસતો ગયો તેમ બન્ને ભાઈઓ ને પણ આફ્રિકા બોલાવી લીધા. તેમની કંપની સહારા કોમ્યુટર દ.આફ્રિકા ની નિં.૧ કંપની બની ગઈ. ત્યારબાદ કોલ એન્ડ Tગોલ્ડ માઈનીંગ ઈન્ડસ્ટ્રી માં પણ પદાર્પણ કર્યું. ત્યાર બાદ મિડીયા ક્ષેત્રે પ્રવેશતા સૌ પ્રથમ ન્યુઝ પેપર અને બાદમાં ઘણી ન્યુઝ ચેનલો ના માલિક બની ગયા. ૧૯૯૪ માં ૧.૪ મિલિયન રેન્ડ ના મૂડી રોકાણ થી શરુ કરેલો વ્યાપાર જોત જોતા માં ૯૭ મિલિયન રેન્ડ ની કંપની બની ગઈ. તે સમયે તેમની કંપની માં ૧૦ હજાર કર્મચારીઓ કામ કરતા હતા. ૧૯૯૪ માં પિતા ના નિધન બાદ આખો પરિવાર દ.આફ્રિકા શિફ્ટ થઈ જ ગયો. વ્યાપાર વધતો ગયો અને તેમાં પણ રાષ્ટ્રપતિ જેકબ જુમા સાથ ની ગુપ્તા બ્રધર્સ ની મિત્રતા બાદ તેમાં અનેકગણો વધારો થયો. ૨૦૧૬ માં તેમની કુલ સંપત્તિ ૭૮ કરોડ યુ.એસ. ડોલર હતી અને તેઓ દ.આફ્રિકા ની સોળમી સૌથી અમીર વ્યક્તિ હતા. જો કે તેમની વ્યવસાય ઉપરાંત દ.આફ્રિકા ના રાજકારણ | ઉપર પણ સારી પકડ હતી. જો કે દ.આફ્રિકા ના રાષ્ટ્રપતિ જેકબ જુમા નો વિરોધ શરુ થતા ગુપ્તા બ્રધર્સ ના પણ પતન ની શરુઆત થઈ. આખરે ૨૦૧૮ માં જુમા એ રાજીનામુ આપી દીધા બાદ ગુપ્તાબંધુઓ ની આફ્રિકા માં થી હકાલપટ્ટી કરાઈ હતી. દ.આફ્રિકા ના સામાન્ય માણસો માં પણ રાષ્ટ્રપતિ જુમા અને સાથીદાર ગુપ્તા બ્રધર્સ સામે પ્રચંડ રોષ હતો, હવે તેઓ બેંકો અને લેન્ડર્સે ના ચક્કરો માં ફસાઈ ગયા છે. જો કે દ.આફ્રિકન સરકાર ની નજર ગુપ્તા બ્રધર્સ એ અમેરિકા, બ્રિટન અને યુએઈ માં ગુપ્તા બ્રધર્સ ના રોકાણો ઉપર છે જે આખરે યુ.એ.ઈમાં. મા ધરપકડ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.