‘ દાદીમા ના નુસખા

-જામફળના કોમળ પાંદડા વાટી ચટણી બનાવો. આમાંથી એક ચમચી ચટણી સવારે અને સાંજે લો.

– કોબીજ, ચુકંદર અને ફુલાવરના પાંદડનો રસ કાઢો આમાંથી એક એક ચમચી જેટલો રસ સવાર સાંજ ગરમ કરી લો.

– જાયફળનું તેલ ઘસવાથી સાંધાનો દુખાવો મટે છે.

– પીળા કણેરનું તેલ ગઠિયાના રોગમાં બહુ લાભ આપે છે.

– ૨ ગ્રામ કપૂર અને ૧ ગ્રામ અફીણ આ બંનેને સરસિયાના તેલમાં ઉકાળી ગઠિયાવાળી જગ્યાએ સવાર-સાંજ માલિશ કરો.

– પીપળાના વૃક્ષની છાલનો કાઢો બનાવી પીવાથી પણ ગઠિયાનો રોગ મટી જાય છે.

– ડુંગળીના રસમાં રઈનું તેલ મેળવી માલિશ કરો.

– આદુના રસને ગરમ કરી સાંધાઓ પર લેપ કરો.

– બે ચમચી તુલસીના પાંદડાનો રસ લઈ તેને સરસિયાના તેલમાં મેળવી લગાવો.

– ગોળની સાથે મેથીનું શાક બનાવી ખાવાથી ગઠિયાનો રોગ ઓછો થઈ જાય છે અને ધીમે ધીમે મટી જાય છે.

-ચોળાના પાંદડાનો રસ કાઢી સરસિયાના તેલમાં મેળવી ગરમ કરો અને બપોરના સમયે ગઠિયાવાળા ભાગો પર લગાવો.

-ગઠિયાના રોગીઓએ ટામેટાના રસને બટાકાના રસમાં મેળવી અંગો પર લગાવવું જોઈએ.

– બે ચમચી જેટલી હળદરને તવા પર શેકી તેમાં થોડો ગોળ ભેળવી ખાવ.

– એક ગ્લાસ પાણીમાં ૨૫ ગ્રામ સુકાયેલા આંબળા અને ૫૦ ગ્રામ ગોળ નાંખી ઉકાળો. અડધુ રહી જાય ત્યારે દિવસમાં ચારવાર પીઓ.

સરસિયાના તેલમાં છે દાઠાં માં ચમચી અજમો, ચાર કળી લસણ તથા જરાક અફીણ નાંખી ઉકાળો. આ તેલને ગાળી શીશીમાં ભરી લો. દરરોજ તડકામાં બેસી આ તેલની માલિશ કરો. મોટી ઈલાયચીના છોતરાંને માથા નીચે (ઓશીકા નીચે) રાખી સૂઈ જાવ. આવું બે મહિના સુધી કરતા રહેવાથી સાંધાનો દુખાવો મટી જાય છે.


પથ્થ-અપથ્ય – ગઠિયાના રોગીઓએ વાયુવાળી વસ્તુઓ ખાવી જોઈએ નહીં. સાધારણ ભોજનમાં જૂના ચોખા, લસણ, કારેલા, રિંગણા તથા સરગવાનો ઉપયોગ વધુ કરવો. જો તાવ અને ઉધરસ હોય તો ભાત ખાવો નહીં. દૂધ, દહીં, માછલી, અડદની દાળ, વડા, કચોરી, મૂળા, ફુલાવર જેવા પદાર્થો ખાવા જોઈએ નહીં. રાત્રે હળવું ભોજન કરી જલ્દી સૂઈ જાવ. તીવ્ર તડકામાં તથા પૂર્વના વાયરામાં બેસવું નહીં. ઉનાળાની ઋતુમાં સવારે અને શિયાળામાં સાંજે ભ્રમણ સારુનસના કહેવાય. કમરનો દુખાવો ખાસ કરીને ખોટી રહેણીકરણીને કારણે કમરનો દુખાવો થાય છે.કમરને અસમતોલવાળી સ્થિતિમાં રાખવાથી દરદ થાય છે. તેથી આ રોગની દવાની સાથોસાથ કમર ને સમતોલ અને એકદમ ટટ્ટાર રાખવી જોઈએ.


કારણો – આ રોગ મોટાભાગે એવા સ્ત્રી-પુરુષોને થાય છે જેઓ બહુ મોડે સુધી બેઠાં બેઠાં કે ઉભા રહીને કામ કરતા હોય છે. તેમના બેસવાનો ઢંગ એટલે કે મુદ્રા ખોટી હોય છે જેથી એક બાજુની નસો અકડાઈ જાય છે. આ ઉપરાંત નરમ ગાદલા પર સૂવાથી, ઓફિસ કે ઘરમાં વજનદાર વસ્તુઓ ઉપાડવાને કારણે શરીરમાં ખેંચાણ ઉત્પન્ન થાય છે. ઘણીવાર માંસપેશીઓ ખેંચાઈ જવાથી પણ કરમનો દુખાવો થવા માંડે છે.


લક્ષણો – કમરમાં વધુ પડતો દુખાવો, ઉઠવા બેસવામાં ભયંકર દરદ, સવારે પણ તીવ્ર દુખાવો થાય છે. તેથી આ રોગમાં દવાની સાથોસાથ ખુરશી કે પાટ પર સીધા જ બેસવું જોઈએ. સૂવા માટે પાટનો ઉપયોગ કરવો જોઈએ.
નુસખાં – વડના વૃક્ષ પરથી

Leave a Reply

Your email address will not be published.