દિશા વાકાણી પરત નહીં ફરે

ભારતીય ટેલિવિઝન ક્ષેત્રે વિક્રમી લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પ્રોડ્યુસર અસિત મોદી એ આખરે જાહેર કર્યું છે કે દિશા વાકાણી શો માં પરત ફરશે નહીં. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખુબ જ લોકપ્રિય શો છે. જેમાં આ સિરિયલ ના મુખ્ય કલાકાર દિલીપ જોષી કે જેઓ જેઠાલાલ નો રોલ કરી રહ્યા છે. તેમના પત્ની ના રોલ માં દિશા વાકાણી એટલે કે દયાભાભી ની છેલ્લા પાંચ વર્ષો થી શો માં દેખાયા નથી. દિશા વાકાણી ના લગ્ન, બાદ માં બાળક અને તેના ઉછેર સમયે પ્રોડ્યુસર અસિત મોદી એ દિશા વાકાણી ની રાહ જોઈ. વચ્ચે એવા પણ સમાચાર આવ્યા હતા કે દિશા એ શો ના એક એપિસોડ દીઠ દોઢ લાખ રૂા.ની માંગણી કરવા ઉપરાંત દિવસ ના માત્ર ત્રણ કલાક જ કામ કરવા ની શરત મુકી હતી. આ વાત ૨૦૧૯ ની આસપાસ ની છે. જો કે દિશા વાકાણી શો માં ત્યારે પણ પરત ફરી ન હતી. હવે તારક મહેતા ના તાજા એપિ|ોડ માં જેઠાલાલ નો સાળો સુંદર જેઠાલાલ ને ફોન કરીને સમાચાર આપતો બતાવાયો હતો કે દયાબેન પાછા આવી રહ્યા છે અને હું જ તેમને પાછો લઈ ને આવીશ. ત્યાર બાદ માત્ર સાડી પહેરી ને પગ ના ડગરવ બતાવાયા હતા. આમ દયાબેન સિરિયલ માં પાછા ફરી રહ્યા છે તે વાત તો કન્ફર્મ થઈ. પરંતુ દયાબેન ના રોલ માં દિશા વાકાણી જ પરત ફરશે કે અન્ય કોઈ, તે બાબતે કોઈ ઘટસ્ફોટ થઈ શક્યો ન હતો. આથી જ સિરિયલ ના પ્રોડ્યુસર અસિત મોદી નો સંપર્ક કરતા તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે દિશા વાકાણી શો માં પરત ફરી રહ્યા નથી. મતલબ કે દિશા વાકાણી ની જગ્યા એ અન્ય કોઈ દયાબેન નો રોલ ભજવશે. આમ બીજી હિરોઈન જ લેવી હતી તો પાંચ વર્ષ લાંબો સમય વાર કેમ લગાડી એવા પ્રશ્ન ના જવાબ માં અસિત મોદી એ કહ્યું હતું કે અમારા શૂટિંગ દરમ્યિાન સૌ સ્ટાફ કુટુંબ ભાવના થી જોડાયેલો હોય છે. આથી જ અમે દિશા વાકાણી ની રાહ જોઈ. પરંતુ પરંતુ હાલ માં જ તેમણે બીજા સંતાન ને જન્મ આપતા હવે તેઓ લાંબા સમય પરત ફરી શકશે નહીં. આથી જ અમે તેમની જગ્યા એ બીજી એડ્રેસ ને લઈ ને સિરિયલ માં દયાબેન ને પરત લાવી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published.