નુપુર શર્મા, નવિન જિંદલ સસ્પેન્ડ

એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપા ના રાષ્ટ્રીય પ્રવક્તા ની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભાજપા એ તેમને પ્રાથમિક સભ્યપદે થી સસ્પેન્ડ કરવા ઉપરસંત સોશ્યિલ મિડીયા માં વિવાદ ભડકે તેવી પોસ્ટ કરવા બદલ નવિન જિંદલ ને પાર્ટી માં થી નિસ્કાસિત કરી દીધા હતા. જો કે આ મામલે આવેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાવો સમજવા જેવા છે.એકટીવીડિબેટદરમ્યિાન જ્ઞાનવાપી મસ્જિદ ઉપર વિવિધ સંપ્રદાય ના વક્તાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. ખુબ જ ઉશ્કેરપટભરી ચર્ચા દરમ્યિાન એક “શાંતિદૂત” એ કરેલી હિન્દુ ધર્મ ઉપર ની ટકોર ના જવાબ આપતા ઉશ્કેરાટ માં નુપૂર શર્મા એ કથિત પયગંબર મોહમ્મદ ઉપર કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ આ મુદ્દે ભારે હોબાળો મચી ગયો હતો. ભાજપા એ તુર્ત જ પોતે સર્મધર્મ સમભાવ માનતા હોવા નું અને કોઈ ની પણ ધાર્મિક આસ્થા ને ઠેસ પહોંચે તેની વિરુધ્ધ માં હોવાનું જણાવી નુપૂર શર્મા ને સસ્પેન્ડ અને નવિન જિંદલ ને તાત્કાલિક તેમના પદ ઉપર થી અને પાર્ટી ના સભ્યપદે થી પણ હટાવી દીધા હતા. પરંતુ આવી તક ની રાહ જોઈ ને બેઠેલા ઓવૈસી જેવા રાજકારણીઓ, લૂટિયન્સ અને વામપંથી જૂથો દ્વારા મોટાપાયે હોબાળો મચાવાયો હતો. આ દરમ્યિાન માં કુવૈત, પાકિસ્તાન, ઈન્ડનેશિયા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત જેવા દેશો એ મોહમ્મદ પયગંબર ઉપર કરેલી કથિત ટિપ્પણી ની નિંદા કરી.

આટલુ અધુરુ હોય તેમ મુસ્લિમ દેશો ના સમુહ ઈસ્લામિક સહયોગ સંગઠન એ પણ નુપૂર શર્મા ના નિવેદન ની ટીકા કરી. જો કે ભારત સરકારે ઓઆઈસી સચિવાલય ની બિન જરુરી અને ટૂંકી વિચારસરણી ની ટિપ્પણીઓ ને સ્પષ્ટપણે નકારી કાઢતા ભારત તમામ ધર્મો ને સન્માન આપે છે તેમ જણાવ્યું હતું. ભારત માં જ્યારે ૧૯૯૦ માં કાશ્મિરી મુસ્લિમ કટ્ટરવાદીઓ એ | હિન્દુઓ નો નરરૂહાર કરતા સાડાપાંચ લાખ હિન્દુઓ ને હિજરત કરવા મજબૂર કર્યા ત્યારે દેશ ના અને આંતરરાષ્ટ્રીય મુસ્લિમ સંગઠનો કેમ મૌન હતા ? પાકિસ્તાન માં લઘુમતિઓ ઉપર ગુજારાતા સિતમ, હિન્દુ દેવી-દેવતાઓ ની મુર્તિઓ અને મંદિરો ની તોડફોડ મામલે તેમ જ શ્રીલંકા માં ચર્ચ ઉપર મુસ્લિમ આતંકવાદી ના તેમ જ વિશ્વભર કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠનો દ્વારા કરાતા આતંકી હુમલાઓ વખતે કેમ મૌન હતા? ભાજપા એ તો બેકફૂટ આવી ને પોતાના જ પ્રવક્તા ને પાર્ટી માં થી સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ ભારત અને વિશ્વભર ના હિન્દુઓ નુપૂર શર્મા ના સમર્થન માં આગળ આવ્યા છે. નુપૂર ના સમર્થન માં ગુજરાત ના પૂર્વ એટીએસ ચીફ ડી.જી.પી. વણઝારા, પાકિસ્તાની મૂળ ના લેખક તારિક ફતેહ તેમ જ સૌથી મજબૂતાઈ થી નેધરલેન્ડ ના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે ખુલ્લે આમ સમર્થન કરતા અન્ય મુસ્લિમ દેશો ને પણ આડેહાથ લીધા હતા. વિલ્બર્સે ટિવટ કર્યું હતું કે આ ઘણું હાસ્યાસ્પદ છે કે આરબ અને ઈસ્લામિક દેશો ભારતીય નેતા નુપૂર શર્માને પયગંબર અંગે સત્ય જણાવતા ડરી ગયા છે.

તુષ્ટિકરણ ક્યારેય કામ નથી આવતું. આ વસ્તુ ને વધુ ખરાબ કરી દે છે. તેથી ભારત ના મારા મિત્રો તમે મુસ્લિમ દેશો ની ધમકીઓ માં ના આવો. આઝાદી માટે ઉભા થાવ અને તમારા નેતા નુપૂર શર્મા ના બચાવ માં ગર્વ અનુભવો. જો કે વિલ્ડર્સને પણ તેના ટિવટ બાદ મારી નાંખવા ની ધમકીઓ મળી રહી છે. જેની ઉપર પણ પલટવાર કરતા ટિવટ કર્યું હતું કે પાકિસ્તાન થી લઈ ને તુર્કી સુધી ના લોકો મને ધમકીઓ આપી રહ્યા છે. પંરતુ આ ધમકીઓ થી કંઈ નહીં મળે. હું સત્ય બોલવા થી નહીં અટકું. જ્યારે આરબ અને મુસ્લિમ દેશો બાદ હવે યુનો પણ ભારત ને સહિષ્ણુતા નો પાઠ ભણાવવા લાગ્યું છે. ૯/૧૧ અને ૨૬/૧૧ જેવા વિશ્વભર માં અનેક આતંકવાદી હુમલાઓ બાદ પણ હજુ સુધી આતંકવાદ ની સ્પષ્ટ વ્યાખ્યા નહીં કરી શકેલા સંયુક્ત રાષ્ટ્ર ના મહાસચિવ એન્ટમેનિયો ગુટેરેસ ના પ્રવક્તા એ કહ્યું હતું કે અમે તમામ ધર્મો માટે આદર અને સહિષ્ણુતા ને ભારપૂર્વક પ્રોત્સાહિત કરીએ છીએ. જ્યારે સૌથી હાસ્યાસ્પદ રીતે પોતાને ત્યાં ની ઐતિહાસિક બૌધ્ધ પ્રતિમાઓ ને ખંડિત કરનાર અને અવારનવાર સુન્ની સમુદાય ની મસ્જિદો માં જ્યાં બોમ્બ વિસ્ફોટો થાય છે તેવા અફઘાનિસ્તાન ના તાલિબાનો એ પણ નુપૂર શર્મા ના નિવેદન અંગે જણાવ્યું હતું કે સરકારે આવા કટ્ટરપંથીઓ ને ઈસ્લામ નું અપમાન કરતા અટકાવવા જોઈએ. જ્યારે પ્રતિબંધિત કટ્ટરવાદી ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલકાયદા એ મોહમ્મદ પયગંબર ની ટિપ્પણી મામલે ધમકી ઉચ્ચારતા પત્ર જાહેર કરીને ગુજરાત, યુપી અને મુંબઈ માં આત્મઘાતી હુમલાઓ કરવા ની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.