નુપૂર ના બચાવ માં કંગના
બોલિવુડ અભિનેત્રી કંગના રાણાવત પોતાના બેબાક નિવેદનો ના કારણે હંમેશા ચર્ચા માં રહે છે. હાલ માં ન માત્ર ભારત માં, પરંતુ વિશ્વભર માં ચર્ચા જગાવનાર નુપૂર ની પ્રોફેટ મોહમ્મદ ની ઉપર વિવાદીત ટિપ્પણી ના સંદર્ભે ખુલી ને નુપૂર ને ટેકો આપ્યો હતો.ભાજપા ના જ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા કે એ મોહમ્મદ પયગંબર સંબ’ધિત કથિત બદનક્ષીભરી ટિપ્પણી મામલે દેશ-વિદેશો માં મચેલા હોબપળા અને મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા આ કહેવાતા સુસંસ્કૃત શાંતિદૂતો દ્વારા રેપ અને ખૂન ની ધમકીઓ મળી રહી છે. તેવા સમયે પણ નિડરતા થી ખૂલી ને જાહેર માં નુપૂર શર્મા નો પક્ષ લેવા ની હિંમત બોલિવુડ ના અનેક દેશભક્ત, રાષ્ટ્રવાદી, હિન્દુત્વ પ્રેમી કહેવાતા હીરો પણ હિંમત દાખવી નથી શક્યા ત્યારે આ સિલ્વર સ્ક્રીન ની મણિકર્ણિકા કંગના રાણાવત એ કંગના એ ખૂબ સચોટ ટિવટ કરી હતી કે નુપૂર પોતની મન ની વાત કહેવા માટે સ્વતંત્ર છે તેને જે રીત ની ધમકીઓ આપવા માં આવી રહી છે તે મેં જોયું છે. જ્યારે રોજ હિન્દુ ભગવાનો નું અપમાન કરવા માં આવે છે તો આપણે કોર્ટમાં જઈએ છીએ. આ અફઘાનિસ્તાન નથી, પરંતુ હિન્દુસ્તાન છે.આપણે લોકો પૂરી વ્યવસ્થા સાથે ચાલતી સરકાર નો હિસ્સો છીએ. આ સરકાર ને આપણે જ પસંદ કરી છે અને તેને લોકશાહી કહેવા માં આવે છે. આ માત્ર તે લોકો ને યાદ અપાવવા માટે છે કે જેઓ હંમેશા આ વાત ને ભૂલતા રહે છે. પોતની લોકપ્રિયતા ને સંભવિત નુક્સાન, શાંતિદૂતો દ્વારા સંભવિત બહિષ્કાર અને વ્યવસાયિક હિતો ના નુક્સાન ને સમજી ને મોટા ભાગ ના સ્ટાર્સ અને બોલિવુડ ના કહેવાતા ગોડ ફાધરો આ મામલે ચૂપ છે ત્યારે નિડર, નિર્ભિક કંગના રાણાવત નું નુપૂર ના સમર્થન માં ઉભા રહેવું કાબિલ એ તારિફ છે.