ભારત આગામી ૩૦ વર્ષો માં ઘરડુ થઈ જશે ?

હાલ માં ભારત ની ગણના એક યુવા દેશ તરીકે થાય છે. ૨૦૨૦ માં ભારત ની કુલ ૧૩૮ કરોડ ની વસ્તી પૈકી હાલ અડધા થી વધુ ઉંમર ના ૪૦ વર્ષો કરતા ઓછી છે. પરંતુ ૨૦૫૦ સુધી માં ભારત ની અડધા થી વધુ વસ્તી ૭૦ વર્ષ ની આસપાસ ની થઈ જતા વસ્તી ઘરડી થવા લાગશે. ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના મોટભાગ ના વિદેશ પ્રવાસો ના જાહેર સંબોધનો માં ભારત ને યુવાઓ ના દેશ તરીકે ઓળખાવતા વિશ્વભર ના ઔઘોગિક સાહસિકો ને ભારત માં આવી ને મૂડીરોકાણ કરવા જણાવે છે. જો કે ૨૦૫૦ આવતા વસ્તી નું ચિત્ર બદલાઈ જશે. સંયુક્ત રાષ્ટ્ર ના વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેટ્સ ના વિશ્લેષણ માં ઘણી અચરજ પમાડતી વાતો સામે આવી હતી. ભારત માં ૨૦૫૦ સુધી માં વૃધ્ધો ની સંખ્યા વધી જશે. જ્યારે સદી ના અંત સુધી માં આશ્ચર્યજનક રીતે વસ્તી માં ૪૭ કરોડ નો ઘટાડો થઈ જતા ૨૧00 ની સાલ માં ભારત ની વસ્તી ૯૧ કરોડ ની થઈ જશે. દુનિયા ના મોટાભાગ ના દેશો માં ફર્ટિલીટી રેટ રિપ્લેમેન્ટ લેવલ થી નીચે છે. સંયુક્ત રાષ્ટ્ર ના અંદાજ મુજબ ૨૦૫૪ ની આસપાસ વિશ્વ ની વસ્તી સર્વાધિક માત્રા માં હશે તે સમયે વિશ્વ ની વસ્તી ૮.૯ અબજ ની આસપાસ પહોંચી જશે. પરંતુ ત્યારબાદ, આ સદી ના ઉત્તરાર્ધ માં વસ્તી ઘટવા નું શરુ થઈ જશે.

વર્તમાન સદી ના અંત સુધી માં ભારત ની વસ્તી એક તૃતિયાંશ ઘટી જશે અને તે સમયે દેશ માં સૌથી વધુ સંખ્યા માં ૬૦ થી ૬૪ વર્ષ ના વય સમુહ ની રહેશે. આ સદી ના અંત સુધી માં એશિયા ના ત્રણ મહત્વ ના દેશો ભારત, ચીન અને જાપાન ની વસ્તી માં ધરખમ ઘટાડો જોવા મળશે. સૌથી વધુ મોટો ઘટાડો જાપાન ની વસ્તી માં જોવા મળશે જે લગભગ ૨૧૦૦ સુધી ૬૦ ટકા વસ્તી ઘટી જશે. જ્યારે હાલ માં વિશ્વ માં સૌથી વધુ આબાદી ધરાવતા દેશ ચીન ની વસ્તી પણ ૨૧૦૦ ના વર્ષ સુધી માં ૫૦ ટકા જેટલી ઘટી જશે. જ્યારે આ યાદી માં ભારત ની વસ્તી ૨૧૦૦ સુધી માં ૩૪ ટકા ઘટી જશે. જો કે આ બધા ની સામે બીજી મહત્વ ની વાત એ બનશે કે વિશ્વ ની વસ્તી ભલે ઘટી જશે પરંતુ લોકો નું સરેરાશ આયુષ્ય ૮૦ વર્ષ થી વધી જશે. જ્યારે વિશ્વ ના અમુક દેશો ની વસ્તી વધી જશે. જેમ કે તાંઝાનિયા ની વસ્તી દોઢ ગણી વધશે. આ ઉપરાંત કોંગો ની વસ્તી બમણી થઈ જશે. નાઈજીરિયા ની વસ્તી તો હાલ ના ૨૧ કરોડ થી વધી ને પ૩ કરોડ થઈ જશે જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન ની વસ્તી પણ હાલ ના ૨૨ કરોડ થી વધી ને ૨૬ કરોડ થઈ જશ

Leave a Reply

Your email address will not be published.