ભારત નો વિજયરથ અટક્યો

૯ મી જૂને ભારત અને પ્રવાસી દ.આફ્રિકા વચ્ચે શરુ થયેલી પાંચ ટી-૨૦ ની સિરીઝ પૈકી ની પ્રથમ ટી-૨૦ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ ગઈ. જે સાત વિકેટ એ દ.આફ્રિકા એ જીતી ને સતત જીતતી ટીમ ઈન્ડિયા ના વિજય રથ ને અટકાવી દીધો હતો.દ.આફ્રિકા એ ટોસ જીતી ને બોલિંગ પસંદ કરતા ટીમ ઈન્ડિયા તરફ થી ઈશાન કિશન અને ઋતુરાજ ગાય ક વાડ આ પીંગ કર્યું હતું. જો કે ગાયકવાડ અંગત ૨૩ રને આઉટ થતા ટીમ ઈન્ડિયા ની પ૭ રને પ્રથમ વિકેટ પડી હતી. ત્યાર બાદ અંગત ૭૬ રને ઈશાંત કિશન પણ આઉટ થતા ૧૩૭ રને બીજી વિકેટ પડી હતી. ત્યાર બાદ કપ્તાન અને વિકેટ કિપર ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર રમત આગળ વધારતા ઐય્યર ૩૬ રન બનાવી આઉટ થતા સ્કોર ૧૫૬ રને ત્રણ વિકેટ થયો હતો. જ્યારે પંત અંગત ૨૯ રને આઉટ થતા ૨૦૨ અને ૪ વિકેટ સ્કોર થયો હતો. ત્યાર બાદ હાર્દિક ની અણનમ ૧૨ બોલ માં ૩૧ રન અને દિનેશ કાર્તિક ના બે બોલ માં અણનમ ૧ રન ની મદદ ટીમ ઈન્ડિયા એ ૨૦ ઓવરો માં ત્રણ વિકેટે ૨૧૧ રન બનાવ્યા હતા. દ.આફ્રિકા તરફ થી કેશવ મહારાજ – એન્ટિચ નોર્ટિજ એ વેન પામેલ ને ૧-૧ વિકેટો મળી હતી.દ.આફ્રિકા એ ર૧૨ રન ના લક્ષ્યાંક નો પીછો કરતા ઓપનીંગ માં વિકેટ કીપર ક્વિન્ટન ડી કોક ને કેપ્ટન બધુમા એ શરુઆત કરી હતી. પરંતુ બધુમા અંગત ૧૦ રને આઉટ થતા ૨૨ રને પ્રથમ વિકેટ પડી હતી. ત્યાર | બાદ પ્રિટમેરિયસ પણ અંગત ર૯ રને આઉટ થતા ૬૧ રને બીજી વિકેટ પડી હતી. ત્યાર બાદ ક્વિન્ટન ડી કોક અંગત ૨૨ રને આઉટ થતા ૮૧ રને ત્રીજી વિકેટ પડી હતી. જો કે ત્યાર બાદ હુસેન ના ૪૬ બોલ માં અણનમ ૭૫ રન અને ડેવિડ મિલર ના ૩૧ બોલ માં અણનમ ૬૪ રન ની મદદ થી દ.આફ્રિકા એ વીસમી ઓવર ના પહેલા જ બોલે ત્રણ વિકેટ એ ર૧૨ રન નો સ્કોર બનાવતા ટીમ ઈન્ડિયા ને ૭ વિકેટ એ હાર આપી હતી. ટીમ ઈન્ડિયા તરફ થી ભૂવી, હર્ષલ પટેલ અને અક્ષર પટેલ ને ૧-૧ વિકેટો મળી હતી.

Leave a Reply

Your email address will not be published.