મહેન્દ્ર ગોપ

રામપુર ના જમીનદાર પરિવાર માં હાલ બાંકા જિલ્લા માં જન્મેલા મહેન્દ્ર ગોપ થી અંગ્રેજો ત્રાહિમામ પોકારતા હતા. ૧૫ ઓગસ્ટ, ૧૯૧૨ માં આ ફુટડા યુવાને જન્મ ધારણ કર્યો. અંગ્રેજો ની નીતિ પ્રમાણે ભારતીય પ્રજા નું દારુણ દુઃખ સહન ન થતાં મહેન્દ્ર ગોપે અંગ્રેજો ને તેમની જ રીતરસમો થી સબક શીખવવા ની પ્રતિજ્ઞા લીધી. મહેન્દ્ર ગોપે પોતાની સાથે ૨૫૦ જેટલા સાથીદારો તૈયાર કર્યા હતા. તેમને ઘોડેસવારી નો અદ્ભુત શોખ હતો. ક્રાંતિકારી પગલાં લેવા તેઓ ભાર તારી સ્વાં રાતા સંગ્રામ’ માં જોડાઈ પોતના વિસ્તાર ના પહાડી એરિયા માં તેઓ અંગ્રેજો ને સતત ૫ જ વ તા રહ્યા.મૂળ તો તેમના જીવન માં એક પ્રસંગ બન્યો હતો. એક વખત તેઓ પોતાના ઘોડા પર ફુલ્લીડુમર ગામ તરફ જતા હતા ત્યાં રસ્તા માં એક અંગ્રેજ સૈનિક ઘોડા પર સામે મળ્યો. અંગ્રેજો ભારતીયો ને તુચ્છ પ્રાણી જેવા સમજતા પેલા સૈનિકે ગોપ ને અંગ્રેજી ભાષા માં ગુલામી યાદ કરાવી અને કેટલાક પ્રશ્નો પૂછ્યા. ગોપ ને ભાષા આવડતી ન હોવા થી જવાબ ન આપ્યો અને મૌન રહ્યા. પેલા સૈનિક નો ગુસ્સો સાતમે આસમાને ! ગોપ ને ખૂબ જ નિર્દય રીતે માર મારવા માં આવ્યો. બસ, ત્યાર થી ગોપે નક્કી કર્યું કે ભારતીય પ્રજા માયકાંગલી નથી.

એની પ્રતીતી કરાવવા અંગ્રેજો પર તેમણે પોતાના સાથીદારો સાથે હુમલા કર્યા. તેમના સાથી પ્રદ્યુમ્નસિંહ,સિલધરસિંહ, ગુલાબી બૈઠા, રાધેશ્યામ પાઠક ના સહયોગ થી બેલહર થાણા ને આગ ચાંપી, પસરાહા રેલ્વે સ્ટેશને લૂંટફાટ કરી સ્ટેશન સળગાવ્યું. તેમની ક્ષમતા અને મારક શક્તિ થી અંગ્રેજો ફફડી ઊઠતા. એવું કહેવાય છે કે તેમના ઘોડા ની ટાપ સાંભળી અંગ્રેજો માં નાસભાગ થઈ જતી.તેઓ માનતા કે અંગ્રેજોની પ્રત્યેક રાત અમારી ટૂકડી ના ચિંતન માં જ પસાર થવી જોઈએ. અંગ્રેજો ના અનેક ઠેકાણાઓ પર તેમણે આક્રમણ કરેલું તેઓ સારા ઘોડેસવાર હોવા ની સાથે સાથે સંપૂર્ણ પહાડી ક્ષેત્ર ના જાણકાર હતા. તેથી લાંબા સમય સુધી અંગ્રેજ હકુમત ના સૈનિકો તેમને પકડી શકતા ન હતા. તેમને પકડવા માટે અંગ્રેજો આકાશપાતાળ એક કરી રહ્યા હતા. ૧૯૪૪ માં તેમને ભયંકર તાવ આવ્યો હતો. દિવસ હતો ૮ મી સપ્ટેમ્બર. તેઓ એક જનજાતિ સમાજ બંધુ ને ત્યાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા હતા. અંગ્રેજો ને ખબર મળતાં તેમને લાગ્યું કે હવે તેમની દોડધામ નો અંત આવશે. તાબડતોડ સેના આવી. પેલા બંધુ ના ઘર ને ઘેરો ઘાલ્યો અને ઘર માં ઘૂસી બિમાર મહેન્દ્ર ગોપ ને પકડી લીધા. તેમના પર કેસ 12-1945) ચલાવવા માં આવ્યો. અને આપણે જાણીએ છીએ કે અંગ્રેજો નો ન્યાય (અન્યાય) કેવો હતો ! મહેન્દ્ર ગોપ ને મોતની સજા આપવા માં આવી અને…. એક વધુ મા ભારતી ના સપૂતે ભારત માતા ની બલિવેદી પર શહીદ થયા. દિનાંક હતી ૧૩ નવે. ૧૯૪૪. તેમના સન્માન માં ગ્રામજનો એ પુસ્તકાલય બનાવવા ની ઘોષણા કરી અને સાથે સાથે શહાદત ની તે તારીખે દરવર્ષે શહાદત દિવસ ઉજવવાનું નક્કી કર્યું.


Leave a Reply

Your email address will not be published.