મિતાલી રાજે લીધી નિવૃત્તિ
ભારત ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર મિતાલી રાજે ક્રિકેટ ના તમામ ફોર્મેટ માં થી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ની ૫૦.૬૮ ની એવરેજ થી ૭૮૦૫ રન બનાવી સૌથી વધુ રન કરનારી બેટર બની ગઈ હતી. ૧૯૯૯ ના દિવસે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરનારી મિતલી રાજ સતત ૨૩ વર્ષો થી ટીમ ઈન્ડિયા માટે રમી રહી હતી. ૩૯ વર્ષીય મિતાલી એ ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ ના ત્રણેય ફોર્મેટમાં ૧૦,૦૦૦ થી વધુ રન ફટકાર્યા હતા. તેણે ભારત માટે ૨000 ની સાલ માં પ્રથમ વિશ્વકપ રમ્યા બાદ ૨૦૦૫, ૨૦૦૯, ૨૦૧૩ અને ૨૦૧૭ અને ૨૦૨૨ એમ છ વર્લ્ડકપ રમ્યા હતા. મિતાલી રાજ સિવાય એક માત્ર સચિન તેંડુલકર ભારત નો એવો ખેલાડી છે જે છ વર્લ્ડકપ રમ્યો હોય. ટેસ્ટ કારકિર્દી ની પ્રથમ ઈનિંગ માં મિતાલી ખાતુ પણ ખોલાવી ના શકી. જો કે ત્યાર બાદ ત્રીજી ટેસ્ટ માં ઈંગ્લેન્ડ ની વિરુધ્ધ બેવડી સદી ફટકારતા ૨૧૪ રન બનાવ્યા હતા. તે સમયે મહિલા ક્રિકેટ માં કોઈ ખેલાડી નો આ સર્વાધિક સ્કોર હતો. ૨૦૦૫ ના વર્લ્ડકપ માં પહોંચ્યું તેમાં મિતાલી નું યોગદાન મહત્વ નું હતું. ઘૂંટણ માં ઈજા હોવા છતા ન્યુઝિલેન્ડ સામે તેણે કેપ્ટન્સ ઈનિંગ રમતા ૯૧ રન નોંધાવ્યા હતા. તે ભારત ની એક માત્ર ક્રિકેટર- મહિલાઓ કે પુરુષો માં છે જેણે બે વર્લ્ડકપ ફાઈનલ રમી હોય. મિતાલી પોતાની ૨૩ વર્ષીય ક્રિકેટ કારકિર્દી માં ૨૩૨ વન ડે રમી છે જે એક વર્લ્ડ રેકર્ડ પણ છે. આ પૈકી ૧૫૫ વન ડે માં તેણે કેપ્ટન્સી નિભાવી હતી. જ્યારે ૧૬ વર્ષે સદી ફટકાર નારી સૌથી યુવા મહિલા ખેલાડી છે. આ ઉપરાંત ટી-૨૦ માં સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટર છે. જો કે ભારતીય મહિલા ક્રિકેટ નું મહિલા ટી-૨૦ વર્લ્ડકપ જીતવા નું સ્વપ્ન અધુરુ રહી જવા પામ્યું હતું. આમ ૨૩ વર્ષ ની ક્રિકેટ કારકિર્દી માં મિતાલી રાજે ૩૯ વર્ષ ની વયે ક્રિકેટ માં થી – ત્રણેય ફોર્મેટ માં રાજીનામુ આપી દીધું છે.