રસરંગ પૂર્તિ

“બીજી કોફી રે બહેન!” વેઈટરે પૂછ્યું
ઝબકીને જાગી હોય એમ એની સામે જોઈ રહી.
‘નો ચાર્જ ફોર ફિલ અપ!’ વેઈટરે સ્મિત સહ કહાં.
“થેંક્સ’
વેઈટર ચાલ્યો ગયો. પછી કોફીના કપ સામે જોઈ વિચારવા લાગી. કોફીનો કપ ખાલી છે…. કોઈ એમાં બીજી કોફી રેડવા તૈયાર છે….
જિંદગીનો રસ ઉડી ગયો છે…
કોઈ એમાં નવો રસ રેડવા આવી રહ્યો છે…..
એ રસ જિંદગીને મધુર બનhવશે?
કે નિરાશાથી જીવનને પાછું ઘેરી લેશે?
કોફીના ખાલી કપ.. જિંદગીની સૂની વાટ.. કંપની આપું?”
સર તમે…’ કહેતાં ઊભી થઈ ગઈ.
ખુરસી ખેંચતા મિ. મહેતાએ કહ્યું, ‘ઉભા થવાની જરૂર નથી. કોફી બ્રેકનો સમય થતાં કોફી પીવા આવ્યો છું.’
“કોફી મંગાવું?’ અર્ચનાએ વિનય દર્શાવતાં પૂછ્યું.
“આજે તો તમે અમારા મહેમાન કહેવાઓ. તમારી કોફી મંગાવુ?’
“જુઓ કપ ખાલી કરીને જ બેઠી છું.’
‘એમાં ? બીજો કપ મંગવીશું કે વેઈટર એમાં પોર કરી જશે.

તમારી કંપનીનો આનંદ થશે. હજુ
જય ગજ્જર
તમારો એપોઈન્ટમેન્ટ ઓર્ડર તૈયાર નથી થયો.’
મને કોઈ ઉતાવળ નથી.’
‘મિ. મહેતાએ કોફી મંગાવી. વેઈટરને અર્ચનાના ખાલી કપમાં બીજી કોફી રેડવા કહ્યું.’
અહીંયા ગમશે ને?’

“અહીં એટલે ક્યાં?’
કેન્ટીનમાં તો કોઈ હેલ્પની જરૂર નથી, મિ. મહેતા હસ્યા’
‘તમે બહુ રમુજી સ્વભાવના લાગો છો.’
જિંદગીને બને તેટલી હાસ્યથી ભરી દો તો એ જીવવા જેવી લાગે છે.”
“એ સહેલું નથી. મનને એ માટે કેળવવું પડે છે.”
મનને કેળવવાની તૈયારી હોય તો મને આપોઆપ કેળવાઈ જાય છે.’
“સર, તમારી પાસેથી ઘણું શીખવા જેવું છે. પહેલી મુલાકાતે જ તમે ખૂબ પરિચિત હો એમ વર્તી રહ્યા છો.”
તમને જોયા પછી અને તમે અમારી પસંદગી પામ્યા પછી મારો

Leave a Reply

Your email address will not be published.