વારાણસી બ્લાસ્ટ આરોપી ને ફાંસી
૭ મી માર્ચ, ૨૦૦૬ માં વારવણસી માં થયેલા સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસ ના આરોપી આતંકવાદી વલીઉલ્લા ને સોમવારે ગાઝિયાબાદ ની કોર્ટે ફાંસી ની સજા નો હુકમ કર્યો હતો. આ ૧૬ વર્ષ જુના કેસ માં કે જે વારવણસી માં થયેલા સિરિયલ બોંબ બ્લાસ્ટ અંગે નો હતો તેનો ચુકાદો શનિવાર રે અને ચોથી જૂન એ ગાઝિયાબાદ ની ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટે સંભળાવ્યો હતો. જેમાં આરોપી વલીઉલ્લા ઉપર લગાવાયેલા ત્રણ આરાપો પૈકી તેને એક માં ફાંસી ની સજા, બીજા કેસ માં જન્મટીપ ની સજા જ્યારે ત્રીજા કેસ માં પુરાવાઓ ના અભાવે નિર્દોષ ઠેરવ્યો હતો. ૭ મી માર્ચે વારાણસી હિન્દુઓ ના સૌથી પવિત્ર શહેર અને ધાર્મિક યાત્રાસ્થળ ના સંકટમોચન મંદિર, રેલ્વે સ્ટેશન ઉપર શ્રેણીબધ્ધ બોંબ વિરૂ ફોટો થયા હતા જેમાં ૧૮ લોકો ના મોત થયા હતા જ્યારે ૭૬ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત દશાશ્વમેઘ ઘાટ ઉપર થી સભાગ્યે ફૂટેલા નહીં એવા વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા. વારવણસી ના સંકટમોચન પરિસર ના બોંબ વિરૂ ફોટો માં ૭ લોકો ના મોત થવા ઉપરાંત ૨૬ લોકો ઘાયલ થયા હતા જે પૈકી અમુક અપંગ પણ બન્યા હતા. આ હત્યા કેસ માં વલીઉલ્લા દોષિત સાબિત થતા ગાઝિયાબાદ જીલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી જિતેન્દ્રકુમાર સિન્હા એ વલીઉલ્લાને હત્યા, આતંક અને વિસ્ફોટક સામગ્રી ના ઉપયોગ થકી હત્યા ના પ્રયાસ માં દોષિત પૂરવાર થતા મૃત્યુદંડની સજા ફરમાવી હતી. જ્યારે દ શા થ મ ઘ ઘાટ ઉપર કુકર બોંબ વડે બોંબ વિસ્ફોટ દ્વારા હત્યા નું કાવતરું ઘડવા ના કેસ માં દોષિત પૂરવાર થતા તેને આજીવન કેદ ની સજા ફરમાવી હતી. પ્રોસિક્યુશન તરફ થી જીઆરપી કેન્ટ બ્લાસ્ટ માં પ૩, સંકટમોચન બ્લાસ્ટ માં પર અને દશાશ્વમેઘ ઘાટ મામલે ૪૨ સાક્ષીઓ રજુ કરવા માં આવ્યા હતા. જ્યારે ૭ મી માર્ચ ની ઘટના ની તપાસ બાદ પોલિસે ૫ મી એપ્રિલ ૨૦૦૬ એ પ્રયાગરાજ જીલ્લા ના ફુલપુર નિવાસી વલીઉલ્લા ની ધરપકડ કરી હતી. પૂરતા પુરાવા સાથે પોલિસે વારાણસી ના | સિરિયલ બોંબ બ્લાસ્ટ પાછળ ના વલીઉલ્લા નો જ હાથ હોવાનું સાબિત કરવા ઉપરાંત તેના સંબંધો આતંકી સંગઠન સાથે પણ ગણાવ્યા હતા.