વિજ્ઞાનીઓ બનાવે છે કુત્રિમ સુર્ય
આ અગાઉ ચીન દ્વારા કુત્રિમ ચંદ્ર બનાવવા ના સમાચાર તો આવી ચૂક્યા છે. હવે ફ્રાન્સ માં ચાલી રહેલી સ્વચ્છ ઉર્જા મેળવવા ની કવાયત માં ભારત સહિત ૩૫ દેશો ના વૈજ્ઞાનિકો કુત્રિમ સૂરજ બનાવવા માં પ્રવૃત્ત છે. હાલ માં ; સૂર્યશક્તિ સિવાય ના ઉર્જા ના સ્ત્રોતો માં હાલ ની વિશ્વભર માં ચાલી રહેલી ક્લાઈમેટ ચેન્જ ની વિકરાળ સમસ્યા મોટી અવરોધક સમસ્યા છે. જેના નિરાકરણ માટે વૈજ્ઞાનિકો સ્વચ્છ ઉર્જા ના સંભવિત સ્ત્રોત ની તપાસ માં લાગેલા છે. હવે વિજ્ઞાનીઓ જે કુત્રિમ સૂર્ય બનાવી રહ્યા છે, તેમાં જ્યારે સફળ થશે ત્યારે માનવજાત નું ઈતિહાસ નું ઉર્જાનું મોટુ સંકટ પુરુ થઈ જશે. જેના માત્ર એક ગ્રામ ના પરમાણુ ઈંધણ થકી આઠ ટન ઓઈલ જેટલી ઉર્જા મેળવી શકાશે. હાલ માં આ પરમાણુ મશિન ઉપર વિજ્ઞાનીઓ ભાત ભાત ના પ્રયોગો કરી રહ્યા છે. સૂરજ અને તારા માં થતી ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા તેમાં ઉર્જા ના સ્ત્રોત્ર છે. જો કે આ કુદરતી ત્યાં થતી પ્રક્રિયા માનવી દ્વારા ધરતી ઉપર કરવી સહેલી નથી. ન્યુક્લિયર ફ્યુઝન થકી જીવાશ્મ ઈંધણ થી | વિપરીત પ્રચંડ ઉર્જા પ્રાપ્ત થાય છે. આમ છતા તેમાં થી ગ્રીન હાઉસ ગેસ નથી નિકળતા. આ પ્રયોગ થી રેડિયો એક્ટિવ કચરા માં થી પણ મુક્તિ મળવાની આશા છે. આવો વિચાર પ્રથમવાર ૧૯૮૫ માં આવ્યો હતો. હાલ ફ્રાન્સ ના આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર
એ કસપરિમેન્ટલ | રિએક્ટર (આઈટhઈઆર) પહેલું એવું ઉપકરણ હશે જે લાંબા સમય સુધી ફ્યુઝન રિએક્શન જારી રાખી શકાશે. તેવા ઈન્ટિગ્રેટેડ ટેકનોલોજી અને મટિરિયલ ટેસ્ટ કરાશે. જેનો ઉપયોગ ફ્યુઝન આધારીત વિજળી ના વ્યવસાયિક ઉત્પાદન માટે કરી શકાશે. હવે આ રિએક્ટર ની ડિઝાઈન બનાવવા માં અમેરિકા, ભારત, યુરોપિયન યુનિયન, જાપાન, તેમ જ કોરિયા ની મહત્વ ની ભૂમિકા રહેશે. હવે જો વૈજ્ઞાનિકોનું સ્વપ્ન સાકાર થશે કે જેના માટે તેઓ દિવસ રાત કામ કરી રહ્યા છે. તો આપણે કુત્રિમ સૂર્ય બનાવી લઈશું અને તેના દ્વારા ઉર્જાનો વિપુલ સ્ત્રોત્ર અને તે પણ ગ્રીન હાઉસ ગેસ વગર મેળવી શકાશે. જેના થી પર્યાવરણ ની પણ ઘણી મોટી સુરક્ષા થશે અને ક્લાયમેટ ચેન્જ ની ખરેખર વિકરાળ અને વિષમ મુશ્કેલી પણ થોડી હળવી અવશ્ય થશે.