સમાચારો સંક્ષિપ્ત માં
રશિયા-યુક્રેન યુધ્ધના પગલે અમેરિકા અને નાટો ના દેશોએ રશિયા ઉપર અનેક આર્થિક પ્રતિબંધો લગવવા ઉપરાંત પુતિન સહિત ઘણા રશિયન લોકો અને અધિકારીઓ પર પણ પ્રતિબંધો લગાવ્યા હતા. હવે તેના પ્રત્યાઘાત સ્વરુપે રશિયા એ રશિયન પ્રતિબંધો નો સામને કરી રહેલા ૯૬૩ અમેરિકનો ની યાદી જાહેર કરી છે જેમાં રાષ્ટ્રપતિ જો બાયડન, ઉપરષ્ટ્રિપતિ કમલા હેરિસ, રક્ષામંત્રી ઓસ્ટિન, વિદેશમંત્રી બ્લિકન, ફેસબુકના માર્ક ઝકરબર્ગ સહિતની નામાંકીત હસ્તીઓ સામેલ છે. જો કે રશિયાએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમને આ યાદીમાં સામેલ કર્યા નથી.
– દિલ્હી ના લેફ્ટ. ગવર્નર અનિલ બૈજલ એ અચાનક અંગત કારણોસર રાજીનામુ આપી દીધા બાદ તેમનું રાજીનામુ રાષ્ટ્રપતિએ સ્વિકાર્યું હતું. હવે દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર ના પદ ઉપર વિજય સક્સેના ની રાષ્ટ્રપતિ દ્વારા નિમણુંક કરાઈ છે.
– વિશ્વ હજુ રશિયા-યુક્રેન યુધ્ધના કારણે પેટ્રોલ, ડિઝલ અને તેના પગલે મોંઘવારીનો માર સહન કરી રહ્યું છે ત્યારે એક નવા યુધ્ધની સંભાવના સામે આવી છે. ચીન ના ટોચના યુધ્ધ સેનપતિઓની તાઈવાન ઉપર હુમલાની યોજના કરતી બેઠકનો પ૭ મિનિટનો ઓડિયો લીક થતા ખળભળાટ વ્યાપી ગયો હતો. ચીનના ટોચના યુધ્ધ જનરલ યુધ્ધમાં કઈ રીતે ગ્રાઉન્ડ એટેક, સાયબર એટેક અને અવકાશમાં હથિયારોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિસ્તૃત જાણકારી આપી રહ્યા હતા. તાઈવાનમાં યુધ્ધ કઈ રીતે કરવું અને કઈ રીતે આગળ લઈ જવું તેની સમગ્ર યોજના ચર્ચાઈ હતી.
– હાલમાં જ ભારતના પાડોશી દેશ શ્રીલંકાએ આર્થિક દેવાળુ કાઢ્યું છે જ્યારે પાકિસ્તાન વિવિધ દેશો પાસેથી લોન માંગીને આ પરિસ્થિતિથી બચતુ રહ્યું છે તે આપણે જાણીએ છીએ. પરંતુ આ અંગે વિશ્વ બેંકનો રિપોર્ટ ચોંકાવનારો છે. જેના મુજબ હાલમાં ઈંધણનો ફુગાવો, મોંઘવારી, રાજકોષીય સંકટમાં વિશ્વના ૧૦૭ દેશો ફસાયેલા છે. અને તેમાં પણ ૬૯ દેશો તો દેવાળુ ફૂંકવાના આરે છે. આમાં એશિયા પેસિફિકના ૧૯ દેશોનો સમાવેશ થાય છે.
– ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનામાં અનાથ થયેલા બાળકોને તેમના ખાવાપીવાના ખર્ચા પેટે દર મહિને ચાર હજાર રૂા. ઉપરાંત તેજ્યાં સુધી અભ્યાસ કરવા ઈચ્છે ત્યાં સુધી ના તેના અભ્યાસની ફી, ઉપરાંત તેને પી.એમ. કેર્સ ફંડ તરફથી આયુષ્યમાન હેલ્થકાર્ડ હેઠળ પાંચ લાખ રૂા. સુધીની મફત સારવાર ની સુવિધા. તેમજ બાળક જ્યારે ૨૩ વર્ષનું થાય ત્યારે તેને વ્યવસાય કરવા કે જીવન શરુ કરવા સરકાર ૧૦ લાખ રૂા.ની મદદ કરશે. સાથે જ પોતના નાગરિકો માટે આવી સગવડ તો પશ્ચિમના દેશોમાં પણ ઉપલબ્ધ નથી.
– જમ્મુ-કાશ્મિરના પ્રાદેશિક પક્ષો જે અગાઉ કાશ્મિરિયત અને આર્ટિકલ ૩૭૦ ની દુહાઈઓ આપી કાશ્મિર ઉપર પેઢી દર પેઢી શાસન ચલાવી એશો આરામની જિંદગી જીવતા હતા તેમને હવે કાશ્મિરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત થયા બાદ કેન્દ્ર સરકાર ઉપર સતત નિશાનો સાદ્યા કરે તે સ્વાભાવિક છે. આવા જ કારણસર હમણાં ફારુખ અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કાશ્મિરની જેટલી વસ્તી નથી એટલી તો કાશ્મિરમાં સેના ખડકી દીધી છે.
– હાલમાં જ ગુજરાતમાં સરકારે કરેલી જાહેરાતઅનુસાર વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત ગુજરાતના શહેરી વિસ્તારોમાં ૮.૬ ૧ લાખને ગ્રામિણ વિસ્તારોમાં ૪.૪૯ લાખ આવાસો ૨૦૨૪ સુધીમાં બનાવાશે.
– ભારત સરકાર પ્રોપર્ટી સંબંધિત કાયદાઓ અને તેના ખરીદ-વેચાણ પ્રક્રિયા સંબંધી ધરખમ ફેરફારો કરવા વિચારી રહેલ છે. નવા નિયમોથી એક વિડીયો કોલથી પમ જમીન/મકાનના ખરીદ/વેચાણ થઈ શકશે. ત્યારબાદ લોકોને દસ્તાવેજ માટે પણ સબરજીસ્ટ્રારની ઓફિસ જવું નહીં પડે. લોકો ગમે ત્યાંથી દેશભરના કોઈપણ શહેર, ગામ કે કસ્બાના મકાન કે ખેતરનું ખરીદ વેચાણ થઈ શકશે. આ માટે સરકાર હાલમાં ૮૦ કરોડ લેન્ડ એરિયાની માપણી કરી રહેલ છે અને તેનું ડિજીટલી રેકોર્ડીંગ કરાઈ રહ્યું છે. તદુપરાંત હવે રિયલ એસ્ટેટના તમામ નવા સોદાઓને નવા પ્રોપર્ટી આઈડી નેટવર્ક હેઠળ આવરી લેવાશે અને જમીનનો કોઈપણ સોદો સરકારથી છુપાવી નહીં શકો.
– મહારાષ્ટ્રના રાણા દંપતિ સાંસદ જસમીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણા ઉપર ફરી મહારાષ્ટ્ર સરકાર આકરી બની છે. ગત શનિવારે રાણા દંપતિએ નાગપુર અને અમરાવતીમાં હનુમાન ચાલિસાનો પાઠ કરતા નવો વિવાદ સર્જાયો છે. મહારાષ્ટ્ર પોલિસ આ અમરાવતીના ચાર અલગ, અલગ પોલિસ સ્ટેશનોમાં તેમની સામે એફઆઈઆર નોંધાવા ઉપરાંત તેમના ૧૫ સમર્થકો વિરુધ્ધ પણ ટ્રાફિક ને અવરોધવા, પરવાનગી વગર રેલી કાઢવા તેમ જ પોલિસના આદેશનું ઉલ્લંઘન કરવા જેવા આરોપસર કેસ નોંધ્યો હતો.
– દક્ષિણપૂર્વ નાઈજિરિયા માં શહેર પોર્ટ હાકોટ માં એક ચર્ચમાં એક કાર્યક્રમ દરમ્યિાન અગમ્ય કારણસર ભાગદોડ મચી જતા ઓછામાં ઓછા ૭૧ લોકો માર્યા ગયા હતા જ્યારે ૭ ઘાયલ થયા હતા. શનિવારે સવારે ચર્ચામાં ભોજન અને ગિફ્ટ લેવા મોટી સંખ્યામાં એકત્રિત થયેલી જનમેદનીમાં અચાનક ભાગદોડ મચતા આ ગમખ્વાર ઘટના ઘટી હતી. આ ઘટના માં મૃત્યુ પામેલા મોટા ભાગના બાળકો જ હતા.
– લગભગ બે વર્ષો અગાઉ કોરોના મહામારીનાં કારણે પોતાના દેશની સરહદો સીલ કર્યા બાદ હવે જાપાન ૧૦ મી જૂનથી વિદેશી પ્રવાસીઓ માટે સરહદો ખુલ્લી મુકશે. જો કે હાલના તબક્કે જાપાન માત્ર પ્રવાસો માટે મંજુરી આપનાર છે.
– હાલમાં જ એસવાયઆરઈ દ્વારા થયેલા સર્વે માં ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે બહુ ઉત્સાહજનક સમાચારો છે. ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરવા માટે એનઆરઆઈ રોકાણકારો આતુર છે. આ સર્વે ના એનઆરઆઈ રોકાણકારો પૈકીના ૫૩ ટકાએ રિયલ એસ્ટેટ ઉપર પસંદગી ઉતારી હતી. જો કે એનઆરઆઈ રોકાણકારોની પસંદગીના શહેરોમાં બેંગ્લોર, પૂણે અને મુંબઈ અગ્રતાક્રમે રહ્યા હતા.
– હવે કાશ્મિરના આતંકવાદમાં નવા પ્રકારની જેહાદનો ખુલાસો થયો છે. આ જિહાદ છે ડ્રાઈવર જિહાદ. હાલમાં જ કાશ્મિરમાં સૈન્યના જવાનો લઈને જતી બસના ડ્રાઈવર પર્વત ઉપર વળાંક આગળ પોતે ચાલુ બસે કૂદકો મારીને વ્હાર નીકળી ગયો હતો જ્યારે જવાનો સાથેની બસ ખાઈમાં પડતા ૭જવાનોના મોત થયા હતા. જ્યારે ૧૯ જવાનો ઘાયલ થયા હતા. ડ્રાઈવરના આવા ઈરાદાપૂર્વક ના કૃત્ય વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે અને ડ્રાઈવરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે.