સલમાન ખાન ને ધમકી
રવિવારે સવારે પૂર્વ સ્ક્રીનપ્લે રાઈટર સલીમ ખાન ને અજાણી વ્યક્તિ એ આપેલા પત્ર માં તેમને અને સલમાન ને મારી નાંખવા ની ધમકી આપતા તેમના મૂસેવાલા જેવા હાલ કરાશે તેમ જણાવ્યું હતું.
ત્યાર બાદ સલીમ ખાને પોતાના અંગરક્ષક ની મદદ થી બાંદ્રા પોલિસ સ્ટેશન જઈ ને ફરિયાદ નોંધાવી હતી. આ ધમકી પત્ર ના અંત માં જી.બી. અને એલ.બી. લખાયેલ છે જેનો અર્થ મૂસેવાલા મર્ડર કેસ ના શકમંદો કેનેડા નો ગોલ્હી બ્રાર અને દિલ્હી ની તિહાર જેલ માં બંધ લોરેન્સ બિશ્નોઈ મનાય છે. બિશ્નોઈ સમાજ જેને પૂજે છે તેવા આરક્ષિત કાળિયાર હરણ ના શિકાર મામલે બિશ્નોઈ સમાજ સલમાન ને દુશ્મન માને છે અને તેની હત્યા કરવા માંગે છે. આ અગાઉ ૨૦૧૧ માં પણ ફિલ્મ “રેડી’ ના શૂટિંગ દરમિયાન સલમાન ની હત્યા નો પ્લાન બનવાયો હતો. પરંતુ શૂટરો એ એટલા અંતરે થી હુમલો કરવા જરુરી ગન્સ તે સમયે ઉપલબ્ધ ના કરાવી શકાતા પ્લાન મોકૂફ રહ્યો હતો. ત્યાર બાદ પણ સલમાન ના ઘર ની અનેક વખત રેકી કરાઈ હતી. હાલ ના આ ધમકી પત્ર ના મામલે પણ લોરેન્સ બિશ્નોઈ ની તિહાર જેલ માં પૂછપરછ કરાઈ હતી. ચાર વર્ષ અગાઉ પોલિસ કસ્ટડી માં જોધપુર જેલ બ્દાર લોરેન્સ બિશ્નોઈ એ સલમાન ને હું અહીં જ મારીશ તેમ ધમકી આપી હતી. આ ધમકી પત્ર ના સંદર્ભ માં બાંદ્રા પોલિસે સલમાન ના ઘર ની સુરક્ષા વધારવાઆ ઉપરાંત સલમાન નું પણ નિવેદન લીધું હતું. પોલિસ ને આપેલા નિવેદન માં સલમાને પોતા ને કોઈ એ ધમકી આપી હોવા નો ઈન્કાર કર્યો હતો. તેણે એમ કહ્યું હતું કે મારે કોઈ ની સાથે દુશ્મની નથી ??? મને કોઈ એ ધમકી આપી નથી. આ ઉપરાંત તેણે લોરેન્સ બિશ્નોઈ કે ગોલ્ડી બ્રાર નામક કોઈ વ્યક્તિ ને પોતે ક્યારેય મળ્યો નથી કે પોતે આવી કોઈ વ્યક્તિ ને ઓળખતો નથી તેમ જણાવ્યું હતું. પોતા નું નિવેદન લખાવ્યા બાદ સલમાન હૈદરાબાદ જવા રવાના થઈ ગયો હતો. જ્યાં તે પોતાની આગામી ફિલ્મ ના શુટિંગ શિડ્યુલ પ્રમાણે ૨૫ દિવસ રોકાવા નો છે. જો કે સલમાન ના હૈદરાબાદ જતા અગાઉ તેના બોડીગાર્ડ શેરા ની ટીમ બંદોબસ્ત માટે હૈદરાબાદ પહોંચી ગઈ હતી.