સોનાક્ષી – ઝહીર
બોલિવુડ અભિનેત્રી સોનદક્ષી સિન્હા જે બોલિવુડ ના વિતેલા જમાના ના સ્ટાર શોટ ગન ઉર્ફે શત્રુદન સિન્હા ની દિકરી છે. તે જેની સાથે લાંબા સમય થી રિલેશનશીપ માં હતી તેવા બોલિવુડ સ્ટાર ઝહીર ઈકબાલ સાથે ના સંબંધો નો પ્રથમવાર જાહેર માં સ્વિકાર કર્યો હતો.૨ જી જૂન એ સોનાક્ષી સિન્હા ના જન્મદિન નિમિત્તે ઝહીર એ પોતાની લેડીલવ ને જન્મદિન ની શુભેચ્છા પાઠવતો વિડીયો સોશ્યિલ મિડીયા માં શેર કરતા સંદેશા માં આઈ લવ યુ લખ્યું હતું જેના પ્રત્યુત્તર માં સોનાક્ષી સિન્હા એ પણ આઈ લવ યુ ટુ લખ્યું હતું. ઝહીર ઈકબાલ ના પિતા ઈકબાલ રત્નાસી નો વેલર્સ નો વ્યવસાય છે. જે ઝહીર
વેલર્સ ના નામ થી સુવિખ્યાત છે. ઈકબાલ રત્નાસી સલમાન ના અંગત મિત્ર છે. સલમાન ને યુવાની ના દિવસો માં ઈકબાલ એ ૨૦૧૧ રૂા. ઉછીના આપ્યા હતા અને વ્યાજ પણ લીધું ન હતું. ત્યાર થી સલમાન ના અંગત મિત્ર બનેલા ઈકબાલ ના પુત્ર ઝહીર એ ૨૦૧૪ માં સલમાન ના ભાઈ સોહેલ સાથે આસિ. ડિરેક્ટર તરીકે જોડાયો હતો. સલમાને મિત્ર ના પુત્ર ને બોલિવુડ માં લોંચ કરવા નો નિર્ણય કર્યો હતો. ૨૦૧૯ માં સલમાન ખાને પોતાની ફિલ્મ “નોટબુક’ થી ઝહીર ને લોંચ કર્યો હતો. જો કે કમનસીબે ૧૫ કરોડ માં બનેલી આ ફિલ્મ ફ્લોપ રહી હતી. જો કે હવે ડિરેક્ટર સત્યમ રામાણી ની ફિલ્મ ‘ડબલ એક્સએલ” માં હિમા કુરેશી, સોનાક્ષી સિન્હા તથા ઝહીર ઈકબાલ કામ કરી રહ્યા છે. જો કે ઝહીર ઈકબાલ નું આ અગાઉ નામ ૨૦૧૪ ની ફિલ્મ લેકર હમ દિવાના દિલ ની એક્સેસ દિશા શેઠ સાથે તથા ત્યાર બાદ ટુડન્ટ ઓફ ધ યર-૨ માં કામ કરી ચૂકેલી શના સઈદ સાથે જોડાયું હતું. પરંતુ તેમણે તેમના સંબંધો નો ક્યારેયર જાહેર સ્વિકાર કર્યો ન હતો. આમ હવે શત્રુદન સિન્હા ના બંગલા રામાયણ માં ટૂંક સમય માં શહેનાઈ ના સૂરો રેલાશે અને ઝહીર તેમનો જમાઈ બનશે.